પોરબંદરની ત્યકતાની મૂળ જેતપુરના હાલ રાજકોટમાં રહેતા કોલસાના વેપારી સામે ફરિયાદ
ચાર વખત ગર્ભવતી બનાવી, ગર્ભપાત કરાવી નાંખ્યો : અન્ય યુવતી સાથેનું અફેર પકડાઈ જતાં ત્યકતાને તરછોડી દિધી
યુનિવર્સિટી પોલીસ મથકમાં દુષ્કર્મ, છેતરપીંડી, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
હાલ રાજકોટમાં રહેતી મૂળ પોરબંદરના વતની 33 વર્ષીય ત્યકતાએ મૂળ જેતપુરના સરધારપુર ગામના અને હાલ તૃશાંગ પરસોત્તમ ડોબરીયા સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં 406, 376(2), એન, 313 સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેણીના લગ્ન થયાં બાદ સંતાનમાં એક પુત્રી છે, તેણીના 2015માં છૂટાછેડા થયેલ હતાં. બાદમાં તેણી પુત્રી સાથે રાજકોટ રહેવાં આવતી રહી હતી અને અહીં તે ખાનગી કંપનીમાં નોકરી કરી ગુજરાન ચલાવતી હતી સ્ટાફ દ્વારા ગઈ તા.26/06/2022ના હોટલમાં પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં તેણી ગયેલ ત્યારે આરોપી તૃશાંગ પણ પાર્ટીમાં આવ્યો હતો અને એક મિત્ર થકી બંને વચ્ચે પરિચય થયો હતો. જે બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો દરમિયાન આરોપીએ તેણીને કહ્યું હતું કે, હું તારી સાથે લગ્ન કરવા માગું છું અને તારી દીકરીને અપનાવી મારૂ નામ આપવા માંગુ છું, તેમ કહીં તે રાજકોટ તેણી રહેતી ત્યાં ચાર દિવસ રોકવા માટે આવેલ હતો અને શરીર સબંધ બાંધેલ હતો. બાદમાં તે મોરબીમાં કોલસાનો ઇમ્પોર્ટ એકસપોર્ટનો વ્યવસાય કરતો હોવાથી મોરબી પોતાના ભાડાના મકાનમાં રહેવા લઈ ગયેલ હતો જ્યાં તેને પોતાને આગળની પત્ની સાથે છૂટાછેડા થઈ ગયેલ છે કહીં લિવ ઇન રિલેશનશિપનો કરાર કરી પોતાને આ પત્નીની જેમ રાખવાં લાગ્યો હતો અને અવારનવાર શરીર સબંધ બાંધ્યો હતો.
જે બાદ બંને ફરી રાજકોટમાં પંચાયત ચોક નજીક રહેવાં આવતાં રહેલ હતાં. દરમિયાન આરોપીને અન્ય યુવતી સાથે સબંધ હોવાની જાણ થતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો તેમજ આરોપી પોતે એક દિવસ હું કામથી મુંબઈ જાવ છું, તેમ કહીં અન્ય યુવતીને લઈ ગોવા ફરવા ગયો હતો પરત આવ્યાં બાદ બંનેના સાથે ફોટા જોવા મળતાં જાણ થઈ હતી તેના મિત્રોએ પણ તૃશાંગને અન્ય યુવતી સાથે સબંધ હોવાની વાત કરી હતી. તેમજ તે યુવતી સાથે જ ફર્યા કરતો અને મોડી રાતે ઘરે આવતો જે બાબતે ઉગ્ર ઝઘડા થતાં હતાં તેમજ આરોપીને તેની પત્ની જે સુરત રહે છે તેની સાથે છૂટાછેડા થયેલ નથી અને બંનેને તે બાબતે કોર્ટમાં કેસ ચાલે છે તે પણ જાણ થઈ હતી દરમિયાન ગઈ દિવાળીના દિવસે ફરીવાર બંને વચ્ચે ઝઘડો થતાં આરોપીએ તેણીને હવે તારી સાથે સબંધ રાખવો નથી તેમ કહીં તરછોડી દિધી હતી આમ લગ્ન કરવાની લાલચ આપી તેણીની દિકરીને પોતાનું નામ આપવાનું કહીં અવારનવાર દુષ્કર્મ ગુજારી ચાર વખત ગર્ભવતી બનાવી દીધી હતી જે આરોપીએ આપણે લગ્ન બાદ બાળક રાખશું કહીં ગર્ભપાતની ગોળીઓ ખવડાવી ગર્ભપાત કરાવી નાખ્યો હતો પોલીસે ગુનો નોંધી આરોપીને દબોચી લેવા તજવીજ હાથ ધરી છે.