86 ઇમારત ધરાશાયી, 1500થી વધુ ઘરને નુકસાન
દક્ષિણ અમેરિકી દેશ કોલંબિયામાં સોમવારે રાત્રે આવેલા ૭.૪ તીવ્રતાના ભૂકંપથી અત્યાર સુધીમાં ૧૩૨ લોકોના મોત થયા છે. આ ઉપરાંત ૫૭૦ લોકો ઘાયલ થયા હોવાના સમાચાર છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, દેશભરમાં ૮૬ ઇમારતો . ધરાશાયી થઈ, જ્યારે ૧,૫૦૦ થી વધુ ઘરોને નુકસાન થયું છે. ૧૮ આરોગ્ય કેન્દ્રો અને પર શાળાઓને પણ નુકસાન થયું છે. આ ઉપરાંત ૭ એરપોર્ટ પર કામ રોકી દેવામાં આવ્યું છે. પાંચ શહેરોમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિએ ઇમરજન્સી કમિટીની બેઠક બોલાવીને રાહત અને બચાવ અભિયાનની દેખરેખ શરૂ કરી દીધી છે. પેરેરા શહેરમાં એકલા ૬૦ લોકોના મોત થયા છે. લગભગ ૫ લાખની વસ્તી ધરાવતું આ શહેર ભૂકંપના કેન્દ્રથી ૬૪ કિલોમીટરથી પણ ઓછા અંતરે છે. રાજધાની બોગોટા સહિત ઘણા શહેરોમાં પણ તીવ્ર આંચકા અનુભવાયા હતા. સાવચેતીના ભાગરૂપે લોકો ઇમારતોમાંથી બહાર નીકળીને રસ્તાઓ પર આવી ગયા. અમેરિકી ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (USGS) અનુસાર, ભૂકંપ સોમવારે સવારે લગભગ ૭:૩૪ વાગ્યે આવ્યો હતો. તેનું કેન્દ્ર ચોકો વિસ્તારમાં સાન જોસ ડેલ પાલમાર નજીક હતું. ભૂકંપની ઊંડાઈ ૧૦૭ કિલોમીટર હતી.




