મહિલા સુરતમાં ભિક્ષાવૃત્તિ કરતી હતી: 7 દિવસ પહેલા તાલાલા આવી હતી
વધુ કાર્યવાહી માટે સંપૂર્ણ વિગતો સાથે અહેવાલ સરકારને મોકલાયો
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.26
ગીરના પાટનગર તાલાલા શહેરમાંથી શંકાસ્પદ ઝડપાયેલ મહિલા બાંગ્લાદેશી નાગરિક હોય પોલીસે મહિલાની અટક કરી આગળની કાર્યવાહી માટે સરકારને જાણ કરી છે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે તાલાલા શહેરમાં એક શંકાસ્પદ મહિલા મળી આવતા સઘન પૂછપરછ દરમિયાન આ મહિલા બાંગ્લાદેશી નાગરિક હોવાનું બહાર આવ્યું હતું. આ મહિલા અગાઉ સુરત ખાતે રહેતી હતી ત્યાં ભિક્ષાવૃત્તિ કરતી હતી.નિહારબાનુ બાબુલ બિશ્વાસ ઉ.વ.42, નામની બાંગ્લાદેશી મહિલા ભારત સરકારની મંજૂરી વગર અહીં રહેતી હતી તેના લગત પુરાવા એકત્ર કરી આ મહિલાને બાંગ્લાદેશ ડિપોર્ટ કરવા તાલાલા પી.આઈ.જે.એન ગઢવીએ આગળની કાર્યવાહી માટે સંપૂર્ણ વિગતો સાથે અહેવાલ સરકારને મોકલેલ છે.