By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    14 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    14 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    2 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    2 days ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    14 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    2 days ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    2 days ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    6 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    6 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    15 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે
TALK OF THE TOWNરાજકોટ

સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે

Khaskhabar Editor
Last updated: 2025/04/19 at 5:34 PM
Khaskhabar Editor 1 year ago
Share
9 Min Read
SHARE

*સંદર્ભ: સત્સંગી જીવન, પ્રકરણ 2, અધ્યાય 34
તો હવે એ ઇતિહાસ સર્વવિદિત થઈ ચૂક્યો છે કે ઇસ 1802 થી 1817 સુધી સહજાનંદ સ્વામી અને તેમની ટોળીનો ગુજરાતના સમાજ અને સનાતન ધર્મના તમામ સ્વીકૃત પંચદેવ સંપ્રદાયો તરફથી ભારે વિરોધ હતો. પેશ્ર્વાનું રાજ્ય હતું, તો પેશ્ર્વાએ સહજાનંદ સ્વામી પર અમદાવાદમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકેલો હતો. આવા સમયે નવેમ્બર 1817 માં પેશવાની અંગ્રેજો સામે હાર થઈ, અને ફેબ્રુઆરી 1818 માં અંગ્રેજોએ સહજાનંદ સ્વામીને અમદાવાદ બોલાવ્યા અને તેમને કાલુપુરમાં તેમનું પહેલું મંદિર બાંધવા માટે જમીન અને પૈસા આપ્યા. 1822 માં મંદિરના ઉદ્ઘાટનમાં 50,000 લોકો એકઠા કરી સહજાનંદ સ્વામીને સ્વીકૃત બનાવવાની કોશિશ થઈ, અને છતાં તેમને 200 થી વધુ અંગ્રેજ સૈનિકોની સુરક્ષા આપવામાં આવી. આટલું આપી બદલામાં અંગ્રેજો દ્વારા જે કરવામાં આવ્યું એ હતું કલકત્તાથી ખ્રિસ્તી પાદરીઓને બોલાવી સહજાનંદ અને તેમની ટોળીને બાઈબલના વિચારોથી પ્રભાવિત કરવા, અને પહેલેથી જ સનાતન ધર્મના સ્વીકૃત સંપ્રદાયો તરફથી પ્રતાડના વેઠી રહેલી આ ટોળીને વધુને વધુ ખ્રિસ્તી વિચારથી નજીક લઈ જવી.

- Advertisement -

1822 માં કાલુપુર મંદિરના ઉદ્ઘાટન બાદ પ્રથમ ખ્રિસ્તી સ્કોલર વિલિયમ હોજ મિલ કલકત્તાથી સહજાનંદની ટોળીને મળવા આવ્યો અને તેણે બાઈબલના નવા કરારના તમામ પુસ્તકો સહજાનંદના ગૃહસ્થ અનુયાયી કુબેરસિંહ છડીદારને આપ્યા. કુબેરસિંહે તે તમામ પુસ્તકોના નામનું લિસ્ટ બનાવી તે સર્વે સહજાનંદ સ્વામી સુધી પહોંચાડવાની ખાતરી આપી, અને બદલામાં સંસ્કૃતના કેટલાક ગ્રંથ વિલિયમ હોજને આપ્યા. ત્યારબાદ 1825 માં કલકત્તાથી ફરી બિશપ હેબર સહજાનંદને નડિયાદમાં મળવા આવ્યા, સહજાનંદે તેમની પાસે વડતાલ મંદિર અને સભાગૃહ માટે પૈસા માંગ્યા. બિશપે સહજાનંદ સાથે તેમની ઈશ્ર્વરની સંકલ્પના માટે ચર્ચા કરી, અને અંતે એમ કહીને મંદિર માટે પૈસા આપવાની ના પાડી કે હજી સહજાનંદની એકેશ્ર્વરવાદની સંકલ્પના ખ્રિસ્તી વિચાર સાથે પૂર્ણત: સહમત નથી. આમ કહી તેમણે ખાલી સભાગૃહ માટે પૈસા અપાવવાનું સ્વીકાર્યું. અને એ મુલાકાત બાદ જ સહજાનંદે વડતાલ મંદિરમાં પોતાની મૂર્તિ હરિકૃષ્ણ મહારાજ નામે સ્થાપી, અને ત્યાંથી એ ટોળીમાં સનાતન ધર્મના સર્વ દેવી દેવતા ઉપર જિસસ જેવા એક નવા સર્વોપરી ઇશ્ર્વર તરીકે સહજાનંદ સ્વામીને સ્થાપવાની કવાયત શરૂ થઈ ગઈ. ક્રમશ: એવા પુસ્તકો લખાયા, વચનામૃતમાં પણ એવી વાતો આવવા લાગી. વગેરે. તો, આ આખા સનાતન ધર્મ વિરૂધ્ધના અંગ્રેજોના ષડયંત્રનો લિખિત ઇતિહાસ છે. હવે જોઈએ કે એ ખ્રિસ્તી ઇશ્ર્વર જિસસને સહજાનંદે કેવી રીતે પોતાનામાં ભેળવ્યા? કારણકે 1822 માં જે વિલિયમ હોજ મિલ તેમને બાઈબલના વિવિધ પુસ્તકો આપી ગયો હતો, તેણે ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં રખાયેલ પોતાની ડાયરીમાં લખ્યું છે કે ’સહજાનંદે હિન્દુ ધર્મના શાસ્ત્રોનું પુન:અર્થઘટન કરી હિંદુ શાસ્ત્રોને શુદ્ધ કર્યા અને ખ્રિસ્તી – હિંદુ સંવાદ અને એકતાનો પાયો નાખ્યો.’ આ રીતે તેમને અંગ્રેજોએ હિંદુ સમાજના સુધારક કહ્યા છે. હવે આવીએ એ પુસ્તકો પર જે આ સમય પછી સહજાનંદ વિશે લખાયા. એમાં મુખ્ય છે તેમને શિક્ષાપત્રી લખી આપનાર બ્રાહ્મણ શતાનંદનું લખેલું તેમનું જીવન ચરિત્ર ‘સત્સંગી જીવન’.

સહજાનંદ સ્વામીએ જીસસને વાલીપુત્ર અંગદના વંશજ બતાવી તેના શિષ્ય અંગ્રેજ ગવર્નર માલ્કમને ધર્મ સ્થાપનાર રાજા કહ્યો અને તેની રાહ જોવાનું કહ્યું

સત્સંગી જીવનના બીજા પ્રકરણના ચોત્રીસમા અધ્યાયમાં સનાતન ધર્મના અનુયાયીઓ જેવા કે મહાકાળી, કાલભૈરવ અને શિવના ઉપાસકો કે જે સહજાનંદ અને તેમની ટોળીનો વિરોધ કરી રહ્યા છે તેમને અસુર કહેવાયા છે. ચોત્રીસમા અધ્યાયના પહેલા પાંચ શ્ર્લોકમાં લખ્યું છે કે ભગવાન શ્રીહરિ (સહજાનંદ) નો પ્રતાપ સહન ન થવાથી અસુર ગુરુઓ અને રાજાઓ ક્રોધે ભરાયા અને શ્રીહરિને મારવા પ્રેરણા કરી. આ ઇસ 1802 થી 1817 નો સમય છે જ્યારે અંગ્રેજો પેશવાઓને યેન કેન પ્રકારે હરાવી તેમનાથી ભારત હડપી રહ્યા છે. પચ્ચીસમા શ્ર્લોકથી સહજાનંદ સ્વામી તેમના ભક્તોને અંગ્રેજ ગવર્નર લોર્ડ માલ્કમના આગમન વિશે આશ્ર્વાસન આપવાનું શરૂ કરે છે. તેમાં તે કહે છે, ‘તમને દુ:ખ આપનાર અસુરોનો વિનાશકાળ નજીક આવ્યો છે. તમારો અપરાધ કરનાર શિવ તુલ્ય શક્તિશાળી હોય તો પણ પરિવાર સહિત નાશ પામે છે. (26- 27). આગળ 31મા શ્ર્લોકથી કહેવાય છે,

- Advertisement -

“હે સંતો! તમારા રક્ષણ માટે ભગવાનના અસાધારણ સંકલ્પથી વાયુ દિશામાંથી આ અસુર ગુરુઓ અને રાજાઓને શિક્ષા કરનાર કોઈ રાજા આવશે. તે ભગવાન રામચંદ્રજીએ કિપુરુષ ખંડના અધિપતિ તરીકે નિયુક્ત કરેલા વાલીપુત્ર અંગદના વંશમાં જન્મેલ પયગંબર ઇસુ (જેમને કેટલાક સ્થાને ’ઇશાન’ કહેવાયા છે) નો ઉપાસક છે, અને નાના રાજાઓને તાબે કરવાની કળામાં ચતુર છે. (32) તે છ ગુણોમાં અર્થાત સંધિ, વિગ્રહ, ુફફક્ષ, આસન, સંશ્રય, દ્વૈધીભાવમાં નિપુણ છે. સામ, દામ, દંડ ભેદ આ ચાર ઉપાયોમાં અને ઋણ દેવું, લેવું આદિ અઢાર પ્રકારના વ્યવહારમાં પણ નિપૂણ છે. (34) સ્વયં રાજા હોવા છતાં સુવર્ણ આદિ અલંકારોને છોડીને તપસ્વી જેવા વેશ રાખે છે, પોતાના ગુરુ ઈસુએ કહેલા દસ પ્રકારના સ્વધર્મનું સારી રીતે પાલન કરે છે. (37)
પછી 38 થી 42 મા શ્ર્લોકમાં અંગ્રેજ જેનું પાલન કરે છે તે દસ પ્રકારના ધર્મો (ખ્રિસ્તીઓના ઝયક્ષ ઈજ્ઞળળફક્ષમળયક્ષતિં) કહેવામાં આવ્યા છે. 1. એક ઇસુ સિવાય બીજો કોઇ દેવ નથી આ એમનો પ્રથમ ધર્મ છે, ર. સમર્થ તે ઇસુને વિષે જ પ્રેમ કરવો, 3. અસત્યવાદમાં ઇસુના ક્યારેય પણ સોગંદ ન લેવા. 4. રવિવારે રાત્રી દિવસ ઇસુની આરાધના કરવી અને વ્યવહારિક કાર્યમાં રજા રાખવી, 5. માતાપિતાને સદાય આદર આપી માનવાં, 6. કોઇ પણ મનુષ્યનો ઘાત ન કરવો, 7. પરસ્ત્રી સાથે વ્યભિચાર ન કરવો, 8. કોઇની કોઇપણ વસ્તુની ચોરી ન કરવી.

સહજાનંદે હિન્દુ ધર્મના શાસ્ત્રોનું પુન:અર્થઘટન કરી હિંદુ શાસ્ત્રોને શુદ્ધ કર્યા અને ખ્રિસ્તી – હિંદુ સંવાદ અને એકતાનો પાયો નાખ્યો: આ રીતે તેમને અંગ્રેજોએ હિંદુ સમાજના સુધારક કહ્યા છે

9. કોઇની ખોટી સાક્ષી ન પૂરવી, અને 10. લાંચ આદિ વડે પારકા ધનને લેવાની મનથી પણ ક્યારેય ઇચ્છા કરવી નહિ એ એમનો દશમો ધર્મ છે. (38-4ર)
પછી સહજાનંદ દ્વારા પોતાની ટોળીને આજ્ઞા કરાઈ છે, ’હે સંતો ! આ પ્રમાણે દશ પ્રકારના ધર્મોનું યથાર્થ પાલન કરતો તે ઉત્તમરાજા અધર્મીઓને શિક્ષા કરી તમારું સર્વ પ્રકારે રક્ષણ કરશે. (43) હે નિષ્પાપ સંતો ! એ રાજાનું આગમન ન થાય ત્યાં સુધી તમે સર્વે કોઇ ઓળખી ન શકે તેવા વેષને ધારણ કરો. કારણ કે, દેશકાળને અનુસારે વર્તન કરવું એ પણ એક પ્રકારની શાસ્ત્રની નીતિરૂપ ધર્મ જ છે.’ (44)
બસ, તો આ દૂધનું દૂધ અને પાણીનું પાણી છે. ખ્રિસ્તીઓના એ દસ કમાન્ડમેન્ટમાં ઈસુની જગ્યાએ સહજાનંદને એક સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન બતાવી હિંદુ ધર્મને અંદરથી એજ ખ્રિસ્તી અબ્રાહમિક મોડલમાં ફેરવવાનું આ અંગ્રેજોનું ષડયંત્ર છે જેનો હાથો એ સમયે સહજાનંદ સ્વામી અને તેમની ટોળી બની. દુર્ભાગ્યે એ ટોળીએ લખેલા એ ચોપડાઓને હિંદુ ધર્મના શાસ્ત્રો માનીને બ્રેઈન વોશ થયેલી કેટલીક પેઢીઓ ગુજરાતના હિન્દુઓમાં ઊભી કરી દેવાઈ છે. એમાં એ ભગવાધારી સ્વામીઓથી લઈને એ ગૃહસ્થ અનુયાયીઓ સુધી બધા પીડિત છે. જરૂર છે હિન્દુ સમાજ અને સનાતન ધર્મ સાથે થયેલા આ ઐતિહાસિક ષડયંત્રને ઓળખી, આપણા ભૂલ્યા ભટક્યા ગુજરાતી ભાઈ બાંધવોને આ જાળમાંથી છોડવવાનું કોઈ રીહેબ સેન્ટર ખોલવાની અને એ માટે કોઈ અભિયાન શરૂ કરવાની.
એક્સ્ટ્રા નોંધ: કાલુપુર ગાદીની જેતલપુર શાખાના પુસ્તક ‘શ્રી હરિલીલા સુધાકર’ પુસ્તકના પૃષ્ઠ 24-25 પર સહજાનંદની ટોળીને હેરાન કરતા અસુરો રૂપે સનાતન ધર્મના તમામ સંપ્રદાયો ઉપરાંત જૈન ધર્મના સાધુઓનો પણ ઉલ્લેખ છે. તે પુસ્તકના પૃષ્ઠ 25 પર અસુરો કોના કોના સ્વરૂપમાં પ્રવેશ કરેલ હતા તેનું વર્ણન આપતાં લખાયું છે કે, “તેમાં કેટલાક રામાનુજ સંપ્રદાયમાં, કેટલાક સૂર્ય ઉપાસકોમાં મધ્ય સંપ્રદાયમાં, કેટલાક વિષ્ણુમાર્ગમાં, કેટલાક કૂડાપંથમાં, કેટલાક કબીર પંથમાં, કેટલાક નાસ્તિકના માર્ગમાં તથા કેટલાક શાક્ત (શક્તિ)ના મતમાં આવી રીતે અનેક મતો, સંપ્રદાયો, પંથોમાં જુદા માર્ગોમાં વિશ્ર્વાસિધર્મમાં, જીવોપાસક ધર્મમાં, નિર્દેશિક સંપ્રદાયમાં પ્રવેશ કરતા હતા. ાા 12 ાા
તે અસુરો સંતપુરુષો અને ભગવાનના ભક્તો સાથે વેર રાખીને જુદા જુદા સંપ્રદાયો, ધર્મોમાં રહીને તેમાં ભળીને ખોટા આડંબરો કરીને મોક્ષ સંબંધી કાર્યો ભગવદ્ ભક્તિ આદિનો વિરોધ કરતા હતા. ાા 13 ાા
કંઠી માળાને ધારનારા વૈષ્ણવો, શૈવો આદિ સંપ્રદાયના જનો ઉર્ધ્વમૂંડુ તિલક, ચાંદલા, આદિનો શાકત મતવાળા કુડાપંથી, નાસ્તિકવાદી સર્વે ધર્મના દ્વેષી એવા તેઓ સર્વેની ખૂબ જ નિંદા કરતા હતા. ાા 15 ાા
તે સર્વે કબીરપંથી નાસ્તિકવાદી, જૈન મતવાળા ભગવાનના સાકાર સ્વરૂપનો અનેક યુક્તિ પ્રયુક્તિથી નિષેધ કરીને લોકોને માર્ગ ભુલાવતા હતા. અધર્મ તરફ વાળતા હતા. ાા 16 ાા”

 

You Might Also Like

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

રાજકોટમાં પ્રથમ વખત ન્યારી ડેમથી રામનાથ મહાદેવ મંદિર સુધી સનાતન કાવડ યાત્રા યોજાશે

લોકમેળામાં રાઈડમાં શોર્ટસર્કિટથી આગ લાગી : ફસાયેલા લોકોનું સફળ રેસ્ક્યુ કરાયું

TAGGED: Sanatana Dharma
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આગ લાગ્યા બાદ બોટ પલટી ગઈ, 148નાં મોત
Next Article પ.બંગાળમાં હિંદુઓની હત્યાઓ મામલે રાજકોટ સહિત ગુજરાતભરમાં વિરોધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
રાજકોટ

રમત માત્ર જીત-હાર કે સ્પર્ધા જ નથી, પરંતુ સ્વસ્થ જીવન જીવવાની ઉત્તમ રીત છે : કુલપતિ ડૉ. ઉત્પલ જોશી

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?