By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    1 day ago
    કોલેસ્ટ્રોલથી પીડાતા દર્દીઓ માટે આશાસ્પદ અને ક્રાંતિકારી શોધ : Verve-102 જીન થેરાપી
    2 days ago
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    4 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    2 weeks ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
    1 day ago
    પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
    1 day ago
    બ્રિટીશ એજન્સીનો રિપોર્ટ : અલ-નીનો 100 વર્ષનું સૌથી ભયંકર, 2027માં ગરમી ભૂક્કા બોલાવશે
    1 day ago
    ગુજરાતમાં એનાલોગ પનીર પર પ્રતિબંધ, અન્ય રાજ્યોમાંથી આયાત ચાલુ
    2 days ago
    શીખોની મુક્તિ માટે પંજાબ બંધ
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 week ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..
TALK OF THE TOWNરાજકોટ

જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો…..

Khaskhabar Editor
Last updated: 2025/04/18 at 5:12 PM
Khaskhabar Editor 1 year ago
Share
11 Min Read
SHARE

‘જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈ બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામે નહીં જાય’

સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તક ‘અક્ષર પુરુષોત્તમ ઉપાસના’માં દેવી-દેવતાઓને નીચા દેખાડી સ્વામિનારાયણને જ સર્વોપરી બતાવવાનો હિન પ્રયાસ

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

સ્વામિનારાયણ સંપ્રદાયના લાડુડી ટકલા મહારાજોએ સનાતની દેવી-દેવતાઓને નીચા દેખાડવામાં કોઈ જ કસર છોડી નથી. ‘ખાસ-ખબર’ દ્વારા સમયાંતરે સ્વામિનારાયણ સંપ્રદાયના પુસ્તકોમાં સનાતની દેવી-દેવતાઓના અપમાન અને તેમના વિરૂદ્ધ ફેલાવાતું ઝેરની શ્રેણી વાચકો સમક્ષ મૂકવામાં આવી છે. આ શ્રેણીના ભાગરૂપે આજે આપણે આ ટીલા ટપકાવાળાઓના વધુ એક પુસ્તક ‘અક્ષર પુરુષોત્તમ ઉપાસના’ની વાત કરશું કે જે પુસ્તક સ્વામિનારાયણ અક્ષરપીઠ-અમદાવાદ દ્વારા પ્રકાશિત કરાયું છે.

1. મહારાજને (સહજાનંદ સ્વામીને) પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં જવાય નહીં. (પેજ 28) અને હમણે સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે અને તેને જો ભગવદ સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ છોડશે ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે ને કાં તો કોઈ બીજા દેવતાના લોકમાં જશે, પણ તે પુરુષોત્તમ ભગવાનના ધામને વિષે નહિ જાય. તે માટે પોતાને સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ તેને સદા દિવ્ય સાકારમૂર્તિ ને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું અને જો એમ ન જાણે ને નિરાકાર જાણે ને બીજા અતવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય. (પેજ 29)
2. આ વાત સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ સ્પષ્ટપણે સમજાવી છે; ‘બ્રહ્મા રાખ્યા સત્યલોકમાં, શિવને રાખ્યા કૈલાસ; વિષ્ણુને રાખ્યા વૈકુંઠમાં, એમ આપ્યો જુજ્વો નિવાસ. ઇન્દ્ર રાખ્યો અમરાવતી, શેશ્ર્જી રાખ્યા પાતાળ; જ્યાં જ્યાં કરી હરિએ આજ્ઞા, તીય રહ્યા સદાકાળ. બદ્રીતળે રાખ્યા ઋષિશ્ર્વર. નીરન્ન્મુક્ત રાખ્યા શ્ર્વેતધ્વીપમાં; ગોપીગોપ રાખ્યા ગોલોકે, રાખ્યા મુક્ત અક્ષર સમીપમાં.’

- Advertisement -

શ્રીજી મહારાજ કહે છે, ‘જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે.’ વળી, અક્ષરધામ સિવાયના અન્ય સ્થાનકો નાશવંત છે, જ્યારે અક્ષરધામ તો અવિનાશી છે

અક્ષરધામ સિવાય આ સર્વે લોક માયાની અંદર જ આવેલ છે, તેથી ત્યાં ત્રિવિધ તાપ પણ છે. પરંતુ અક્ષરધામ માયાથી પર હોવાથી ત્યાં ત્રિવિધ તાપ નથી. પરિણામે, ત્યાનું સુખ પણ અતિ અધિક છે.
તે સમજાવતા શ્રીજી મહારાજ કહે છે: ‘પશુના સુખથી મનુષ્યમાં અધિક સુખ છે ને તે કરતાં રાજાનું સુખ અધિક છે, ને તેથી દેવતાનું સુખ અધિક છે, ને તેથી ઈન્દ્રનું અધિક છે ને તેથી બૃહસ્પતિનું ને તેથી બ્રહ્માનું ને તેથી વૈકુંઠલોકનું ને તેથી ગોલોકનું સુખ તે અધિક છે. અને તેથી ભગવાનના અક્ષરધામનું સુખ અતિ અધિક છે.’
તેથી તો શ્રીજી મહારાજ કહે છે, ‘જે ભગવાનનું અક્ષરધામ છે તેની આગળ બીજા જે દેવતાના લોક છે તેને મોક્ષધર્મને વિષે નરક તુલ્ય કહ્યા છે.’ વળી, અક્ષરધામ સિવાયના અન્ય સ્થાનકો નાશવંત છે, જ્યારે અક્ષરધામ તો અવિનાશી છે. (પેજ 29, 30)
બીજા ધામો નાશવંત હોવાથી ત્યાં ગયા પછી પણ પાછું પડવાનું છે. પણ અક્ષરધામમાં ગયા પછી પુનરાગમન નથી. બીજા ધામોની અવધિ છે. દાત. ગોલોક, વૈકુંઠ વગેરે અમુક જોજન સુધી વિસ્તરેલાં છે એવું શાસ્ત્રોમાં વર્ણન છે. જ્યારે અક્ષરધામની અવધિ નથી, એ અધો-ઉર્ધ્વ અને પ્રમાણો રહિત છે. બીજા ધામોના વર્ણનમાં માંનીમય મહોલો, રત્નો વગેરે લૌકિક પદાર્થો છે, જ્યારે અક્ષરધામમાં સર્વત્ર અલૌકિક દિવ્ય તેજ છે અને એ તેજના સમુહમાં પુરુષોત્તમ, અક્ષર અને અક્ષર્મુકતો છે. (પેજ 31)
3. શ્રીજી મહારાજે જુના ખરડામાં લખાવ્યું છે: ‘દુસરા અવતાર હૈ સો કાર્ય-કારણ અવતાર હુઆ હૈ, ઔર મેરા યહ અવતાર હૈ સો તો જીવોકું બ્રહ્મરૂપ કરકે આત્યંતિક મુક્તિ દેને કે વાસ્તે અક્ષરાતીત પુરુષોત્તમ જો હમ વાહ મનુષ્ય જેસા બન્યા હૂં.’ એટલે કે પૂર્વ શ્રીકૃષ્ણ પર્યંત સર્વ અવતારો કોઈ કાર્ય નિમિત્તે (અસુરોના સંહાર વગેરે માટે) થયા હતા અને એ કાર્ય પૂરું થતાં જ પૃથ્વી પરથી અંતર્ધાન થઇ ગયા. પણ ભગવાન સ્વામિનારાયણ તો જીવોને બ્રહ્મરૂપ કરવા અને તેમનું આત્યંતિક કલ્યાણ કરવા જ પધાર્યા હતા. (પેજ 33)
4. ‘આ સત્સંગને વિષે જે ભગવાન વિરાજે છે (શ્રીજીમહારાજ) તે જ ભગવાનમાંથી સર્વે અવતાર થયા છે.
તેમને કોઈ પૂછે કે શ્રીજી મહારાજના સર્વોપરી મહિમાની વાતો તો શાસ્ત્રોમાં નથી. તો તેઓ કહેતા કે શાસ્ત્રોમાં આ વાત ક્યાંથી હોય? ‘જન્મ થયા મોર શાદી ક્યાંથી લખાય? તેમ પુરુષોત્તમ આવ્યા નહોતા તેની વાત શાસ્ત્રોમાં ક્યાંથી લાખની હોય?’ શ્રીજી મહારાજ આ પહેલાં આ લોકમાં પધાર્યા જ નહોતા, તો તેમની વાત શાસ્ત્રમાં મળે જ કેમ? (પેજ 34, 35)
5. પૂર્વના અવતારમાં જેમાં જેટલું ઐશ્ર્વર્ય છે તેમાં તેટલા જીવ તણાય છે. આજ તો સર્વ અવતારના અવતારી ને સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ છે તે જ પધાર્યા છે. (સહજાનંદ સ્વામી વિષે)
વાદી, ફૂલવાદી ને ગારડી, તેમાં વાદી હોય તે તો ગરીબ સાપ હોય તેને ઝાલે, ને ફૂલવાદી હોય તે તો હાથ આવે તો ઝાલે, નહિ તો લુગડાના છેડાને વળ દઈને મારી નાખે, ને ગારડી હોય તેની આગળ તો ગમે તેવો મણીધર હોય તે પણ ડોલ્યા કરે. …. દત્તાત્રેય, કપિલ તે તો વાળીને ઠેકાણે છે, તે તો મુમુક્ષુ હોય તેનું કલ્યાણ કરે. ને રામચંદ્ર ને શ્રીકૃષ્ણ તે તો ફૂલવાદી ને ઠેકાણે છે. તે તો પોતાનું વચન માને તેનું કલ્યાણ કરે ને ન માને તો ત્યારે સમાધાન કરીને કલ્યાણ કરે. ને મહારાજ (શ્રીજી મહારાજ) તો ગારડી ને ઠેકાણે છે ને તેમની આગળ તો જીવ, ઈશ્ર્વર, પુરુષ ને અક્ષરાદીક તે સર્વે હાથ જોડીને ઉભા છે. (પેજ 36)
પૂર્વે મોટા મોટા અવતાર થઇ ગયા છે, તે કરતાં તો અ સત્સંગી છોકરા સામું જોઈએ છીએ ત્યાં તો કરોડ કરોડ ગણું અધિક દૈવત જણાય છે; તો મોટા મોટા હરિભક્ત ને મોટા મોટા સાધુ અને મહારાજનો મહિમા તો કહેવાય જ કેમ? (પેજ 36)
નોંધ: અહીંયા કહેવાઈ રહ્યું છે કે સનાતન ધર્મમાં આજ સુધી જે પણ અવતાર થયા છે તેના કરતાં તો સહજાનંદ સ્વામીના આ સંપ્રદાયમાં સત્સંગ કરતાં એક છોકરાનું તેજ કરોડો કરોડો ઘણું વધુ છે, તો બીજા સ્વામીઓ અને મહારાજોનું તેજ વિષે તો શું કહેવું? અહીંથી પેલા વિડીયોમાં ઇઅઙજ ના પેલા ગુણાતીતાનંદ સ્વામી કેમ તેમના શિષ્યને ડાકોરમાં એવું કહેતા હતા કે ‘તમને ખબર નથી આપણે કોણ છીએ, અને આપણો મોભો શું છે?

BAPS પોતાના ચોપડામાં વર્ણન કરે છે કે સહજાનંદ સ્વામીએ કેવી રીતે તે સમયની હિંદુ પ્રજાને આ નવા સર્વોપરી ભગવાનવાળા સંપ્રદાયમાં વટલાવી

જાઓ (ડાકોરના મંદિરમાં કૃષ્ણને) દર્શન દઈ આવો.’ એ વિકૃત વિચારનું મૂળ તેમના ચોપડામાં લખાયેલ આ પ્રકારના કથનોમાં સમાયેલું છે. આજ વિકૃત લખાણમાંથી બળ મેળવીને પેલા પ્રબોધસ્વામીના ચેલા કહી રહ્યા હતા કે શિવજીએ કોઈ નીશીતભાઈને કહ્યું કે ‘પ્રબોધ સ્વામીના દર્શન થાય એટલા ભાગ્ય તો મારા જાગ્યા નથી, પણ તમારા દર્શન થાય એટલે હું ધન્ય થયો.’ અને પછી ભગવાન શિવ (જેમને આ લોકો હમેશા શિવજી જ કહે છે) એ નીશીતભાઈના પગમાં પાડીને ચાલ્યા ગયા.
6. ‘એમ તો પહેલાં ગણેશને પ્રભુ કહે છે. બ્રહ્મા, વિષ્ણુ ને શિવને કહે છે. અનિરુધ્ધ, પ્રદ્યુમ્ન ને સંકર્ષણને કહે છે, ત્યારે એમાંથી કે ને પ્રભુ માનવા? ત્યારે એનું તો એમ જ છે જે જીવનું કોટીયું, ઈશ્ર્વરની કોટીયું, બ્રહ્માની પણ કોટીયું કોટીયું છે. એ સૌના કારણ તો મહારાજ પોતે એમ સમજે ત્યારે મજકુર મળ્યું કહેવાય ને અનંત કોટી રામ, અનંત કોટી કૃષ્ણ ને અનંત કોટી અક્ષરમુક્ત એ સર્વેના કરતાં, સર્વના આધાર, સર્વના નિયંતા ને સર્વના કારણ મહારાજને સમજે ત્યારે જ્ઞાન થઇ રહ્યું.’
‘શ્રી કૃષ્ણે કેટલું જ્ઞાન કર્યું ત્યારે એક ઉધ્ધવે ત્યાગ કર્યો ને આજ તો (આ સંપ્રદાયમાં સહજાનંદ સ્વામી પાછળ) વીસ વીસ વરસના સંસાર મુકીને ચાલ્યા આવે છે. … બીજા અવતાર મોટા મોટા તે પારસમણી જેવા છેને પુરુષોત્તમ (સહજાનંદ) તો ચિંતામણી છે. …. જેમ ચક્રવર્તી રાજા અને ખંડિયા રાજા વચ્ચે ભેદ છે, તેમ અવતાર-અવતારીનો ભેદ સમજવો.’ (પેજ 37)
7. શ્રીજી મહારાજને અષાઢી મેઘની ઉપમા આપી કે જે મેઘવર્ષાથી પૃથ્વી સચેતન થઇ ફળવતી બને , જ્યારે બીજા અવતારોને ઝાકળ જેવા કહ્યા છે, જે ઝાકળના બિંદુની પૃથ્વી પર કોઈ અસર થતી નથી. …. ‘કોટી કોટી વિષ્ણુ બ્રહ્મા કર જોડી, શંકર કોટી સુરત આની, શારદા શેષ અરુ નારદ બરને, નહિ માનત નાર અભિમાની. પરબ્રહ્મ પુરણ પુરુષોત્તમ, સ્વામિનારાયણ સુમરાની.’ (પેજ 39)
8. લાલજી ભક્તે પૂછ્યું, ‘એ વર્ણી કેવા મોટા છે? આપણા જેવા?’ રામાનંદ સ્વામીએ કહ્યું, ‘અમારાથી પણ મોટા છે. એ વર્ણી સર્વ અવતારોના કારણ પરાત્પર, અપ્રાકૃત ગુણેશ્ર્વર્યવાળા પુરુષોત્તમ છે.’ ….. ‘જેમ કૃષ્ણ મોટા સર્વેથી, તેમ આ છે મોટા વળે એથી; આ છે અવતારના અવતારી, ઘણું શું કહીએ વિસ્તારી…’ (પેજ 49)
9. ઇઅઙજ પોતાના ચોપડામાં વર્ણન કરે છે કે સહજાનંદ સ્વામીએ કેવી રીતે તે સમયની હિંદુ પ્રજાને આ નવા સર્વોપરી ભગવાન વાળા સંપ્રદાયમાં વટલાવી. પેજ નંબર 54-55 પર એક સવાલનો જવાબ અપાયો છે. સવાલ છે, ‘જો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, તો વચનામૃતમાં, સંપ્રદાયનાં અન્ય પુસ્તકોમાં અને પરમહંસોના કીર્તનમાં તેમને કૃષ્ણ કેમ કહેવાયા છે?’
જવાબ બિલકુલ એવો જ આપ્યો છે, જેવો ઇસ્લામના ઉદય પહેલાના દેવી-દેવતાઓ વાળા આરબના સમાજ પર અલ્લાહ નામના એક નવા સર્વોપરી ઈશ્ર્વરને સ્થાપવા માટે અપાય છે. જવાબ છે, ‘શ્રીજીમહારાજના પ્રાગટ્ય સમયે અનેક મતપંથ, શક્તિપંથ, અસત સંપ્રદાયો, ગુરુઓ, વહેમો, જંત્ર-મંત્ર-તંત્ર વગેરેનું જોર હતું. તે સૌને આ નવા સંપ્રદાય સામે વિરોધ જબ્બર હતો. એવા કપરા સમયમાં મનુષ્યધારી જો પોતાને જ પરમાત્મા છડે ચોક કહે તો લોકો ભડકીને આ સંપ્રદાયમાં આવે જ નહિ. જેમ પથ્ય પડે તેમ ઔષધ અપાય એ ન્યાયે પ્રથમ સત્પુરુષ જેવા, પછી અવતાર જેવા અને તે પછી સર્વાવતારી પુરુષોત્તમ જેવા કહ્યા. જીવોને પોતાન સ્વરૂપમાં જોડવા જ શ્રીજીમહારાજે જ્યાં જે ઉપાસના પ્રધાન હોય ત્યાં તે દેવોની મૂર્તિઓ પધરાવી, જેથી મુમુક્ષુઓ પોતાના ઈષ્ટદેવનાં દર્શન કરવા આવે અને પછી સંતના સમાગમથી શ્રીજીમહારાજના સર્વોપરી સ્વરૂપની ઉપાસના દ્રઢ કરે. આ રીતે સંપ્રદાયમાં સર્વોપરી ઉપાસના ક્રમશ: પ્રસિધ્ધ થઇ.’

 

You Might Also Like

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

ગેરકાયદે ઈવેન્ટ્સનો પ્રચાર કરતાં ઈન્ફલ્યુએન્સર્સને પણ દંડ-સજા થવી જ જોઈએ

દારૂબંધી કાગળ પર નહીં, જમીન પર દેખાવવી જોઈએ : ડૉ. રાજદીપસિંહ જાડેજા

TAGGED: Rajkot, Supreme Lord
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ટોલની લાંબી લાઈનોમાંથી છૂટકારો: 1 મેથી FasTag બંધ
Next Article મફતમાં માલસામાન લઈ જતાં દુકાનદાર સમજાવવા ગયો ત્યારે 6 લોકોનો હિચકારો હુમલો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ચૂંટણી જીતવા માટે સભાઓ કરતાં સંગઠન વધુ મહત્વનું

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
પુણેમાં રાહુલ ગાંધીના કાર્યક્રમ પહેલાં NSUI-ABVP વચ્ચે ઘર્ષણ
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી
પૂરમાં ગંભીર ઇજાગ્રસ્ત 53 વર્ષીય હાથિણ ‘જોયમોતી’ને એરલિફ્ટ કરી વનતારા લવાઈ
150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ધર્માધ્યક્ષ તરીકે ભક્તિ પ્રકાશદાસ મહારાજની વરણી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

150થી વધુ ભૂલવાળા સંસ્કૃત પુસ્તકો મુદ્દે સરકાર ઘેરાઈ : 20 દિવસમાં પુસ્તકો પાછા ખેંચવાની ચીમકી

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

વ્યૂઝ માટેની હદ ક્યાં સુધી પહોંચી? : એક્સક્યુઝમી કહી સંસ્કારનું પ્રદર્શન કે બીજું કાંઈ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?