By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    3 hours ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    3 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    4 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    5 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
    2 hours ago
    મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
    2 hours ago
    મણિપુર ફરી ભડકે બળ્યું
    3 hours ago
    આંખોના ઈશારે પેમેન્ટઃ જિયોએ Al ચશ્માં અને વેરેબલ્સ રજૂ કર્યા
    4 hours ago
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    3 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    5 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    6 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો
Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor
Last updated: 2026/06/09 at 4:00 PM
Khaskhabar Editor 4 months ago
Share
9 Min Read
SHARE

સેફટી એન્જિનિયરિંગ અને ભારતની ઔદ્યોગિક વાસ્તવિકતા

1650 ડિગ્રી તાપમાનના પીગળેલા સ્ટીલની ઝપેટમાં આવતા 9 શ્રમિકના કરુણ મોત

- Advertisement -

આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં આવેલા રાષ્ટ્રીય ઇસ્પાત નિગમ લિમિટેડ (પ્લાન્ટના ‘સ્ટીલ મેલ્ટિંગ શોપ-1’ (જખજ-1) યુનિટમાં તાજેતરમાં એક અત્યંત કરુણ દુર્ઘટના સર્જાઈ. કંટીન્યુઅસ કાસ્ટિંગ વિભાગમાં એક વિશાળ ક્રેન દ્વારા આશરે 1,500ઓઈ થી 1,600ઓઈ જેટલા અત્યંત ઊંચા તાપમાને પીગળેલું ધગધગતું પ્રવાહી સ્ટીલ એક પાત્રમાંથી બીજા પાત્રમાં લઈ જવામાં આવી રહ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન અચાનક ગંભીર ટેકનિકલ ખામી સર્જાઈ હતી. પ્રાથમિક અહેવાલો મુજબ ગરમ પ્રવાહીથી ભરેલી લેડલ સાથે અકસ્માત સર્જાયો, જેના પરિણામે પીગળેલું સ્ટીલ આસપાસના વિસ્તારમાં ફેલાઈ ગયું અને અનેક કામદારો તેની ઝપેટમાં આવી ગયા. ઘટનામાં નવ મજૂરોના મૃત્યુ થયા હતા, જ્યારે અન્ય ઘણા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. લગભગ 1650 ડિગ્રી સેલ્સિયસ તાપમાને રહેલી પીગળેલી ધાતુ સાથે સંકળાયેલી કોઈપણ દુર્ઘટના કેટલી ભયાનક હોઈ શકે તેની કલ્પના પણ ધ્રુજાવી મૂકે એવી છે.
સ્વાભાવિક છે કે આવી ઘટનાના સમાચાર સાંભળતાં જ સૌપ્રથમ મનમાં શોક અને સંવેદનાની લાગણી જન્મે. પરંતુ પ્રારંભિક આઘાત પછી એક બીજો પ્રશ્ન પણ ઊભો થાય છે. શું આવી દુર્ઘટનાઓને માત્ર કમનસીબ અકસ્માત ગણીને ભૂલી જવી જોઈએ? કે પછી તેની પાછળ રહેલા સુરક્ષા-સંબંધિત પ્રશ્નો, તકનીકી ખામીઓ અને વ્યવસ્થાગત ઊણપો વિશે પણ ગંભીરતાથી વિચારવું જોઈએ?
વિશ્વભરના ઔદ્યોગિક ઇતિહાસ પર નજર કરીએ તો વારંવાર એક વાત સ્પષ્ટ થાય છે કે મોટાભાગની મોટી દુર્ઘટનાઓ કોઈ એક ક્ષણની ભૂલનું પરિણામ નથી હોતી. તે ઘણીવાર જોખમોની અવગણના, અપૂરતી સુરક્ષાવ્યવસ્થા, માનવીય ભૂલો, તકનીકી ખામીઓ અને નબળી દેખરેખની લાંબી સાંકળનું અંતિમ પરિણામ હોય છે. 1984ની ભોપાલ ગેસ દુર્ઘટના હોય, પેટ્રોકેમિકલ પ્લાન્ટોમાં થયેલા વિસ્ફોટો હોય, ખાણોમાં સર્જાયેલા અકસ્માતો હોય કે વિશ્વના વિવિધ સ્ટીલ પ્લાન્ટોમાં બનેલી જાનહાનિ-દરેક ઘટનાએ એક જ પાઠ શીખવ્યો છે: સુરક્ષા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી; તે ઔદ્યોગિક પ્રક્રિયાનો અભિન્ન ભાગ છે.
આવા જ અનુભવો અને દુર્ઘટનાઓમાંથી ‘સેફટી એન્જિનિયરિંગ’ નામના વિશિષ્ટ ક્ષેત્રનો વિકાસ થયો છે. સેફટી એન્જિનિયરિંગ એ વિજ્ઞાન અને એન્જિનિયરિંગની એવી શાખા છે જે અકસ્માતો બની ગયા પછી તેમની તપાસ કરવા કરતાં, અકસ્માતો બનવાની શક્યતાઓને પહેલેથી ઓળખીને તેમને અટકાવવા પર ભાર મૂકે છે. કોઈ મશીનમાં ક્યાં ખામી સર્જાઈ શકે, કઈ પ્રક્રિયા જોખમી બની શકે, કયા તબક્કે માનવીય ભૂલ થવાની સંભાવના છે, અને જો કોઈ સુરક્ષા-સ્તર નિષ્ફળ જાય તો બીજું રક્ષણાત્મક સ્તર કેવી રીતે કાર્ય કરશે-આ બધા પ્રશ્ર્નોના વ્યવસ્થિત અભ્યાસ, આયોજન અને ઉકેલને સેફટી એન્જિનિયરિંગ કહેવામાં આવે છે.
ઔદ્યોગિક એકમોમાં જોખમોનું મૂલ્યાંકન કરવું, સુરક્ષા-પ્રણાલીઓની રચના કરવી, અકસ્માતોની સંભાવના ઘટાડવી અને માનવજીવન તથા સંપત્તિનું રક્ષણ સુનિશ્ચિત કરવું તેના મુખ્ય ઉદ્દેશ્યો છે. સ્ટીલ પ્લાન્ટ જેવા અત્યંત જોખમી ઉદ્યોગોમાં પીગળેલી ધાતુના સંચાલન માટે ઓટોમેટેડ સેફટી સિસ્ટમ્સ, રિયલ-ટાઇમ સેન્સર્સ, ફોલ્ટ-ટોલરન્ટ ક્રેન મિકેનિઝમ્સ, ઇમરજન્સી શટડાઉન વ્યવસ્થાઓ અને અસરકારક પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (ઙઙઊ) જેવી સુરક્ષા વ્યવસ્થાઓ વિકસાવવામાં આવે છે. તેનો મૂળભૂત સિદ્ધાંત એ છે કે જો કોઈ એક મશીન, સાધન કે પ્રણાલી નિષ્ફળ જાય તો પણ બેકઅપ અથવા ફેલ-સેફ વ્યવસ્થા તરત કાર્યરત થઈ જાય અને સંભવિત અકસ્માતને મોટી હોનારતમાં પરિવર્તિત થતો અટકાવી શકાય. એક સેફટી એન્જિનિયરનું કાર્ય માત્ર હેલ્મેટ, ગ્લોવ્સ કે ચેતવણીના બોર્ડ સુધી મર્યાદિત નથી. તે જોખમોનું મૂલ્યાંકન કરે છે, સલામત કાર્યપદ્ધતિઓ ઘડે છે.

કંપનીઓમાં ખર્ચ ઘટાડવાની માનસિકતાને કારણે અદ્યતન ઓટોમેટેડ મોનિટરિંગ સિસ્ટમ પાછળ પૂરતું રોકાણ થતું નથી

કર્મચારીઓની અછત, ઓવરટાઇમ અને થાકેલા શ્રમિકોના કારણે સ્ટીલ પ્લાન્ટ જેવા એકમોમાં જોખમ બમણું થાય છે

- Advertisement -

મશીનો અને પ્રક્રિયાઓની સુરક્ષા ચકાસે છે, કર્મચારીઓને તાલીમ આપે છે, આપત્તિકાલીન આયોજન તૈયાર કરે છે અને સમગ્ર સંસ્થામાં સુરક્ષા પ્રત્યેની જાગૃતિ વિકસાવવા પ્રયત્ન કરે છે. આધુનિક ઉદ્યોગોમાં તો સેફટી એન્જિનિયરો ઉત્પાદન શરૂ થાય તે પહેલાં જ પ્રક્રિયાઓનું વિશ્લેષણ કરીને સંભવિત જોખમોને દૂર કરવાની જવાબદારી નિભાવે છે.
વિકસિત દેશોમાં સુરક્ષાનો અભિગમ મોટા પ્રમાણમાં “ઙયિદયક્ષશિંજ્ઞક્ષ શત બયિિંંયિ વિંફક્ષ ભીયિ‘ના સિદ્ધાંત પર આધારિત છે. અનેક સ્થળોએ એવી વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે કે જ્યાં અત્યંત જોખમી પ્રક્રિયાઓ દરમિયાન માનવીય હાજરી જ ઘટાડી દેવામાં આવે. સ્વચાલિત સિસ્ટમો, રિમોટ ઓપરેશન, બહુસ્તરીય સુરક્ષા અવરોધો અને સતત જોખમ-નિરીક્ષણ દ્વારા અકસ્માતની શક્યતાઓને શક્ય તેટલી ઓછી કરવામાં આવે છે.
ભારતમાં સ્થિતિ થોડી વિરોધાભાસી છે. એક તરફ દેશ ઝડપથી ઔદ્યોગિક વિકાસ કરી રહ્યો છે. સ્ટીલ, પેટ્રોકેમિકલ, તેલ અને ગેસ, વીજ ઉત્પાદન, ખાણકામ, બાંધકામ, બંદરો અને માળખાકીય વિકાસના વિશાળ પ્રકલ્પો સતત વધી રહ્યા છે. બીજી તરફ સેફટી એન્જિનિયરિંગને હજુ પણ તેના વાસ્તવિક મહત્વ પ્રમાણે સ્થાન મળ્યું હોય એવું લાગતું નથી.
ભારતમાં ફેક્ટરી એક્ટ-1948 તથા ઓક્યુપેશનલ સેફટી એન્ડ હેલ્થ (ઘજઇં) સંબંધિત વિવિધ નિયમો અને ધોરણો અસ્તિત્વમાં છે. કાગળ પર જોવામાં આવે તો સુરક્ષાને લગતી જોગવાઈઓ ઘણી વખત પૂરતી અને વ્યાપક પણ જણાય છે. પરંતુ વાસ્તવિક સમસ્યા તેમના અસરકારક અમલમાં છે. ઘણી કંપનીઓ અને સરકારી ઔદ્યોગિક એકમોમાં સુરક્ષા-સંબંધિત પ્રક્રિયાઓ ઘણીવાર નિયમનકારી તપાસ અને ઓડિટ સુધી જ મર્યાદિત રહી જાય છે. કેટલીક જગ્યાએ ખર્ચ ઘટાડવાની માનસિકતાને કારણે અદ્યતન સુરક્ષા-વ્યવસ્થાઓ, આધુનિક મોનિટરિંગ સિસ્ટમ્સ અને સમયસરના મેન્ટેનન્સ પાછળ પૂરતું રોકાણ કરવામાં આવતું નથી, જેના પરિણામે જૂની અથવા વધુ જોખમકારક બની ગયેલી વ્યવસ્થાઓ પર લાંબા સમય સુધી નિર્ભર રહેવું પડે છે.
એવું નથી કે ભારતમાં સેફટી એન્જિનિયરો નથી કે સુરક્ષા-સંબંધિત કાયદા નથી. સમસ્યા ઘણીવાર તેમના પ્રભાવ, સત્તા અને સંસ્થાકીય પ્રાથમિકતાની હોય છે. ઘણી સંસ્થાઓમાં સુરક્ષા વિભાગને ઉત્પાદન, નાણાંકીય વ્યવસ્થાપન અથવા પ્રોજેક્ટ અમલીકરણ જેટલું મહત્વ મળતું નથી. અનેક વખત સેફટી ઓફિસરોની ભૂમિકા કાગળ પરના પાલન, ચેકલિસ્ટ અને ઓડિટ પૂરતી મર્યાદિત રહી જાય છે. પરિણામે સુરક્ષા એક જીવંત સંસ્કૃતિ બનવાને બદલે એક ઔપચારિક પ્રક્રિયા બની રહે છે. ઔદ્યોગિક સુરક્ષા વ્યવસ્થા નબળી પડવા પાછળનું એક મહત્વનું કારણ કુશળ સેફટી એન્જિનિયરોની અછત, સુરક્ષા વિભાગોમાં પૂરતા માનવબળનો અભાવ અને શ્રમિકોમાં સુરક્ષાપ્રત્યેની અપૂરતી જાગૃતિ પણ છે. વિશાખાપટ્ટનમની આ દુર્ઘટના પછી કેટલાક કામદાર સંગઠનોએ મેન્ટેનન્સની ખામીઓ, કર્મચારીઓની અછત અને વધારાના કામના બોજા અંગે પ્રશ્ર્નો ઉઠાવ્યા છે. જો આવા આક્ષેપોમાં તથ્ય હોય તો તે માત્ર એક તકનીકી નિષ્ફળતા નહીં, પરંતુ સમગ્ર સુરક્ષા-વ્યવસ્થાની ખામી ગણાય. કોઈપણ જોખમી ઉદ્યોગમાં થાકેલા કર્મચારીઓ, અપૂરતું મેન્ટેનન્સ અને સતત ઉત્પાદનનું દબાણ-આ ત્રણેયનું સંયોજન અકસ્માતની સંભાવનાઓને અનેકગણી વધારી દે છે.
સૌથી વધુ નોંધપાત્ર બાબત એ છે કે વિશ્ર્વના સૌથી મોટા ઔદ્યોગિક દેશોમાં સ્થાન મેળવવાની મહત્ત્વાકાંક્ષા ધરાવતા ભારતમાં સેફટી એન્જિનિયરિંગનું મહત્વ સતત વધી રહ્યું છે, છતાં તેના વાસ્તવિક મહત્ત્વના પ્રમાણમાં તેને હજુ પૂરતી વ્યાવસાયિક પ્રતિષ્ઠા અને પ્રાથમિકતા મળી નથી. લાખો કામદારો જોખમી ઉદ્યોગોમાં કાર્યરત હોવા છતાં સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતોને ઘણીવાર મર્યાદિત તકો, ઓછી વ્યાવસાયિક પ્રતિષ્ઠા અને નિર્ણય પ્રક્રિયામાં ગૌણ સ્થાન મળતું જોવા મળે છે. જ્યારે હકીકતમાં જોવામાં આવે તો એક સક્ષમ સેફટી એન્જિનિયર માત્ર અકસ્માતો જ નહીં, પરંતુ જાનહાનિ, આર્થિક નુકસાન, ઉત્પાદનના અવરોધ અને કાનૂની જવાબદારીઓ પણ અટકાવી શકે છે.
વિશાખાપટ્ટનમની આ દુ:ખદ ઘટના થોડા દિવસોમાં સમાચારપત્રોના પાનાંઓમાંથી અદૃશ્ય થઈ જશે. પરંતુ તેનો મૂળ પ્રશ્ર્ન યથાવત્ રહેશે. આપણે દરેક મોટી દુર્ઘટના પછી માત્ર શોક વ્યક્ત કરીને સંતોષ માનવાનો છે કે પછી સુરક્ષાને ખર્ચ નહીં પરંતુ રોકાણ ગણતી, અને સેફટી એન્જિનિયરિંગને ઔદ્યોગિક વ્યવસ્થાના કેન્દ્રમાં સ્થાન આપતી કાર્યસંસ્કૃતિ વિકસાવવાની છે? આ માટે માત્ર નવા નિયમો ઘડવા પૂરતા નથી. અકસ્માતો માટે મેનેજમેન્ટની જવાબદારી વધુ સ્પષ્ટ અને કડક બનાવવી, સ્વતંત્ર અને નિષ્પક્ષ સેફટી ઓડિટની વ્યવસ્થા મજબૂત કરવી, સેફટી એન્જિનિયરોને નિર્ણયપ્રક્રિયામાં વાસ્તવિક સત્તા આપવી અને સુરક્ષાના પ્રશ્ર્નોને ઉત્પાદન જેટલી જ પ્રાથમિકતા આપવી જરૂરી છે. જ્યાં સુધી સુરક્ષાને કાયદાકીય ફરજ કરતાં વધુ એક સંસ્થાકીય મૂલ્ય તરીકે સ્વીકારવામાં નહીં આવે, ત્યાં સુધી સેફટી એન્જિનિયરિંગ ઘણી જગ્યાએ ઔપચારિકતા બની રહેવાનો ભય રહેશે.
ઔદ્યોગિક ઇતિહાસનો સૌથી મોટો પાઠ એટલો જ છે કે અકસ્માતો અચાનક બનતા હોય છે, પરંતુ સુરક્ષા ક્યારેય અચાનક ઊભી થતી નથી; તેને વિચારપૂર્વક, આયોજનપૂર્વક અને સતત પ્રતિબદ્ધતા દ્વારા જ સ્થાપિત કરવી પડે છે.

You Might Also Like

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માળિયા હાટીના ખંભાળિયા ભાગવત સપ્તાહના ડાયરામાં નોટો ઉડાડવાના મામલે ફરિયાદ
Next Article હાઉસિંગ બોર્ડના 700થી વધુ જર્જરિત મકાન ખાલી કરવા મહાપાલિકાની નોટિસ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

1500 કિલો અખાદ્ય ચિકનનો જથ્થો ઝડપાયો: 3 લાખનો મુદ્દામાલ નાશ કરાયો

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાહુલ-ખડગે સાથે મુલાકાતનો CJI સૂર્ય કાંતનો સ્પષ્ટ ઈનકાર
મહુડામાંથી બનેલી શરાબનું ભારતીય બજારમાં આગમન
મણિપુર ફરી ભડકે બળ્યું
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળા, પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઈ ડોડીયાએ ડૉ.શ્યામા પ્રસાદ મુખર્જીને અર્પી ભાવાંજલિ
કલાક-બે કલાક રૂમ ભાડે આપતી હોટલો પર તવાઈનો આદેશ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
Hemadri Acharya Dave

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 5 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?