By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    3 hours ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    1 day ago
    થાઇલેન્ડમાં ધો.૯નાં વિદ્યાર્થીએ ઘરે દાદા-દાદીનું મર્ડર કર્યા બાદ સ્કૂલે જઇ ફાયરિંગ કર્યું : 3 ટીચર અને 3 સ્ટુડન્ટનો જીવ લીધો
    1 day ago
    ભારતના સૅફ હાર્બર કાનને ઝકરબર્ગને નતમસ્તક કર્યા
    1 day ago
    સ્પેસએક્સનું રોકેટ બેકાબૂ : આજે ચંદ્ર પર થશે વિસ્ફોટ
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
    3 hours ago
    હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
    3 hours ago
    દિલ્હી જળબંબાકાર : 16 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
    3 hours ago
    વરસાદ-ભૂસ્લખનને કારણે અમરનાથ યાત્રા જમ્મુમાં રોકાઇ
    3 hours ago
    ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 days ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    5 days ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    1 week ago
    કોમનવેલ્થ ગેમ્સ 2026 : શર્મિલા ધનખડે દેશને અપાવ્યો બીજો ગોલ્ડ
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    1 month ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 month ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    1 month ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    1 month ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    1 month ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 weeks ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 weeks ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    3 weeks ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor
Last updated: 2026/07/25 at 3:43 PM
Khaskhabar Editor 2 weeks ago
Share
5 Min Read
SHARE

અત્યારથી જ બે ડઝન જેટલાં નેતાઓ પોતાને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન માને છે !

વિદ્યાર્થી હિતની વાત જવા દો, બે અબજ રૂપિયાનાં તોતિંગ બજેટ પર સૌની નજર

- Advertisement -

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન – વાઈસ ચેરમેન અને સભ્યોની ચૂંટણી ગમે ત્યારે જાહેર શકે છે. આ કારણોસર કેટલાક અતિ ઉત્સાહી, પ્રજાસેવાના આવેશમાં ઊછળતા અને લક્ષ્મીજીના અનન્ય ભક્તો એવા નેતાજીઓ ચેરમેન બનવા માટે પગના તળીયા ઘસી રહ્યા છે!

શિક્ષણ સમિતિની કચેરીએ અત્યારે એવું દ્રશ્ય છે કે પરિણામ પહેલાં જ ગોળ-ધાણા વહેંચાઈ ગયા હોય તેમ કેટલાક મહાનુભાવો કચેરીએ પહોંચીને ચેરમેનની બેઠક વ્યવસ્થાની તપાસ કરી રહ્યા છે. ચેરમેન બનવા ચૂંટણી ફોર્મમાં કઈ-કઈ વિગતો ભરવાની છે, સહીઓ કોની મેળવવાની છે અને ચૂંટણી જીતવા માટે ગાંધીનગરથી લઈને સ્થાનિક આકાઓ સુધી કોની-કોની આગળ લુકિંગ-પુર્કિંગ (ભલામણ) કરી શકાય તેની તીવ્ર દોડધામ ચાલું છે.

હવે પ્રશ્ન એ થાય કે અચાનક શિક્ષણ પ્રત્યે આટલો બધો પ્રેમ, આટલી બધી તડપ અને આટલી બધી તપસ્યા શા માટે? શું આ નેતાજીઓને રાતોરાત રાજકોટની સરકારી પ્રાથમિક શાળાઓના ગરીબ બાળકોના ભવિષ્યની ચિંતા કોરી ખાવા લાગી છે? શું તેમને અચાનક એવું જ્ઞાન લાધું છે કે પ્રાથમિક શિક્ષણ સુધરશે તો જ દેશનો ઉદ્ધાર થશે? જો તમે એવું વિચારતા હો તો તમારું ભોળપણ દાદ માંગે તેવું છે. હકીકતમાં આ શિક્ષણપ્રેમ અને આતુરતા પાછળ પ્રાથમિક શાળાના નાના બાળકોનું વિદ્યાર્થીહિત નહીં પણ ૨ અબજ રૂપિયાનું મસમોટું બજેટ ચમકી રહ્યું છે. ૨ અબજ – એટલે કે ૨૦૦ કરોડ રૂપિયા!

- Advertisement -

શાળાના બાળકોના હાથમાં પેન્સિલ આવે કે ન આવે, પણ ચેરમેનના હાથમાં ૨ અબજના બજેટની ચાવી આવવી જ જોઈએ. આ બજેટમાં નવી શાળાઓના બાંધકામ, રિનોવેશન, બાંકડા, કમ્પ્યુટર, પુસ્તકો, ગણવેશ, સ્ટેશનરી અને વિવિધ સરકારી યોજનાઓના ટેન્ડરોનો એવો અખૂટ ખજાનો છુપાયેલો છે જેની સુવાસ માત્રથી જ નેતાજીઓનું હ્રદય શિક્ષણ સેવા માટે ગદ્દગદ થઈ જાય છે. સૌ જાણે છે કે, વિદ્યાર્થીઓનું હિત તો માત્ર સરકારી કાગળો અને પ્રેસનોટોમાં જ શોભે છે, સાચું હિત તો બજેટની ફાઈલોના પાના ફેરવવામાં રહેલું છે.

જે નેતાજીએ ક્યારેય પોતે પ્રાથમિક શાળાના ઓટલે પગ નથી મૂક્યો, જેમને શિક્ષણની નવી નીતિ કે અભ્યાસક્રમના ‘અ’થી ‘ણ’ સુધીની ખબર નથી, તેઓ પણ અત્યારે ગાંધીનગરમાં પોતાના પક્ષના કદાવર નેતાઓના ચરણસ્પર્શ કરીને ભલામણ પત્રો મેળવવાની સખત મહેનત કરી રહ્યા છે. કારણ કે તેમને ખબર છે કે શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવવી હોય કે ન લાવવી હોય પરંતુ પોતાની રાજકીય અને આર્થિક સમૃદ્ધિમાં ક્રાંતિ લાવવા માટે શિક્ષણ સમિતિના ચેરમેન પદની ખુરશીથી વધુ ઉત્તમ બીજું કોઈ પ્લેટફોર્મ નથી. હવે બે ડઝન જેટલા નેતાજીઓ અત્યારે મનોમન પોતાને આ ૨ અબજના બજેટના રાજા માની બેઠા છે. હવે જોવાનું એ રહે છે કે, ૨ અબજના આ સુવર્ણ બજેટની સેવા કરવાનો અમૂલ્ય મોકો પંડિત-પૂજારા જેવા ભ્રષ્ટ નેતાના મળશે કે પછી કોઈ ઈમાનદાર શિક્ષણપ્રેમીને મળે છે.

સ્વચ્છ છબી ધરાવતાં કર્મઠ, વરિષ્ઠ નેતાને ચેરમેન બનાવવાની જરૂર

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં છેલ્લી બે ટર્મમાં આવેલા ચેરમેન અતિ ભ્રષ્ટ પૂરવાર થયા હોવાથી ભાજપની છાપ બગડી છે. તેથી હવે શિક્ષણ સમિતિમાં સ્વચ્છ છબી ધરાવતા કર્મઠ, વરિષ્ઠ નેતાની ખાસ જરૂર છે. ખાસ મહત્વપૂર્ણ બાબત એ છે કે, હવે પછીના ચેરમેન મુકેશ દોશી કે માધવ દવેની કઠપૂતળી ન હોવા જોઈએ. શિક્ષણ સમિતિને એક બેદાગ અને ઈમાનદાર ઉપરાંત શહેર પ્રમુખના માનીતા ન હોય તેવા ચેરમેનની જરૂર છે.

મનપાના ‘કાજુ-કતરી કાંડ’ બાદ હવે શિક્ષણ સમિતિનું ‘બાંધકામ કાંડ’, શું નબળાં ભાજપ પ્રમુખ માધવ દવે દાખવશે રાજકીય ઈચ્છાશક્તિ?

રાજકોટ મહાનગરપાલિકામાં ડિમોલિશન દરમિયાન થયેલું કાજુ-કતરી હજી તો શહેરમાં ભારે ચર્ચામાં છે, ત્યાં જ હવે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની કચેરી ખાતે થયેલા શંકાસ્પદ અને ગેરરીતિભર્યા બાંધકામનો મુદ્દો ગરમાયો છે. મનપાના કાજુ-કતરી કૌભાંડથી શાસક પક્ષ અને વહીવટી તંત્રની છબી સામે જે સવાલો ઊભા થયા હતા તેનાથી પણ વધુ ગંભીર વિવાદ હવે શિક્ષણ સમિતિના પ્રશ્ને આકાર લઈ રહ્યો છે. ત્યારે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ માધવ દવે આ બાંધકામ કાંડને ઉઘાડું પાડીને કડક કાર્યવાહી કરી શકશે કે કેમ તે અંગે શહેરીજનો અને રાજકીય વર્તુળોમાં ભારે કૌતુક સર્જાયું છે. ઉલ્લેખનીય છે કે, દરેક બાબતે મૌન ધારણ કરી લેનારા માધવ દવે ચેરમેન પૂજારાના બાંધકામ કાંડની કડક તપાસ કરાવશે? તેમના જ પક્ષના જ કેટલાક આકાઓ અને વહિવટી અધિકારીઓ સાથે સંકળાયેલા આ બાંધકામ કાંડમાં શિક્ષણ સમિતિની અડધોઅડધ શાળાઓમાં રિનોવેશનમી જગ્યાએ નવેસરથી બાંધકામ કરી કરોડો રૂપિયા કટકટાવામાં આવ્યા હોવાની ફરિયાદ છેક હાઈકમાન્ડ સુધી પહોંચી છે. જો શિક્ષણ સમિતિમાં થયેલા બાંધકામના ખર્ચનું ઓડિટ કરવામાં આવે તો પણ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે.

You Might Also Like

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચીન-રશિયા યુદ્ધમાં આવશે તો પરિણામ ખરાબ હશે : ટ્રમ્પ
Next Article BJP-VHP અગ્રણી માવજીભાઇ ડોડીયાનો આજે જન્મદિવસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટ મધ્યસ્થ જેલના કેદીઓ માટે નશા મુક્ત જાગૃતિ સેમિનાર : કેદીઓએ નશામુક્ત ભારતના લીધા શપથ

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા
જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક
PM મોદીએ Gen-Z સાથે સંવાદ, દિલ્હી-IITમાં ડિગ્રી એનાયત કરી
ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
હિમાચલમાં બસ પલટી, 7નાં મોત : 15 ગંભીર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

થેલેસમિયા પીડિત બાળકોની મુશ્કેલી જોઈ ‘ચાર્લી ચેપ્લિન’ કાના કુબાવત રડી પડ્યા

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવ સમિતિના ઇનચાર્જ તરીકે પરેશ રૂપારેલીયા અને સહ ઇનચાર્જ તરીકે દિપક ગમઢાની નિમણૂક

Khaskhabar Editor Khaskhabar Editor 3 hours ago
રાજકોટ

78 પેઢીમાં તપાસ, 113 કિલો અખાદ્ય જથ્થો નાશ, 16 વેપારીને નોટિસ, રૂ.21,500નો દંડ, 4 નમૂના લેબમાં મોકલાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?