ભારતના ધનિકો હવે ખાનગી જેટ કરતાં પણ ખરીદી રહ્યા છે મોંઘુ ઘર
ઉદ્યોગસાહસિક માનવ સરદાના આજકાલ સૌથી વધુ ચર્ચામાં રહેલા વ્યક્તિ છે. તેમણે તાજેતરમાં ₹૨૭૧ કરોડમાં એક ભવ્ય પેન્ટહાઉસ ખરીદ્યું છે. આ સમાચારમાં સૌથી રસપ્રદ બાબત ખર્ચ કરાયેલી રકમ નથી, પરંતુ હકીકત એ
છે કે આ ઘર દરિયા કિનારાના શહેર મુંબઈમાં સ્થિત નથી. માનવ સરદાનાએ દિલ્હીને અડીને આવેલા ગુરુગ્રામના ગગનચુંબી ઈમારતોમાં આ કરોડો રૂપિયાનું ઘર ખરીદ્યું છે. તેમનું પેન્ટહાઉસ ગુરુગ્રામના પોશ પ્રોજેક્ટ “DLF The
Dahlias’માં આવેલું છે. આ જ પ્રોજેક્ટમાં પ્રખ્યાત રોકાણકાર મધુસુદન કેલાએ પણ આશરે રૂ.૧૨૧ કરોડમાં એક વૈભવી એપાર્ટમેન્ટ ખરીદ્યું હતું. તેમના ઉપરાંત બર્કશાયર હેથવેના વાઇસ ચેરમેન અજિત જૈને પણ ઉકઋઝવય
ઉફવહશફતમાં રૂ.૮૫ કરોડમાં એક ઘર ખરીદ્યું હતું. ૨૦૨૫ના આંકડાઓ પર નજર કરીએ તો, ગુરુગ્રામે રૂ.૧૦ કરોડ અને તેથી વધુ કિંમતના ઘરોના વેચાણમાં મુંબઈને પાછળ છોડી દીધું. ૨૦૨૫માં ગુરુગ્રામમાં રૂ.૧૦ કરોડથી વધુ
કિંમતના ૧૪૯૪ ઘર વેચાયા હતા, જે કુલ રૂ.૨૪૧૨૦ કરોડ હતા. આ આંકડો ૨૦૨૩માં નોંધાયેલા રૂ.૪૦૦૪ કરોડ કરતા લગભગ છ ગણો વધારે છે. દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં પણ ભાડાના ઘરોની માંગ એટલી ઊંચી છે કે
ત્યાંના બંગલાઓનું ભાડું દર મહિને રૂ.૨૦ લાખ સુધી પહોંચી ગયું છે.
- Advertisement -
મુંબઈનું વર્ચસ્વ યથાવત્
ગુરુગ્રામ લક્ઝરી હાઉસિંગ માર્કેટમાં ઝડપથી વિકાસ પામી રહ્યું હોવા છતાં જ્યારે રૂ.૧૦૦ કરોડથી વધુ કિંમતના સુપર-લક્ઝરી ઘરોની વાત આવે છે ત્યારે મુંબઈ નિર્વિવાદ રાજા રહે છે. ફક્ત વરલી વિસ્તારમાં જ છેલ્લા ૨૪
મહિનામાં રૂ.૪૦ કરોડથી વધુ કિંમતના ૩૦ થી વધુ ઘરો વેચાયા છે. આ સોદાઓની કુલ કિંમત રૂ.૫૫૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે. મુંબઈના કેટલાક મોટા સોદાઓ પર નજર કરીએ તો આશ્ચર્યજનક આંકડા બહાર આવે છે.
૨૦૨૫માં, USV ચેરપર્સન લીના ગાંધી તિવારીએ વર્લીના નમન ઝાના પ્રોજેક્ટમાં રૂ.૬૩૯ કરોડના મૂલ્યના બે સી-ફેસિંગ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદ્યા. પ્રખ્યાત બેંકર ઉદય કોટક અને તેમના પરિવારે મુંબઈના શિવ સાગર
વિસ્તારમાં રૂ.૪૦૦ કરોડથી વધુ કિંમતના અનેક એપાર્ટમેન્ટ ખરીદ્યા. તાન્યા દુબાશે ૨૦૨૫માં નમન ઝાનામાં રૂ.૨૨૬ કરોડમાં એક ડુપ્લેક્સ અને ૨૦૨૬માં રૂ.૨૯૪ કરોડથી વધુ કિંમતના બે વધુ એપાર્ટમેન્ટ ખરીદ્યા.
સસ્તા ઘરોનું સ્વપન અધૂરું
આ બધા વચ્ચે રૂ.૨૦ કરોડથી ઓછી કિંમતના બજારમાં એક અલગ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ૨૦૨૬ના પહેલા ભાગમાં રૂ.૧ કરોડથી વધુ કિંમતના ઘરો કુલ ઘર વેચાણના ૫૪% હતા. સૌથી વધુ વેચાણ રૂ.૧-રૂ.૨ કરોડ
સેગમેન્ટમાં થયું હતું, જેમાં ૫૦૪૮૮ ઘર વેચાયા હતા. પરંતુ વાર્તાની બીજી બાજુ સામાન્ય માણસ માટે થોડી ચિંતાજનક છે. રૂ.૫૦ લાખથી ઓછી કિંમતના પરવડે તેવા ઘરોના વેચાણમાં ૧૫ ટકાનો ઘટાડો થયો છે.




