નીરજ જેવલિન થ્રો સ્પર્ધામાં ભારત તરફથી 2 મેડલ જીતનાર સૌપ્રથમ એથ્લેટ બન્યો
જેવલિન થ્રોમાં યશવીર સિંહે પણ શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો
- Advertisement -
કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬માં ભારતીય જેવલિન થોઅર્સે મેદાન પર અદભુત પ્રદર્શન કરીને દેશનું નામ રોશન કર્યું છે. ગ્લાસગોમાં રમાઈ રહેલી આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં પ્રતિકૂળ અને પડકારજનક હવામાન વચ્ચે પણ ભારતના સ્ટાર એથ્લેટ નીરજ ચોપડાએ શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો છે. ગોલ્ડ મેડલ ભલે ચૂકી ગયા હોય, પરંતુ આ સિલ્વર મેડલની સાથે જ નીરજ ચોપડાએ કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં એક મોટો અને અભૂતપૂર્વ રેકોર્ડ પોતાના નામે નોંધાવી દીધો છે. તે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં જેવલિન થો સ્પર્ધામાં ભારત તરફથી ૨ મેડલ જીતનારા સૌપ્રથમ એથ્લેટ બની ગયા છે. આ ઐતિહાસિક ક્ષણે ભારત માટે બેવડી ખુશી એ રહી કે ભારતના જ યુવા ખેલાડી યશવીર સિંહે પણ શાનદાર પ્રદર્શન કરી બ્રોન્ઝ મેડલ પર કબજો જમાવ્યો છે. આ ઐતિહાસિક ક્ષણ ભારત માટે એટલા માટે પણ ખાસ રહી કારણ કે કોમનવેલ્થ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વખત જેવલિન થોના પોડિયમ પર એક સાથે બે ભારતીય ખેલાડીઓ જોવા મળ્યા હતા. પ્રથમ વખત આ આંતરરાષ્ટ્રીય ટૂર્નામેન્ટ રમી રહેલા ભારતના યુવા ખેલાડી યશવીર સિંહે અદ્ભુત રમત બતાવી હતી. તેણે પોતાના અંતિમ પ્રયાસમાં ૮૫.૪૧ મીટરનો પોતાનો સર્વશ્રેષ્ઠ થો ફેંકીને બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો અને આખા દેશને ચોંકાવી દીધો હતો.
જૂડોમાં અસ્મિતા ડે અને હર્ષ સિંહે ગોલ્ડ જીત્યાં
ભારત માટે આ દિવસ જૂડોની રમતમાં ઐતિહાસિક રહ્યો હતો. મહિલાઓની ૪૮ સલ જૂડો કેટેગરીમાં અસ્મિતા ડેએ શાનદાર રમત રમીને ભારતના ઇતિહાસમાં કોમનવેલ્થ ગેમ્સનો પ્રથમ જૂડો ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ મેળવી છે. જ્યારે પુરુષોની ૬૦ સલ જૂડો ઇવેન્ટમાં હર્ષ સિંહે વિરોધી ખેલાડીને ૧૦-૦થી એકતરફી માત આપીને દેશને બીજો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. આ ઉપરાંત, મહિલાઓની ૫૭ સલ કેટેગરીમાં યામિની મૌર્યએ જોરદાર ટક્કર આપીને સિલ્વર મેડલ મેળવ્યો છે.




