કોર્ટે કહ્યું – બાળકોની સુરક્ષા નહીં, એન્ગેજમેન્ટ અને નફો પસંદ કર્યો, તેનાથી તેમની માનસિક સ્વાસ્થ્ય બગડ્યું
ન્યૂ મેક્સિકોની એક અદાલતે મેટા પર ૫૬૭ મિલિયન ડોલર એટલે કે ભારતીય રૂપિયામાં ૫૦૦૦ કરોડથી વધુનો દંડ ફટકાર્યો છે. આ આદેશ મેટાના પ્લેટફોર્મ્સના કારણે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર થયેલી ખરાબ અસર વિરુદ્ધ જારી કરવામાં આવ્યો છે. અદાલતે આ નિર્ણય કંપનીની જવાબદારી નક્કી કરતા સંભળાવ્યો છે. આ પહેલીવાર છે જયારે કોઈ રાજ્ય એક મોટી ટેક કંપની વિરુદ્ધ આ પ્રકારની કાર્યવાહી કરી છે.
- Advertisement -
ગુરુવારે મોડી રાત્રે આવેલા નિર્ણયમાં જજ બ્રાયન બીડશેઠે કહ્યું કે દંડની રકમનો મોટો હિસ્સો ૪૨૦ મિલિયન ડોલર યુવાનોની સારવારમાં ઉપયોગ થશે. બાકીની રકમ આગામી ૫ વર્ષ સુધી જાગૃતિ, નિવારણ, સ્ક્રીનિંગ સેવાઓ પર ખર્ચ કરવામાં આવશે. મેટાના પ્લેટફોર્મ્સ ઇન્સ્ટાગ્રામ-ફેસબુક પર બાળકોની સુરક્ષા અને માનસિક સ્વાસ્થ્યને લઈને લાંબા સમયથી સવાલો ઉઠી રહ્યા હતા. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે કંપનીના પ્લેટફોર્મ્સની બાળકો પર નકારાત્મક અસર પડી છે.
આ કેસ ન્યૂ મેક્સિકોના એટર્ની જનરલ રાઉલ ટોરેસે દાખલ કર્યો હતો. આરોપ હતો કે મેટાના ઇન્સ્ટાગ્રામ-ફેસબુક બાળકો માટે સુરક્ષિત નથી. કંપનીએ જાણી જોઈને આ જોખમોને અવગણ્યા. કંપની પર આરોપ લાગ્યો કે તેણે એલ્ગોરિધમને એવી રીતે ડિઝાઇન કર્યા છે કે તે બાળકોને ‘એડિક્ટિવ’ બનાવે છે. તેની અસરથી બાળકોમાં ડિપ્રેશન, ઇટિંગ ડિસઓર્ડર અને આત્મહત્યા જેવી સમસ્યાઓમાં વધારો થયો.
મુદ્દો ફક્ત મેન્ટલ હેલ્થ સુધી સીમિત ન હતો. તેમાં એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે મેટાના પ્લેટફોર્મ્સનો ઉપયોગ બાળ યૌન શોષણ અને બાળકોને ફસાવવા માટે કરવામાં આવી રહ્યો હતો, અને કંપનીએ આ ખતરા વિશે જાણતા હોવા છતાં નક્કર પગલાં લીધા ન હતા.
- Advertisement -
અત્રે નોંધનીય છે કે, Metaના CEO માર્ક ઝકરબર્ગે બુધવારે PM મોદીની ફેસબુક પોસ્ટ હટાવવાના મામલે ભારત સરકાર પાસે માફી માંગી છે. આ દરમિયાન કંપનીએ એ પણ સ્વીકાર્યું કે તેના પ્લેટફોર્મ પર ચાઈલ્ડ સેક્સ્યુઅલ એબ્યુઝ મટિરિયલ, ડીપફેક અને કન્ટેન્ટ મોડરેશન સંબંધિત ભૂલો થઈ છે.




