By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિ મંત્રણા સફળ થશે? જે.ડી. વેન્સ પાકિસ્તાન જવા રવાના, ઈરાને કહ્યું- ‘વિદેશ મંત્રી-સંસદ અધ્યક્ષ હાલ તેહરાનમાં’
    3 hours ago
    મિડલ ઈસ્ટમાં અમેરિકાની પકડ ઢીલી પડી! ઈરાન સાથે 40 દિવસના યુદ્ધના કારણે વર્ષોની મહેનત પર પાણી
    3 hours ago
    ટ્રમ્પના લગ્ન જીવનમાં ભંગાણની અટકળો, એપસ્ટિન ફાઈલ્સ અંગે ફર્સ્ટ લેડી મેલેનિયાની પહેલી પ્રતિક્રિયા
    4 hours ago
    ટ્રમ્પ પર લગામ લગાવવાની તૈયારી! ઈરાન પર હુમલા પહેલા લેવી પડશે મંજૂરી, USની સંસદમાં આવી રહ્યો છે પ્રસ્તાવ
    1 day ago
    10 મિનિટમાં 100 એરસ્ટ્રાઈક, 250થી વધુના મોત, ઈરાન-અમેરિકા સીઝફાયરમાં ‘કાંટો’ બન્યું ઈઝરાયલ?
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે
    1 hour ago
    ઉત્તરપ્રદેશમાં SIR બાદ 2 કરોડ મતદારોના નામ કપાયા, ફાઈનલ વોટલ લિસ્ટ જાહેર
    2 hours ago
    જસ્ટિસ યશવંત વર્માનું આખરે રાજીનામું, ઘરે આગ લાગતા કરોડોની ‘બળેલી નોટો’ મળી હતી
    2 hours ago
    CCTVની દેખરેખમાં થશે બેલેટ મતદાન
    1 day ago
    ડ્રાઈવરો માટે મરાઠી ફરજિયાત
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    IPL-2026 : મેચ વિનર મુકુલ, 7માં ક્રમે આવીને મેચનું પાસું પલટી નાખ્યું, કોલકાતાના હાથમાંથી જીત ખેંચી લાવ્યો
    3 hours ago
    IPL 2026 વચ્ચે BCCIનું નવું ફરમાન: ચાલુ મેચમાં મેદાન પર ‘બિનજરૂરી ભીડ’ નહીં ચાલે!
    1 day ago
    રાજસ્થાનની IPL -2026માં સતત ત્રીજી જીત: મુંબઈને 27 રનથી હરાવ્યું
    2 days ago
    ‘ખાસ ખબર કપ-2026’ વજુભાઈ વાળાના હસ્તે ઉદ્દઘાટન
    2 days ago
    મુંબઈ ઈન્ડિયન્સની સૌથી મોટી નબળાઈ સામે આવી, IPLમાં સતત ગગડી રહ્યો છે ટીમનો ગ્રાફ
    2 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘ધૂરંધર 2’નો બોક્સ ઓફિસ પર ધમાકો: એક જ ભાષામાં 1000 કરોડ પાર કરનાર પહેલી ફિલ્મ બની…
    2 hours ago
    હોલિવૂડ સ્ટાર મેથ્યુ પેરી મોત કેસમાં ભારતીય મૂળની મહિલાને 15 વર્ષની સજા! કોર્ટમાં રડી પડી ‘કેટામાઇન ક્વીન’
    1 day ago
    હોલોગ્રામથી ફરી જીવંત બનશે સિદ્ધુ મૂસેવાલા: આ ટેક્નોલોજીથી કરશે લાઇવ પર્ફોર્મ, જાણો વિગત…
    3 weeks ago
    ધુરંધર 2′ એ રચ્યો ઇતિહાસ! એક જ દિવસમાં 200 કરોડની કમાણી કરી તોડ્યા તમામ રેકોર્ડ
    3 weeks ago
    ધુરંધર-2ની ધૂમ: ચોતરફથી આવતાં રીવ્યૂનો સાર: ધૂરંધર-2 અદ્ભૂત, અવિસ્મરણીય ફિલ્મ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    5 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    5 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    5 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    6 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    6 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    5 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    5 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    5 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    6 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    6 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જમીન અને આપણે: એક ગૂઢ સંબંધ!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Rajesh Bhatt > જમીન અને આપણે: એક ગૂઢ સંબંધ!
AuthorRajesh Bhatt

જમીન અને આપણે: એક ગૂઢ સંબંધ!

Khaskhabar Editor
Last updated: 2022/08/13 at 6:01 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

ભૂમિ એટલે કે જમીન આપણા કામને પ્રભાવિત કરી શકે છે?

સ્પેસ લેન્ડ એન્ડ સેલ્ફની આ લેખમાળામાં છેલ્લાં થોડાં અંકોની અંદર આપણે વાસ્તુ પ્રમાણે રેસિડેન્સીયલ કે કોમર્શિયલ જગ્યાની અંદર કઈ રીતે ગોઠવણી કરવી તે વિશે માહિતી મેળવી. આપણે સૌ જાણીએ છીએ તેમ આપણા શરીર પર આપણી રહેવાની કે કામ કરવાની જગ્યાનો સીધો સંબંધ છે. સાથોસાથ જે જમીન પર બાંધકામ નિર્માણ પામેલું છે કે જ્યાં આપણે રહીએ છીએ તે જમીનની પ્રકૃતિ પણ આપણી શારીરિક, માનસિક કે આર્થિક બાબતોની અંદર ખૂબ જ મોટો ભાગ ભજવતી જોવા મળે છે.

- Advertisement -

શરીરની અંદર જે પંચતત્ત્વો છે તે જ પંચતત્ત્વો આ વાતાવરણની અંદર રહેલા છે, અને તેની અંદરનું જો બેલેન્સિંગ બગડે છે તો શારીરિક કે માનસિક પીડાઓ આપણે સહન કરવી પડતી હોય છે. આજે આ વાતને થોડી વિસ્તારથી સમજીએ.
આ પંચતત્ત્વ એટલે કે જળ, અગ્નિ, પૃથ્વી, વાયુ અને આકાશ તત્ત્વ, જે વિશે આપણને વાસ્તુ, જ્યોતિષ કે પછી આયુર્વેદમાં પણ તેનો ઉલ્લેખ જોવા મળતો હોય છે.
આયુર્વેદની અંદર મુખ્યત્વે ત્રિદોષ અથવા ત્રણ પ્રકૃતિની વાત કરવામાં આવી છે. આ ત્રણ પ્રકૃતિ એટલે કે કફ, પિત્ત અને વાત (વાયુ.)

ભારતીય જીવનશૈલીની અંદર આ ત્રણેય પ્રકૃતિઓનું સંતુલન જાળવવા માટે અલગ-અલગ ઋતુઓની અંદર શરીરમાં થતાં ફેરફારોને આધીન આહાર લેવાની વાત કરવામાં આવી છે જેથી કરીને ઋતુ આધારિત રોગોથી આપણા શરીરને બચાવી શકાય. જો કે આ બધી વાતો માટે કોઈ આયુર્વેદના નિષ્ણાંતની મદદ લેવી જોઈએ. વાસ્તુના અનુસંધાનમાં ત્રિદોષ અંગે વિચારીએ તો આજે આપણે એ સમજીએ કે ભૂમિની અંદર કફ, પિત્ત અને વાયુ કેવી રીતે પોતાનો પ્રભાવ બતાવે છે? અને તેના આધારે ક્યા પ્રકારની પ્રવૃત્તિઓ ત્યાં કરવી? તે માટે આપણને નિર્દેશ આપે છે.

વાસ્તુ ગ્રંથોની અંદર કોઈપણ જમીન ખરીદતાં પહેલાં તેનું ભૂમિ પરિક્ષણ કરવાની વાત કરવામાં આવેલી છે. જેના માટે અલગ-અલગ રીતે ભૂમિની ચકાસણી કરવામાં આવતી હોય છે. જેની અંદર ભૂમિના રંગ, ભૂમિની ગંધ તથા ભૂમિના સ્વાદના આધારે એ નક્કી કરવામાં આવતું હોય છે કે ક્યા પ્રકારની પ્રવૃત્તિ માટે આ જગ્યા સુસંગત છે? અને ક્યા પ્રકારની પ્રવૃત્તિ અહીં ન કરવી જોઈએ.

- Advertisement -

હવે આ વાત ભૂમિ એટલે કે જમીનના અનુસંધાનમાં વિસ્તારથી સમજીએ. જ્યારે પંચતત્ત્વોમાંથી બે કે તેથી વધારે તત્ત્વોનું સંયોજન થાય છે ત્યારે કોઈ એક પ્રકૃત્તિ બને છે.
અગ્નિતત્ત્વ અને પાણીતત્ત્વના સંયોજનથી પિત્તપ્રકૃતિ નિર્માણ પામે જેમાં અગ્નિ વધારે છે અને પાણીનું પ્રમાણ ઓછું છે.
તેવી જ રીતે વાયુતત્ત્વ અને આકાશતત્ત્વના સંયોજનથી વાત એટલે કે વાયુ પ્રકૃતિનું નિર્માણ થાય છે. અને જળતત્ત્વ તથા પૃથ્વીતત્ત્વના સંયોજનથી કફ પ્રકૃતિનું નિર્માણ થાય છે. તથા આ પ્રકૃતિનો પ્રભાવ કોઈ એક પ્લોટ કે નાના વિસ્તાર પૂરતો મર્યાદિત ન હોતા શહેર કે પ્રદેશના ઘણાં વિસ્તારોને પ્રભાવિત કરતો હોય છે.

જેમ કે પિત્ત પ્રકૃતિ એ લડાયક વૃત્તિ ધરાવે છે અને લડાયકતાના ગુણને લઈને લોકો સારા રમતવીરો કે સૈન્યમાં સેવા આપતાં જોવા મળે છે. જેમ કે ભારતદેશની અંદર સારા કુસ્તીબાજો અને બોક્સર આપણને ઉત્તર દિશામાં રહેલા હરિયાણા અને પંજાબ પ્રાંતમાંથી મળેલા છે. એનો મતલબ એ નથી કે અન્ય રાજ્યમાં સારા બોક્સર કે કુસ્તીબાજ ન થઈ શકે, પરંતુ તે પ્રદેશની અંદર જે તત્ત્વ વિશેષ પ્રભાવી છે તે ત્યાંના લોકોની અંદર ચોક્કસ પ્રકારની પ્રવૃત્તિ કરવા માટે જુસ્સો અને જોમ આપે છે.

હવે જો વાત (વાયુ) પ્રકૃતિ વિશે વાત કરીએ તો વાયુ પ્રકૃતિ ધરાવતાં લોકોની અંદર કલ્પના શક્તિઓ અદ્ભુત જોવા મળતી હોય છે. જે સામાન્ય લોકો ન વિચારી શકે તે દિશાઓમાં તેઓ સહજતાથી વિચારી શકતાં હોય છે અને મૂળભૂત રીતે સર્જન સાથે સંકળાયેલા હોવાથી આર્ટ કે કળાના ક્ષેત્રમાં ઘણાં આગળ આવતાં જોવા મળે છે. ભૂમિના અનુસંધાનમાં સમજીએ તો ભારતના પૂર્વ પ્રદેશોમાંથી આપણને ઘણા ખ્યાતનામ સંગીતકાર ગાયકો, લેખકો અને ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકો મળ્યા છે તેથી કહી શકાય કે ત્યાંની ધરતી પર વાત (વાયુ) તત્ત્વનો પ્રભાવ રહેલો હશે.
કફ પ્રકૃતિ વિશે વાત કરીએ તો જે લોકો પર આ પ્રકૃતિનો પ્રભાવ હશે તે લોકોની અંદર મેનેજમેન્ટ સ્કિલ ઘણી સારી રહેશે અને તે લોકો વધુ સારી રીતે અને મજબૂતીથી દરેક વસ્તુનું સંચાલન કરી શકશે.

આ બધી પ્રકૃતિને થોડા નાના સ્વરૂપમાં જોઈએ તો આપણે ઘણી વખત જોયું હશે કે શહેરના કોઈ ચોક્કસ વિસ્તારમાં ફકત એક જ પ્રકારના વ્યવસાય સરખી રીતે ચાલી રહ્યા છે. જેમ કે ખાણીપીણીના વ્યવસાય કે સ્વાસ્થ્ય સંબંધી સેવાઓને લગતા વ્યવસાય. જ્યારે અન્ય વ્યવસાયોને તે ચોક્કસ વિસ્તારમાં સફળ થવા માટે ઘણો સંઘર્ષ કરવો પડતો હોય છે.

કહેવાનો મતલબ એ વિસ્તારની ભૂમિની એક પ્રકૃતિ છે જે ચોક્કસ વ્યવસાયને લાભ આપી રહી છે. આમ જોઈએ તો વાસ્તુ વિષય ખૂબ જ ગહન અને વૈવિધ્યસભર છે અને જે તે જગ્યા સાથે તેના માલિકની પ્રકૃતિને મેચ કરી સાનુકૂળ ઊર્જાને સ્થાપિત કરવામાં આવે તો અકલ્પનીય પરિણામ મળી શકે છે.
પંચતત્ત્વ અને ત્રિદોષ વિશે વાત કરીએ તો હજુ ઘણું લખી શકાય. જે વિશે અવસર મળીએ ચર્ચા કરીશું.
ફરી મળીશું આવતાં શનિવારે આવી જ નવી કોઈ વાસ્તુ ઊર્જા સંબંધી વાત સાથે….

રોજ-બરોજનાં જીવનમાં વાસ્તુ સંબંધી મૂંઝવતા પ્રશ્ર્નો વિશે આપ 77191 11555 પર વ્હોટ્સએપ કરી પ્રશ્ર્ન પૂછી શકો છો. અમે દર શનિવારે શક્ય તેટલાં પ્રશ્ર્નોનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું.

You Might Also Like

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

‘ધ કેરાલા સ્ટોરી-2’ અને ‘બેહદ’ ફિલ્મની ચર્ચા:

વૈશ્ર્વિક રાજનીતિના ચાણક્ય એસ. જયશંકર

TAGGED: astro, LAND
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેતાળ ધરા ઉપર સંગીતની લીલીછમ્મ ઘરોહર એટલે ઓસમાણ મીર
Next Article ‘ખાસ-ખબર’: એક સુપરહિટ પ્રયોગ, એક સફળ સાહસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ધંધા માટે વ્યાજે લીધેલા 85 લાખ ચૂકવી દીધા છતાં ઉઘરાણી કરી ધમકી આપતાં વ્યાજખોરો

Khaskhabar Editor Khaskhabar Editor 49 minutes ago
તા. 11થી 13 સુધી રેસકોર્સ આર્ટ ગેલેરી ખાતે એન્જિનિયરિંગના વિવિધ પ્રોજેક્ટનું પ્રદર્શન
શિક્ષિકા અને વિદ્યાર્થી વચ્ચેના પ્રકરણમાં પીડિત મહિલાને અન્યાય?
ઑનલાઇન વીમામાં 82% ગ્રાહકો સાથે ફ્રોડ
સાતલપુર: હાજીપીરથી દર્શન કરી પરત ફરતાં પરિવારને કાળ ભેટ્યો; ટેન્કરની ટક્કરે એક જ પરિવારના 4ના મોત
‘ખાસ-ખબર કપ-2026’માં રોમાંચની રફતાર: ત્રીજા દિવસે ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને થ્રિલિંગ મુકાબલા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

આવો, આપણે સૌ સાથે મળીને ભારતની નારી શક્તિને સશક્ત કરીએ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

ભાજપાનો 46મો સ્થાપના દિવસ: 2 બેઠકથી શરૂ થયેલી સફર આજે 300ને પાર

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
Author

ઇન્ટરનેશનલ હેપ્પીનેસ ડૅ: સાચી ખુશી વહેંચવાથી વધે છે, સંગ્રહ કરવાથી નહીં

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?