જયેશ રાવરાણી : સ્પેશ્યલ સ્ટોરી
રાજકોટના અમિત રાઠોડ (MM) દ્વારા રામનાથ મહાદેવ મંદિરનો ભવ્ય કાયાકલ્પ
- Advertisement -
દાદાના આશીર્વાદથી કાર્ય સફળ થયું : શિવ ભક્ત અમિત રાઠોડ
રાજકોટ શહેરના લોકોની અખૂટ આસ્થા સાથે જોડાયેલા સ્વયંભૂ રામનાથ મહાદેવ મંદિરને શ્રાવણ માસની શરૂઆત પૂર્વે નવું અને સુવ્યવસ્થિત સ્વરૂપ આપવામાં આવ્યું છે. રામનાથ મહાદેવના પરમ ભક્ત અને મુખ્ય સેવક
અમિતભાઈ રાઠોડ ( m m ) ના માર્ગદર્શન હેઠળ છેલ્લા છ મહિનાથી મંદિર તથા સમગ્ર મંદિર પરિસરમાં સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી, જે હવે પૂર્ણ કરવામાં આવી છે. રામનાથ મહાદેવ મંદિર રાજકોટના પ્રાચીન
અને આસ્થાના મહત્વપૂર્ણ કેન્દ્રોમાં સ્થાન ધરાવે છે. ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ દરમિયાન ભગવાન રામનાથ મહાદેવના દર્શન અને પૂજા-અર્ચના માટે મોટી સંખ્યામાં ભાવિકો અહીં ઉમટી પડે છે. ભાવિકોની વધતી સંખ્યા
અને તેમને દર્શન દરમિયાન કોઈ અગવડતા કે પરેશાની ન થાય તે હેતુથી મંદિર પરિસરને વધુ સુવ્યવસ્થિત અને સુવિધાયુક્ત બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લાંબા સમયથી ચાલી રહેલી કામગીરી હવે પૂર્ણ
થતાં મંદિર પરિસરને નવું સ્વરૂપ મળ્યું છે.
શ્રાવણ માસની શરૂઆતના એક દિવસ અગાઉ તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી હોવાથી હવે ભાવિકો માટે મંદિર પરિસર તૈયાર છે. શ્રાવણ માસ દરમિયાન રામનાથ મહાદેવના દર્શન માટે રાજકોટ સહિત આસપાસના
વિસ્તારોમાંથી પણ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે. આ દરમિયાન ભાવિકોને દર્શન, પૂજા-અર્ચના તેમજ મંદિર પરિસરમાં અવરજવર કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે મંદિરને સુવ્યવસ્થિત બનાવવાના પ્રયાસો કરવામાં
આવ્યા છે. મુખ્ય સેવક અમિતભાઈ રાઠોડ ( m m )દ્વારા દાદાની સેવા અને ભાવિકોની સુવિધાને કેન્દ્રમાં રાખીને આ ભગીરથ કાર્ય હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવાયું છે. છ મહિના સુધી સતત ચાલેલી કામગીરી બાદ મંદિર
પરિસરને નવું રૂપ મળતાં શ્રાવણ માસમાં આવનારા ભાવિકો માટે પણ આ બદલાવ વિશેષ આકર્ષણનું કેન્દ્ર બનશે.
- Advertisement -
આ અંગે રામનાથ મહાદેવના પરમ ભક્ત અને મુખ્ય સેવક અમિતભાઈ રાઠોડ (m m )એ જણાવ્યું હતું કે, દાદાના આશીર્વાદથી આ કાર્ય સફળ થયું છે. રામનાથ દાદાની કૃપા અને આશીર્વાદથી મંદિર તથા મંદિર પરિસરને નવું
સ્વરૂપ આપવાનું કાર્ય પૂર્ણ થયું છે. હજુ પણ દાદાની કૃપાથી આગળ પણ મંદિર માટે વધુ કામ થતા રહેશે. આમ, શ્રાવણ માસના પાવન પર્વની શરૂઆત સાથે જ રામનાથ મહાદેવ મંદિર નવનિર્મિત સ્વરૂપમાં ભાવિકોના સ્વાગત
માટે સજ્જ બન્યું છે.




