અભદ્ર-વિકૃત ટિપ્પણીથી દેશમાં રાહુલ વિરુદ્ધ રોષ
નવી દિલ્હીમાં યોજાયેલાં કાર્યક્રમમાં રાહુલ અને સંદીપ દિક્ષિતે હદ વટાવી
- Advertisement -
રાજકારણમાં વિરોધ કરવો, સરકારની નીતિઓની ટીકા કરવી અને સત્તાધીશોને પ્રશ્નો પૂછવા એ વિપક્ષનું કર્તવ્ય છે પરંતુ જ્યારે દેશના મુખ્ય વિરોધ પક્ષના નેતા ગંભીર રાષ્ટ્રીય મુદ્દાઓને હાસ્ય અને મિમિક્રીના માધ્યમથી રજૂ કરે છે, ત્યારે તેમની રાજકીય ગંભીરતા પર પ્રશ્નો ઊભા થાય છે. નવી દિલ્હીમાં યોજાયેલા કોંગ્રેસના કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની વિદેશ નીતિની ટીકા કરતી વખતે વડાપ્રધાનની મિમિક્રી કરી હતી. સાથે જ મંચ પર કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને ગળે લગાવીને વ્યંગ કર્યો હતો. આ ઘટનાએ કાર્યકરોને ભલે મનોરંજન પૂરું પાડ્યું હોય પરંતુ દેશના સૌથી મોટા વિપક્ષના નેતાની ભૂમિકાને અનુરૂપ આ વર્તન હતું કે
નહીં તે ચર્ચાનો વિષય બન્યો છે.
કાર્યક્રમમાં બોલતા રાહુલ ગાંધીએ વિદેશ નીતિ અંગે પ્રહાર કરતા જણાવ્યું કે ‘ખબર નહીં ક્યાંથી Sમના મગજમાં ઘૂસી ગયું કે ગળે પડવું એ જ વિદેશ નીતિ છે.’ આ દરમિયાન તેમણે કોંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને મંચ પર સામે બોલાવીને જોરથી ગળે લગાવી લીધા હતા. આ દ્રશ્ય જોઈને હોલમાં હાજર લોકો હસી પડ્યા હતા.
રાહુલ ગાંધી જ્યારે ગળે લગાવી રહ્યા હતા ત્યારે સંદીપ દીક્ષિતે વચ્ચે જ રોકીને રમુજી અંદાજમાં પૂછ્યું કે, ‘મેલોની સમજીને તો નથી પકડ્યો ને?’ આ સવાલ સાંભળીને હોલમાં ઠહાકા ગુંજી ઉઠ્યા હતા અને રાહુલ ગાંધીએ હસતા જવાબ આપ્યો હતો કે edi ‘ના, હું હજુ સુધી ત્યાં નથી પહોંચ્યો.’ આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
દેશની વિદેશ નીતિ કોઈ રમૂજનો વિષય નથી. આંતરરાષ્ટ્રીય સંબંધો, રાષ્ટ્રીય સુરક્ષા અને વૈશ્વિક મંચ પર ભારતની પ્રતિષ્ઠા જેવા મુદ્દાઓ પર તર્ક, દલીલ અને વૈકલ્પિક દૃષ્ટિકોણ રજૂ થવો જોઈએ. માત્ર કટાક્ષ અને મિમિક્રી દ્વારા રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ ગંભીર ચર્ચાને હળવી બનાવી દે છે.
રાહુલ ગાંધી વારંવાર સરકાર પર પ્રહાર કરવા માટે વ્યંગાત્મક ભાષા અને નાટકીય અભિવ્યક્તિનો સહારો લેતા જોવા મળે છે. પરંતુ દેશની જનતા આજે મનોરંજન કરતાં વધુ જવાબદારીપૂર્ણ અને તથ્યાધારિત રાજકારણની અપેક્ષા રાખે છે. વિપક્ષ પાસે જો વિદેશ નીતિ અંગે ખરેખર ગંભીર વાંધા હોય, તો તેને સંસદ અને જાહેર મંચો પર મજબૂત દલીલો સાથે રજૂ કરવા જોઈએ.




