વૈશ્ર્વિક સ્તરે સોલર પીવી ડેવલપર રેન્કિંગમાં એશિયામાંથી એક માત્ર કંપની
અદાણી ગ્રીન એનર્જી લિમિટેડ મેરકોમ કેપિટલના ગ્લોબલ સોલર પીવી ડેવલપર રેન્કિંગમાં ટોટલ એનર્જી પછી બીજા ક્રમે છે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ભારતની સૌથી મોટી અને વિશ્વના અગ્રણી રિન્યુએબલ એનર્જી સોલ્યુશન્સ પાર્ટનર પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ.એ તાજેતરમાં મેરકોમ કેપિટલ ગ્રૂપના જાહેર થયેલા વાર્ષિક ગ્લોબલ રિપોર્ટમાં બીજા સૌથી મોટા વૈશ્વિક સોલર પીવી વિકાસકાર તરીકે નોંધપાત્ર સ્થાન હાંસલ કર્યું છે. અહેવાલ મુજબ, રીન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં અદાણી ગ્રીન એનર્જી લિ.એ કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શન અને .શ્રેષ્ઠ યોગદાનને કારણે કંપનીએ વિશ્વના અગ્રણી સોલાર પીવી ડેવલપર્સમાં પ્રતિષ્ઠિત બીજો ક્રમ મેળવ્યો છે. 18.1 ૠઠ ની પ્રભાવશાળી કુલ સૌર ક્ષમતા સાથે હાલ કાર્યરત, નિર્માણાધીન અને પુરસ્કૃત પ્રોજેક્ટ્સનો સમાવેશ કરીને તેણે વૈશ્વિક સૌર ઉર્જા ક્ષેત્રમાં પોતાની નોંધપાત્ર સ્થિતિને મજબૂત કરી છે.ફ્રાન્સ સ્થિત ટોટલ એનર્જી 41.3 ગીગાવોટની કુલ ક્ષમતા સાથે ટોચ પર બિરાજી છે.
અદાણી ઉદ્યોગ સમૂહના ચેરમેન ગૌતમ અદાણીએ અદાણી એનર્જીએ હાંસલ કરેલી આ રેન્ક માટે ગૌરવ અને હર્ષ વ્યકત કરતા જણાવ્યું હતું કે, અમે મોટા પાયે રિન્યુએબલ ક્ષેત્ર સાથે સંલગ્ન સંપૂર્ણ સ્વદેશી સંકલિત મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ અને ગ્રીન હાઇડ્રોજન સોલ્યુશન્સ વિકસાવવા માટે પ્રતિબદ્ધ છીએ. પોર્ટફોલિયો સ્તરે, અદાણી પોતાની ઉર્જા સંક્રમણ પહેલ પર 2030 સુધીમાં 75 બિલિયનનું કુલ રોકાણ કરી આ સમયગાળા અર્થાત 2030 સુધીમાં 45 જીડબલ્યુ રિન્યુએબલ એનર્જી પેદા કરવાની ક્ષમતા ધરાવવાના અમારા વિઝનને આગળ વધારશે અને ડીકાર્બોનાઇઝેશનના ભારતના ગ્લાઈડ પાથમાં દ્વારા આપવામાં આવેલા મહત્ત્વના યોગદાનના સથવારે તેની ભૂમિકાને વધુ મજબૂત બનાવશે.
સ્વચ્છ ઉર્જા સંચાર અને સંશોધન માટેના પ્રતિષ્ઠિત મેરકોમ કેપિટલ સમૂહની પ્રખ્યાત ફર્મે જુલાઈ 2022 થી જૂન 2023 સુધીના સંકલિત ડેટાના આધારે વૈશ્વિક મોટા પાયે ટોચના દસ અગ્રણી સોલર પીવી ડેવલપર્સની રૂપરેખા આપતા તેના અહેવાલ જાહેર કર્યો છે. જેમાં 1 મેગાવોટથી વધુના પ્રોજેક્ટ્સનો ડેટા શામેલ છે. ઉપરાંત કામકાજની ક્ષમતા, બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સ અને પાવર પરચેઝ એગ્રીમેન્ટ સાથેના પ્રોજેક્ટ્સને સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ રિપોર્ટના સમયગાળા દરમિયાન ટોચના 10 વિકાસકારોએ 145 ગીગાવોટ ક્ષમતાના કાર્યરત, નિર્માણાધિન અને પાવર પરચેઝ એગ્રીમેન્ટપુરસ્કૃત સોલાર પ્રોજેક્ટ્સના યોગદાનના હિસ્સાની વિગતો આપી હતી. જેમાં 49.5 ગીગાવોટ પ્રોજેક્ટ કાર્યરત હતા, 29.1 મેગાવોટ બાંધકામ હેઠળ હતા અને પીપીએ હેઠળ કરારબધ્ધ 66.2 ગીગાવોટ પાઇપલાઇનમાં હતા.