By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    4 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 week ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 weeks ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
    20 hours ago
    મોંઘવારીનો ડામ : આજથી 19 કિલોવાળા કોમર્શિયલ બાટલામાં રૂ.70 સુધીનો વધારો
    20 hours ago
    ડાન્સર પ્રેમિકા પાછળ IDFCના મેનેજરે બૅન્કના 657 કરોડ ડૂબાડી દીધાં
    21 hours ago
    ફલાયદુબઈની ફલાઇટની ઘટના : ભારતીય પાયલટે બચાવ્યા 180 મુસાફરના પ્રાણ
    21 hours ago
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
    20 hours ago
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    3 days ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    6 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 week ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor
Last updated: 2026/07/27 at 2:10 PM
Khaskhabar Editor 2 months ago
Share
3 Min Read
SHARE

આધુનિકતા તરફ વધુ એક કદમ : રાજકોટમાં ‘પ્રોસિક્યૂશન સેલ’ બનાવાશે

ગંભીર ગુનાઓમાં દોષસિદ્ધિનું પ્રમાણ વધે અને કોર્ટમાં મજબૂત રજૂઆત થાય તે માટે રાજકોટ શહેર પોલીસ સમગ્ર ગુજરાતમાં સૌ પ્રથમ વખત કાનૂની કાર્યવાહી માટે સીબીઆઈ જે રીતે કામ કરી રહી છે તેવું મોડલ અપનાવીને ‘પ્રોસિક્યૂશન સેલ’ શરૂ કરવાની તૈયારીમાં છે. આ સેલ DCP ક્રાઇમ હેઠળ કાર્યરત રહેશે અને શહેરના તમામ પોલીસ મથકોમાંથી એક-એક અધિકારીને તેની સાથે જોડવામાં આવશે.

- Advertisement -

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું કે, તપાસ અને કોર્ટ કાર્યવાહી વચ્ચે અસરકારક સંકલન ઊભું કરીને ગંભીર ગુનાઓમાં આરોપીઓને કાનૂની છટકબારીનો લાભ ન મળે તે દિશામાં આ પહેલ કરવામાં આવી રહી છે. હાલમાં આ અંગેનો એડિશનલ પોલીસ કમિશનરે તૈયાર કરેલા પ્રોજેક્ટ રિપોર્ટનો અભ્યાસ ચાલી રહ્યો છે અને ટૂંક સમયમાં તેના પર સહી કરી અમલવારી કરાશે. નવી વ્યવસ્થા હેઠળ માત્ર ચાર્જશીટ દાખલ કરવી જ નહીં, પરંતુ કેસ કોર્ટમાં પહોંચે તે પહેલાંથી જ ફરિયાદી, મુખ્ય સાક્ષીઓ, તપાસ અધિકારી અને સરકારી વકીલ વચ્ચે સુનિયોજિત સંકલન કરવામાં આવશે. સાક્ષીઓની જુબાની દરમિયાન ગૂંચવણ ન સર્જાય, દસ્તાવેજી ખામીઓ સમયસર દૂર થાય અને કોર્ટમાં કેસ વધુ અસરકારક રીતે રજૂ થઈ શકે તે માટે દરેક કેસનું પૂર્વ આયોજન કરવામાં આવશે.અગાઉ રાજ્ય સરકારે દરેક જિલ્લામાં ગંભીર ગુનાઓના કેસ માટે એક-એક પોલીસ અધિકારી નિયુક્ત કરવાનો પ્રયોગ કર્યો હતો. જોકે ગૃહ વિભાગના સ્તરે જરૂરી અનુસરણ અને મોનિટરિંગના અભાવે તે વ્યવસ્થા લાંબો સમય ટકી શકી નહોતી. રાજકોટ પોલીસ હવે વધુ સુવ્યવસ્થિત અને જવાબદારી આધારિત મોડલ અમલમાં મૂકી રહી છે.પોલીસ વર્તુળોમાં માનવામાં આવે છે કે રાજકોટનો આ પ્રયોગ સફળ રહેશે તો રાજ્યના અન્ય પોલીસ કમિશનરેટ અને જિલ્લાઓમાં પણ આ મોડલ અમલમાં મૂકવામાં આવી શકે છે. ગંભીર ગુનાઓમાં ઝડપી અને અસરકારક ન્યાય સુનિશ્ચિત કરવા રાજકોટ પોલીસની આ પહેલ સમગ્ર ગુજરાત માટે એક નવો માપદંડ બની શકે છે.

આ રીતે પ્રોસિક્યૂશન સેલ કામગીરી કરશે
તમામ પોલીસ મથકમાંથી એક અધિકારીની નિમણૂક.
DCP ક્રાઇમ હેઠળ કેન્દ્રીય સંકલન.
ફરિયાદી, સાક્ષી અને સરકારી વકીલ સાથે પૂર્વ તૈયારી.
ચાર્જશીટ પહેલાં અને પછી કાનૂની ખામીઓની સમીક્ષા.
દોષસિદ્ધિનું પ્રમાણ વધારવા સતત મોનિટરિંગ.

ખૂન, લૂંટ, ધાડ, દુષ્કર્મ, ગુજસીટોક જેવા ગુના પર પ્રોસિક્યૂશન સેલ આપશે વિશેષ ધ્યાન
આ સેલ ખાસ કરીને ખૂન, લૂંટ, ધાડ, દુષ્કર્મ, GUJCTOC અને POCSO જેવા ગંભીર ગુનાઓ પર વિશેષ ધ્યાન આપશે. અનેક વખત મજબૂત તપાસ હોવા છતાં તકનીકી ખામીઓ, સાક્ષીઓ ફરી જવા અથવા કોર્ટમાં નબળી રજૂઆતને કારણે આરોપીઓને રાહત મળી જતી હોય છે. નવી વ્યવસ્થામાં આવી ખામીઓને અગાઉથી જ ઓળખીને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાના માર્ગદર્શન અને એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકની દેખરેખ હેઠળ અમલમાં આવનારી આ વ્યવસ્થા ઘણી હદે CBIના પ્રોસિક્યૂશન મોડલ પરથી પ્રેરિત હોવાનું માનવામાં આવે છે. તપાસ અધિકારી અને સરકારી વકીલ વચ્ચે સતત સંકલન રહે તે આ મોડલનું સૌથી મહત્ત્વનું પાસું છે.

- Advertisement -

You Might Also Like

બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત

સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ

શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એકાઉન્ટન્ટ સાથે ₹4.12 કરોડની ઓનલાઇન છેતરપિંડી

રાજકોટમાં આર્થિક ભીંસ દૂર કરવા 100 અને 500ની નકલી નોટો છાપનાર અશિક્ષિત કિશન સોલંકીની ધરપકડ

રાજકોટના નાગેશ્વરમાં યુવક અને સુભાષનગરમાં વૃદ્ધાએ જીવનલીલા સંકેલી લીધી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગ્લાસગોમાં ભારતીય વેટલિફ્ટર્સનો દબદબો : મીરાબાઇ ચાનુએ ગોલ્ડની હેટ્રિક સાથે રચ્યો ઇતિહાસ
Next Article ગુજરાતના રમતવીરો નશાના રવાડે, ખેલાડીઓની વધુ ઊર્જા મેળવવા શરીર સાથે ‘રમત’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ શિક્ષણ સમિતિના સભ્યોની નિમણૂક બાદ ભાજપમાં ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
નિરમા યુનિ.નાં છાત્રોનો કાળાં કપડાં પહેરી વિરોધ
રાજકોટના ઐતિહાસિક લાખાજીરાજ માર્કેટનું રીનોવેશન ઝડપથી થશે : સ્ટેન્ડિંગ ચેરમેન પરેશ પીપળીયા
સહિયર ક્લબનો ‘સહિયર રાસોત્સવ’ 26મા વર્ષમાં પ્રવેશઃ રેસકોર્સમાં 11 ઓકટોબરથી રમઝટ બોલાશે
UPIને ચાર્જેબલ બનાવવાના વિરોધમાં દેશભરમાં કાલે નો-UPI ડે
ભારતે પહેલીવાર 400+ રન ચેઝ કરી ઇતિહાસ રચ્યોઃ ગિલની ફાસ્ટેસ્ટ ડબલ સેન્ચુરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

શેરબજારમાં ઊંચા વળતરની લાલચ આપી એકાઉન્ટન્ટ સાથે ₹4.12 કરોડની ઓનલાઇન છેતરપિંડી

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?