By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    1 day ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    1 day ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    2 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    2 days ago
    અમેરિકામાં પણ રેવડી!
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    1 day ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    1 day ago
    કાલથી બ્રિક્સ સમિટ
    2 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    2 days ago
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > સ્પોર્ટ્સ > બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
સ્પોર્ટ્સ

બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ

Khaskhabar Editor
Last updated: 2026/08/03 at 2:45 PM
Khaskhabar Editor 1 month ago
Share
6 Min Read
SHARE

ગ્લાસગોમાં કોમનવેલ્થ ગેમ્સ 2026નો ભવ્ય સમાપન : 2030માં અમદાવાદ બનશે યજમાન

નીરજ ચોપરા, પી.ટી. ઉષા અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સ્વીકારી સીડબલ્યુજી મશાલ

- Advertisement -

શિવ તાંડવ, વંદે માતરમના નાદ ગુંજયા : `જુગલબંધી’થી સ્કોટલેન્ડમાં ભારતીય સંસ્કૃતિનો જાદુ છવાયો

13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ ભારતના નામે હવે એશિયન ગેમ્સ પર નજર

1930માં કેનેડાના હેમિલ્ટનથી શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2030માં 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે

- Advertisement -

સ્કોટલેન્ડના ગ્લાસગો શહેરમાં 11 દિવસ સુધી ચાલેલા કોમનવેલ્થ ગેમ્સ 2026નો ‘ઓવો હાઇડ્રો એરિના’ ખાતે ભવ્ય અને રંગારંગ ક્લોઝિંગ સેરેમની સાથે સમાપન થયું છે. ઓસ્ટ્રેલિયન સિંગર ડેલ્ટા ગુડરેમ અને કેમી બાર્ન્સના શાનદાર પર્ફોર્મન્સ સાથે શરૂ થયેલાં આ સમારોહમાં 74 દેશોનાં એથ્લેટ્સ પોતપોતાનાં રાષ્ટ્રીય ધ્વજ સાથે સ્ટેજ પર આવ્યાં હતાં. જેમાં ભારતની ફ્લેગબેરર બોક્સર જૈસ્મીન લામ્બોરિયા રહી હતી. આ ઐતિહાસિક ક્ષણે ગ્લાસગો દ્વારા સત્તાવાર રીતે કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને બેટન (મશાલ) ભારતને સોંપવામાં આવ્યાં હતાં. આ સાથે જ 2030માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સની 100મી શતાબ્દી આવૃત્તિની યજમાની માટે અમદાવાદનો સત્તાવાર માર્ગ મોકળો થઈ ગયો છે. આ સત્તાવાર હેન્ડઓવર સેરેમની દરમિયાન ભારતના સ્ટાર ભાલાફેંક ખેલાડી નીરજ ચોપરા, ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશન (IOA)ના પ્રમુખ પી.ટી. ઉષા અને ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સ્ટેજ પર ઉપસ્થિત રહીને કોમનવેલ્થ ગેમ્સનો ફ્લેગ અને મશાલ સ્વીકાર્યા હતા.

ગ્લાસગોના લોર્ડ પ્રોવોસ્ટ જેક્લિન મેકલરેન અને કોમનવેલ્થ સ્કોટલેન્ડના પ્રતિનિધિઓએ ફ્લેગ ઉતારીને તેને વિધિવત રીતે કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રમુખ ડો. ડોનાલ્ડ કાને આપ્યો હતો. ત્યારબાદ ડો. ડોનાલ્ડ કા દ્વારા આ સીડબ્લ્યુજી ફ્લેગ અને મશાલ ભારતની પ્રતિનિધિ ટીમને સુપ્રત કરવામાં આવ્યાં હતાં, જે સ્કોટલેન્ડથી ભારત તરફ યજમાનીની સત્તાવાર બદલી દર્શાવે છે. વર્ષ 2030માં યોજાનારી આ રમતોત્સવની આવૃત્તિ અત્યંત ખાસ રહેશે, કારણ કે 1930માં કેનેડાના હેમિલ્ટનથી શરૂ થયેલી કોમનવેલ્થ ગેમ્સ 2030માં પોતાનાં 100 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાએ સૌથી વધુ 5 વખત તથા કેનેડા અને સ્કોટલેન્ડ 4-4 વખત આ ગેમ્સનું આયોજન કરી ચૂક્યા છે. ઓસ્ટ્રેલિયા પછી ભારત એશિયા અને કોમનવેલ્થ રાષ્ટ્રોમાં એક કરતા વધુ વખત આ ગેમ્સનું આયોજન કરનારો બીજો દેશ બનશે. આ પહેલા ભારતે વર્ષ 2010માં નવી દિલ્હી ખાતે કોમનવેલ્થ ગેમ્સનું સફળ આયોજન કર્યું હતું, તે સિવાય 1951 અને 1982માં એશિયન ગેમ્સનું આયોજન પણ ભારતમાં થઈ ચૂક્યું છે.

સમાપન સમારોહમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને આધુનિક કળાનો અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો. ‘વંદે માતરમ’ના 150 વર્ષ પૂરા થવાના અવસરે પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી માનુષી છિલ્લરે સેંકડો કલાકારો અને દમદાર વિઝ્યુઅલ્સ સાથે ડાન્સ પરફોર્મન્સ આપ્યું હતું. આ ઉપરાંત ગુજરાતી ગાયિકા ભૂમિ ત્રિવેદીએ પોતાનાં પરફોર્મન્સથી કાર્યક્રમમાં ગરવી ગુજરાતની વિશેષ છાપ છોડી હતી. સમારોહમાં દર્શાવવામાં આવેલી એક અદભુત શોર્ટ ફિલ્મ દ્વારા અમદાવાદ અને ગુજરાતની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસત તથા રમતોત્સવ માટેની આધુનિક સજ્જતાને વૈશ્વિક મંચ પર રજૂ કરવામાં આવી હતી. ક્લોઝિંગ સેરેમનીમાં ભારત અને સ્કોટલેન્ડ વચ્ચેની ‘સાંસ્કૃતિક જુગલબંધી’ આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. પ્રખ્યાત સિતાર વાદક ઋષભ શર્માએ સ્કોટિશ બેગપાઇપર રોસ એન્સલી સાથે મળીને મંચ પર ‘શિવ તાંડવ સ્તોત્ર’ની અદભુત પ્રસ્તુતિ આપી હતી. સ્કોટિશ બેન્ડ એલિફન્ટ સેશન્સ અને અમેરિકન રેપર ડેવ ઇસ્ટના પર્ફોર્મન્સ બાદ બોલિવૂડનાં સંગીતકાર શંકર મહાદેવને તેમનાં પુત્રો સિદ્ધાર્થ અને શિવમ મહાદેવન સાથે ‘પરચમ લહરા દો’, ‘એ વતન’ અને ‘ભાગ મિલ્ખા ભાગ’ જેવા દેશભક્તિના ગીતોથી આખા સ્ટેડિયમને મંત્રમુગ્ધ કરી દીધું હતું.

આ વર્ષની ક્લોઝિંગ સેરેમનીની મુખ્ય થીમ ‘કનેક્શન’ અને ‘વસુધૈવ કુટુંબકમ’ (સમગ્ર વિશ્વ એક પરિવાર છે) રાખવામાં આવી હતી. સમારોહ દરમિયાન જેકી કેયની એક કવિતા પણ પઠન કરવામાં આવી હતી અને અસાધારણ ખેલદિલી દાખવવા બદલ પેરા-એથ્લીટ મેલાની વુડ્સને પ્રતિષ્ઠિત ‘ડેવિડ ડિક્સન એવોર્ડ’થી નવાજવામાં આવ્યા હતા. બ્રિટિશ રાજપરિવારના પ્રતિનિધિ અને પ્રિન્સ એડવર્ડ (ડ્યુક ઓફ એડિનબર્ગ) દ્વારા રમતોત્સવનું સત્તાવાર સમાપન જાહેર કરવામાં આવ્યું હતું અને તેમણે તમામ ખેલાડીઓની રમતદિલીના વખાણ કરતાં ચાર વર્ષ પછી અમદાવાદ ખાતે એકત્ર થવા માટે ભાવભીનું આહ્વાન કર્યું હતું.

ઇતિહાસમાં પ્રથમવાર તમામ 74 દેશોને પોતાનાં કસ્ટમાઇઝ્ડ બેટન અપાયા
આ વખતે કોમનવેલ્થ ઇતિહાસમાં પ્રથમવાર તમામ 74 દેશોને પોતાનાં કસ્ટમાઇઝ્ડ બેટન આપવામાં આવ્યાં હતાં. ગ્લાસગો ખાતે બેટન અને ફ્લેગના સત્તાવાર હસ્તાંતરણ સાથે જ હવે વિશ્વનું ધ્યાન અમદાવાદ પર કેન્દ્રિત થયું છે.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો શ્રેષ્ઠ દેખાવ : 39 મેડલ સાથે ચોથું સ્થાન
રમતગમતનાં પ્રદર્શનની વાત કરીએ તો ગ્લાસગો 2026માં ભારતે ખૂબ જ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય દળે 13 ગોલ્ડ, 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સાથે કુલ 39 મેડલ જીતીને મેડલ ટેલીમાં ચોથું સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ ગેમ્સમાં બોક્સિંગ અને એથ્લેટિક્સે ભારતની મેડલ રેસની આગેવાની કરી હતી, જેમાં લાંબા અંતરના દોડવીર ગુલવીર સિંહ બે મેડલ જીતનારા એકમાત્ર ભારતીય બન્યા હતા. 2022ના બર્મિંગહામ ગેમ્સની સરખામણીએ મુખ્ય રમતો રદ થઈ હોવા છતાં અને માત્ર 122 ખેલાડીઓની નાની ટુકડી હોવા છતાં ભારતે ખૂબ જ ઉત્કૃષ્ટ સચોટતા સાથે મેડલ મેળવ્યા હતા. બીજી તરફ, ગ્લાસગોમાં 39 ખેલાડીઓને મેડલ વિજેતા બનાવી સફળ અભિયાન પૂરું કર્યા બાદ હવે ભારતીય એથ્લેટ્સનું આગામી લક્ષ્ય આવતાં મહિને સપ્ટેમ્બરમાં જાપાન ખાતે યોજાનારી એશિયન ગેમ્સ રહેશે.

You Might Also Like

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે

નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article અમદાવાદના શાહપુરમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ
Next Article વિશ્વ હિંદૂ પરિષદની મહોત્સવ સમીતી દ્વારા જન્માષ્ટમી ભવ્ય શોભાયાત્રાની તૈયારી શરૂ : માર્ગદર્શક સમીતીની બેઠક યોજાઇ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

સર્વેશ્વર ચોક કા રાજા: રજવાડી થીમમાં બિરાજશે ગણપતિદાદા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
આજે 3 જિલ્લામાં અતિભારે અને 7 જિલ્લામાં ભારે વરસાદની આગાહી
સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

સ્પોર્ટ્સ

આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
સ્પોર્ટ્સ

ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
સ્પોર્ટ્સ

રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?