OTT પ્લેટફોર્મ પર તમામ રેકોર્ડ તોડનારી સુપરહિટ વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ હવે મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર
OTT પ્લેટફોર્મ પર તમામ રેકોર્ડ તોડનારી સુપરહિટ વેબ સીરીઝ ‘મિર્ઝાપુર’ હવે મોટા પડદા પર ધમાકો કરવા તૈયાર છે. મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ધમાકેદાર ટીઝર રિલીઝ કરી દેવામાં આવ્યું છે. ટીઝર સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ફેન્સનો ક્રેઝ સાતમા આસમાને પહોંચી ગયો છે. મિર્ઝાપુરની ગાદી, સત્તા અને લોહીયાળ દુશ્મનીનો નશો ફરી એકવાર દર્શકોના દિલ-દિમાગ પર છવાઈ જવાનો છે. મેકર્સે ટીઝર રિલીઝના એક દિવસ પહેલા તમામ કલાકારોના કેરેક્ટર પોસ્ટર્સ શેર કર્યા હતા, જેમાં કેપ્શન લખ્યું હતું- “ગદી હૈં તો હમ હૈં!”પંકજ ત્રિપાઠી, અલી ફઝલ અને દિવ્યેન્દુ ભયાનક અવતારમાં દેખાય છે. મિર્ઝાપુરની ગાદી માટે ત્રણેય વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ટીઝરમાં અલી ફઝલ અને દિવ્યેન્દુ પ્રભાવશાળી એક્શન સિક્વન્સ કરતા જોવા મળે છે.આ ફિલ્મમાં દર્શકોને મોટી સરપ્રાઈઝ આપવામાં આવી છે. ‘પંચાયત’ ફેમ જીતેન્દ્ર કુમાર આ ફિલ્મમાં ‘બબ્લુ પંડિત’ ના આઇકોનિક રોલમાં જોવા મળશે. આ સિવાય ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશનની પણ આ યુનિવર્સમાં એન્ટ્રી થઈ છે, જે કહાનીમાં એક નવો વળાંક લાવશે. પૂર્વાંચલની ગલીઓથી લઈને રાજસ્થાનના રણ સુધી ફેલાયેલી આ વાર્તા પહેલા કરતા પણ વધુ ભયાનક અને લાર્જર-ધેન-લાઈફ હોવાની ખાતરી આપે છે.ફિલ્મની સ્ટોરી પૂર્વાંચલના એવા અંધકારમય સામ્રાજ્યની છે જ્યાં કોઈ કાયદો ચાલતો નથી. અહીં માત્ર અખંડાનંદ ત્રિપાઠી ઉર્ફે ‘કાલીન ભૈયા’નું રાજ ચાલે છે. આ મૂવી વર્ઝન વર્ષ 2018માં શરૂ થયેલા સીઝન 1ના સમયગાળા સાથે જોડાયેલું રહેશે, પરંતુ તેમાં એક તદ્દન નવો અને અત્યાર સુધી ન સાંભળેલો અધ્યાય મોટા પડદા પર રજૂ કરવામાં આવશે. ફિલ્મમાં આ કલાકારો ઉપરાંત અભિષેક બેનર્જી, રસિકા દુગ્ગલ, મોહિત મલિક, શીબા ચઢ્ઢા, રાજેશ તૈલંગ અને શ્વેતા ત્રિપાઠી જેવા દિગ્ગજ કલાકારોની લાંબી ફોજ જોવા મળશે.




