By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    હોર્મુઝમાં ત્રણ મહિનાથી ફસાયેલું જહાજ દિશા આજે ગુજરાત પહોંચ્યું
    2 hours ago
    હોર્મુઝ-સ્ટ્રેટ 60 દિવસ માટે ફ્રી, ઈરાનને ₹28 લાખ કરોડનું વળતર
    1 day ago
    અમરિકા-ઇરાન શાંતિ કરાર : ઇઝરાયલ હજુ લડી લેવાના મૂડમાં
    1 day ago
    અતિ શક્તિશાળી અલ નીનો સક્રિય : હીટવેવ અને દુષ્કાળનો મોટો ખતરો
    2 days ago
    દુનિયામાં સંસાધનની અછત નથી પણ ભરોસાની અછત છે : વડાપ્રધાન નરેન્દ્ર મોદી
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
    16 minutes ago
    ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
    24 minutes ago
    રોકાણકારો ભોળા નથી, લાલચું છે : ઊંચા વળતરની લાલચે રોકાણ કરે અને પછી પોલીસને ધંધે લગાડે
    1 day ago
    રામ મંદિરમાં કાશીની જેમ CEOની નિમણૂક થઈ શકે
    1 day ago
    NEET રી-એક્ઝામને લઈને ભારતમાં ટેલિગ્રામ પર પ્રતિબંધ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 day ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    2 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    4 days ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    6 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    1 week ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    6 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    6 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    2 days ago
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    6 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    1 week ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    1 week ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > મનોરંજન > ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
મનોરંજન

‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા

Khaskhabar Editor
Last updated: 2026/06/19 at 3:01 PM
Khaskhabar Editor 43 minutes ago
Share
3 Min Read
SHARE

રંગા-બિલ્લાની પાપલીલા પર આધારિત સીરિઝમાં મેકર્સ જ પાપલીલા આચરી ગયા

રંગા-બિલ્લાનો ધર્મ બદલી નંખાયો, ઇન્સપેકટરની જાત બદલી નાંખી અને એક મુસ્લિમ ઈમાનદાર મહિલા પત્રકારનાં પાત્રને ઉમેરી દીધું !

- Advertisement -

પ્રાઈમ વીડિયો પર તાજેતરમાં રિલીઝ થયેલી વેબ સીરિઝ ‘રાખ’ સોશિયલ મીડિયા પર ભારે વિવાદ અને ચર્ચાનો વિષય બની છે. આ સીરિઝ વર્ષ ૧૯૭૮ના ચર્ચિત ‘રંગા-બિલ્લા’ હત્યાકાંડ પર આધારિત હોવાનું કહેવાય છે. વાસ્તવિક ઘટનામાં બંને મુખ્ય આરોપીઓ શીખ સમુદાયના હતા (કુલજીત સિંહ અને જસબીર સિંહ), પરંતુ સીરિઝમાં તેમને હિન્દુ નામ (બાબુ અને રજ્જો) આપીને એકને હરિયાણવી અને બીજાને મહારાષ્ટ્રીયન દર્શાવવામાં આવ્યા છે.

આ સીરિઝમાં બાળકોને બચાવવાનો પ્રયત્ન કરનાર પાત્રનું નામ બદલીને ‘સલીમ’ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત તપાસ અધિકારી તરીકે અલી ફઝલે એક દલિત પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી છે, જેના ઘરમાં ડો. બાબાસાહેબ આંબેડકરના ફોટા અને ‘જય ભીમ’ના નારા દર્શાવ્યા છે. તેમના મદદનીશ તરીકે એક મુસ્લિમ અધિકારીને અને પોલીસ દળમાં સૌથી નકામા હવાલદાર તરીકે ‘મિશ્રા’ અટક ધરાવતા એક બ્રાહ્મણ પાત્રને દર્શાવવામાં આવ્યા છે.
સોશિયલ મીડિયા પર લોકો જૂના પોલીસ રેકોર્ડ્સ ટાંકીને કહી રહ્યા છે કે ૧૯૭૮ના અસલી તપાસ પથકમાં વી. પી. ગુપ્તા, રામ ચંદર અને જે. એન. ચતુર્વેદી જેવા અધિકારીઓ સામેલ હતા, જેમના કોઈ પણ પાત્ર સાથે સીરિઝમાં દર્શાવેલ વિગતો મેળ ખાતી નથી.

સોશિયલ મીડિયા વ્યૂઅર્સ આ સીરિઝને ‘લેક્ટીસ પ્રોપેગન્ડા’ ગણાવી રહ્યા છે. વિવેચકોનું કહેવું છે કે સીરિઝમાં પાત્રો અને સામાજિક મુદ્દાઓને એવી રીતે દર્શાવવામાં આવ્યા છે કે વાર્તાનો મુખ્ય હેતુ અપરાધ પરથી હટીને જ્ઞાતિ અને સામાજિક ઓળખ પર કેન્દ્રિત થઈ જાય છે. આ ઉપરાંત સીરિઝમાં વાસ્તવિક ઘટનાઓ સાથે ઘણી છેડછાડ કરવામાં આવી છે. ઉદાહરણ તરીકે સીરિઝમાં અલી ફઝલ દ્વારા ભજવવામાં આવેલ મુખ્ય તપાસ અધિકારીને દલિત તરીકે તેમના સાથીને મુસ્લિમ તરીકે અને એક પ્રામાણિક પત્રકારને પણ મુસ્લિમ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે એક પોલીસકર્મીને બ્રાહ્મણ તરીકે દર્શાવીને તેમને નકારાત્મક પાત્ર (નેગેટિવ રોલ) તરીકે બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

- Advertisement -

સોશિયલ મીડિયા યૂઝર્સનું કહેવું છે કે વાસ્તવિક કેસમાં તપાસનું નેતૃત્વ વી. પી. ગુપ્તા, રામ ચંદર અને પોલીસ કમિશનર જે. એન. ચતુર્વેદી જેવા અધિકારીઓએ કર્યું હતું, જે વાસ્તવિકતા અને સીરિઝમાં દર્શાવવામાં આવેલી બાબતોમાં મોટો તફાવત છે. બીજી તરફ કેટલાક દર્શકોનું માનવું છે કે ફિલ્મ કે વેબ સીરિઝ બનાવતી વખતે નિર્માતાઓ પાસે પોતાની કલ્પના ઉમેરવાની ‘ક્રિએટિવ ફ્રીડમ’ (સર્જનાત્મક સ્વતંત્રતા) હોય છે. સાચી ઘટનાઓ પર આધારિત વાર્તાઓમાં પાત્રો અને પરિસ્થિતિઓમાં બદલાવ લાવી શકાય છે જેથી વાર્તા વધુ રસપ્રદ બની શકે. રાખ સીરિઝની આ ટીકાઓ ફરી એકવાર એ પ્રશ્ન ઉભો કરે છે કે સાચી ઘટનાઓ પર આધારિત ફિલ્મો કે સીરિઝમાં સર્જનાત્મક સ્વતંત્રતાની મર્યાદા કેટલી હોવી જોઈએ? ટીકાકારોનું માનવું છે કે જ્યારે કોઈ સીરિઝ સત્ય ઘટના પર આધારિત હોવાનો દાવો કરતી હોય ત્યારે તેણે ઐતિહાસિક તથ્યો સાથે સંતુલન જાળવવું જોઈએ અન્યથા તે દર્શકોમાં ખોટી માન્યતાઓ ફેલાવી શકે છે. ટૂંકમાં, આ સીરિઝ પોતાની વાર્તા કહેવા માટે વાસ્તવિક ઘટનાના પાત્રોની ઓળખ બદલવાને કારણે વિવાદનું કેન્દ્ર બની છે, જેને લઈને દર્શકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

You Might Also Like

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

`બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન

‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વરસાદની આગાહી મુદ્દે જયંત પંડ્યા – અંબાલાલ આમને સામને
Next Article ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આ તે કેવું ? : એક રાત માટે તારી પત્ની મારી અને મારી પત્ની તારી!

Khaskhabar Editor Khaskhabar Editor 51 seconds ago
પાવાગઢમાં લેન્ડસ્લાઇડ : ડુંગર પરથી પથ્થર ગબડતા 2 યાત્રિકના મોત, 5ને ઇજા
ઓડિશામાં ધો.1થી 8નાં પુસ્તકોમાં 1678 બ્લન્ડર
ચોમાસું અટક્યું : 4 જૂનથી 18 જૂન વચ્ચે દેશમાં 41% ઓછો વરસાદ
સોના-ચાંદીના ભાવમાં કડાકો : ચાંદી ₹2.31 લાખ પર પહોંચી, સોનામાં ₹3,152 ઘટાડો
ભાવનગર મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં 6 દોષિત વિદ્યાર્થી સસ્પેન્ડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

બોલીવુડ

કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
બોલીવુડ

એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
મનોરંજન

‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?