By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    શાંતિની વાતો વચ્ચે અમેરિકાની મોટી કાર્યવાહી, 1 અબજ ડૉલરના ક્રિપ્ટો ફંડ જપ્ત કરતા ઈરાન સંકટમાં
    1 day ago
    જેફ બેજોસની સ્પેસ કંપનીનું રોકેટ લોન્ચ પેડ પર જ ફાટયુ : પ્રચંડ વિસ્ફોટ
    2 days ago
    ઈરાન પરમાણુ હથિયાર છોડશે? શાંતિ કરાર માટે ટ્રમ્પની આ 3 શરતો નક્કી કરશે મિડલ ઈસ્ટનું ભવિષ્ય
    2 days ago
    લેબેનોન-ઈઝરાયલ યુદ્ધ: 300 ગામો ખાલી કરવા આદેશ, ‘કોમ્બેટ ઝોન’ જાહેર; મકાનો બન્યા કાટમાળ
    3 days ago
    અમેરિકામાં પેપર મિલમાં જોરદાર વિસ્ફોટ : કેમિકલ ટેન્ક ફાટતા અનેક લોકોના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઈરાનને ₹25 લાખ કરોડ રીક્ધસ્ટ્રક્શન ફંડ મળશે: અમેરિકી કંપનીઓ રોકાણ કરશે: રિપોર્ટ
    23 hours ago
    UP-બિહારમાં વાવાઝોડા અને વરસાદથી 48નાં મોત
    23 hours ago
    દિલ્હીમાં મોટું આતંકી કાવતરું નિષ્ફળ, ISIના 9 એજન્ટની ધરપકડ, હથિયારો કબજે લેવાયા
    1 day ago
    ‘નવા યુદ્ધ માટે ત્રણેય સેનાઓ એકજૂટ…’, ઈન્ડિયન આર્મી ચીફે ઓપરેશન સિંદૂર 2.0ના સંકેત આપ્યા
    1 day ago
    વધુ એક છબરડા બાદ NTA એ માફી માગી, CUET UG પરીક્ષામાં સર્વર ઠપ થતાં ભારે હોબાળો
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
    22 hours ago
    અમદાવાદમાં IPL ફિવર
    23 hours ago
    96 રન ફટકારવા છતાં ટીમને ફાઈનલમાં એન્ટ્રી ન મળતાં વૈભવ સૂર્યવંશી રડી પડ્યો, સ્ટાફે હિંમત આપી
    1 day ago
    IPL 2026: વૈભવ સૂર્યવંશી માટે ગુજરાત ટાઈટન્સનું ‘સિક્રેટ વેપન’ તૈયાર! કોચે કહ્યું- અમારી સ્ટાઈલ અલગ છે!
    2 days ago
    વૈભવના વાવાઝોડાંમાં SRH આખી તણાઇ ગઇ
    3 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    4 days ago
    Drishyam 3 જોયા પછી થિએટરમાં જ રડી પડ્યા સુપરસ્ટાર મોહનલાલ! ફેન્સ માટે લખી ભાવુક નોટ
    1 week ago
    ‘ફક્ત શ્વેત બાળકો જ જોઈએ..’, ચર્ચિત અભિનેત્રીએ રંગભેદ સહન કર્યો, કહ્યું- ઓડિશન પણ ન આપવા દીધું
    1 week ago
    અભિનેત્રીનું દર્દભર્યું જીવન, પતિએ તરછોડી, સલમાન ખાન સાથે કરી હતી ફિલ્મ, હવે ચાલીમાં રહેવા મજબૂર
    4 weeks ago
    યશની ‘ટોક્સિક’ ફિલ્મની રીલિઝ સતત બીજીવાર ઠેલવામાં આવી
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    6 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    6 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    7 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    7 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    7 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    7 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    7 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    7 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    8 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…
Hemadri Acharya Dave

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Khaskhabar Editor
Last updated: 2026/04/20 at 4:31 PM
Khaskhabar Editor 1 month ago
Share
14 Min Read
SHARE

2023થી 2026 સુધીનો વિકાસક્રમ અને વિવાદનું વિશ્ર્લેષણ

ભારતની લોકશાહી વ્યવસ્થામાં મહિલાઓના પ્રતિનિધિત્વનો મુદ્દો લાંબા સમયથી ચર્ચાનો વિષય રહ્યો છે. સંસદ અને વિધાનસભાઓમાં મહિલાઓની ભાગીદારી વધારવાની માંગ રાજકીય અને સામાજિક સ્તરે સતત ઉઠતી રહી છે, પરંતુ તે માટેનો કાનૂની માર્ગ અનેક દાયકાઓ સુધી અધૂરો રહ્યો. આ પૃષ્ઠભૂમિમાં 2023માં પસાર થયેલું ‘નારી શક્તિ વંદન અધિનિયમ’ એક ઐતિહાસિક પગલા તરીકે સામે આવ્યું, જેણે મહિલાઓને 33 ટકા અનામત આપવાનો માર્ગ ખોલ્યો-પરંતુ તેની અમલવારી સાથે જોડાયેલી શરતોને કારણે આ નિર્ણય તરત જ અસરકારક બની શક્યો નહોતો.
અલબત્ત, 2023માં જ્યારે ’નારી શક્તિ વંદન અધિનિયમ’ પસાર કરવામાં આવ્યો, ત્યારે તેની સૌથી મોટી મર્યાદા તેના અમલીકરણની શરતોમાં હતી. મૂળ બિલમાં સ્પષ્ટ જોગવાઈ હતી કે આ અનામત ત્યારે જ લાગુ થશે જ્યારે નવી વસ્તી ગણતરી (ઈયક્ષતીત) પૂર્ણ થાય અને તેના આધારે નવું સીમાંકન (ઉયહશળશફિંશિંજ્ઞક્ષ) કરવામાં આવે. ભારતની આગામી વસ્તી ગણતરી અને ત્યારબાદની સીમાંકન પ્રક્રિયામાં થનારા સંભવિત વિલંબને જોતા, આ કાયદો વ્યવહારિક રીતે 2034ની લોકસભા ચૂંટણી પહેલા લાગુ થવાની કોઈ શક્યતા નહોતી.
વર્તમાનમાં સરકાર આ બિલમાં જે મહત્વનું સંશોધન લઈને આવેલ, તેમાં સૌથી મોટો તફાવત એ હતો કે હવે સરકાર 2011ની વસ્તી ગણતરીને જ આધારભૂત ગણીને અનામત લાગુ કરવાની દરખાસ્ત લાવી. 2023ના મૂળ બિલમાં ’નવી વસ્તી ગણતરી’ની જે અનિવાર્ય શરત હતી, તેને આ સંશોધન દ્વારા હટાવવામાં આવી અથવા તેમાં છૂટછાટ આપવામાં આવી. આ ફેરફારને કારણે હવે નવી વસ્તી ગણતરી કે સીમાંકનની પ્રક્રિયા પૂર્ણ થાય ત્યાં સુધી રાહ નહીં જોવાની અને સંસદની સીટ 850 સુધી કરવાની દરખાસ્ત હતી કે જેમાં 2029ની ચૂંટણીથી મહિલા આરક્ષણ અમલમાં લાવવાની વાત હતી.
આમ, 2023ના મૂળ બિલ અને વર્તમાન સુધારા વચ્ચેનો પાયાનો તફાવત એ છે કે મૂળ બિલમાં અમલીકરણ વસ્તી ગણતરીના ભવિષ્યના આંકડાઓ પર નિર્ભર હતું (જે 2034 સુધી ખેંચાઈ શકે તેમ હતું), જ્યારે નવું સંશોધન 2011ના ઉપલબ્ધ ડેટાનો ઉપયોગ કરીને તેને 2029માં જ સાકાર કરવાનો પ્રસ્તાવ હતો.
પરિસીમન શું અને કેમ મહત્વપૂર્ણ?
પરિસીમન એટલે ચૂંટણી ક્ષેત્રોની સીમાઓને જનસંખ્યા આધારે ફરીથી નક્કી કરવી. લોકસભાની દરેક બેઠક એક નિશ્ચિત જનસંખ્યાનું પ્રતિનિધિત્વ કરે છે. વર્ષો દરમિયાન વસ્તીમાં ફેરફાર થતો રહે છે, તેથી સમયાંતરે સીમાઓ ફરી ગોઠવવાની જરૂર પડે છે.
મહિલા આરક્ષણના સંદર્ભમાં પરિસીમન એટલા માટે મહત્વપૂર્ણ બને છે કે કયા ક્ષેત્રોને મહિલાઓ માટે આરક્ષિત કરવાના તે નક્કી કરવા માટે નવી સીમાઓ જરૂરી ગણવામાં આવે છે. એટલે જ 2023ના કાયદામાં આ બંનેને સાથે બાંધવામાં આવ્યા. મહિલાઓ માટે 33% બેઠકો નક્કી કરવી હોય, તો પહેલેથી ચૂંટણી ક્ષેત્રોની સંખ્યા અને રચના સ્પષ્ટ હોવી આવશ્યક બને છે – અને આ જ પ્રક્રિયા પરિસીમન પૂરી કરે છે.
ભારતમાં છેલ્લી જનગણના (2011) દર્શાવે છે કે દેશની કુલ વસ્તીનો મોટો હિસ્સો માત્ર પાંચ રાજ્યો-ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશ-માં કેન્દ્રિત છે. આ હકીકતને આધારે લોકસભાની બેઠકો વસ્તી પ્રમાણે વધારવાનો વિચાર આગળ આવ્યો હતો, પરંતુ બિલ રજૂ થયા બાદ પસાર ન થઈ શકતા આ પ્રક્રિયા અત્યારે અધૂરી રહી છે. તેમ છતાં, આ પ્રસ્તાવને કારણે ઉભા થયેલા પ્રશ્નો અને ચર્ચાઓ યથાવત્ છે.
2026નું સત્ર અને નવી પરિસ્થિતિ
એપ્રિલ 2026માં કેન્દ્ર સરકારે સંસદનું ત્રિદિવસીય વિશેષ સત્ર બોલાવ્યું. આ સત્રમાં 2023ના કાયદાને ઝડપથી અમલમાં લાવવા માટે એક નવા બંધારણીય સુધારણા (131મું સુધારણ બિલ) રજૂ કરવામાં આવ્યું.

- Advertisement -

વસ્તીના આધારે બેઠકો વધે તો ઉ. ભારતમાં ભાજપને ફાયદો અને દક્ષિણનું પ્રતિનિધિત્વ ઘટવાની ચિંતા, પ્રાદેશિક સંતુલન જાળવવું કેન્દ્ર માટે મોટો પડકાર

સરકારનો દાવો હતો કે આ પગલું લીધા વગર મહિલા આરક્ષણ 2030 પછી જ અમલમાં આવશે, જ્યારે આ ફેરફારથી તે 2029ની લોકસભા ચૂંટણીમાં જ લાગુ થઈ શકે.
પરંતુ 17 એપ્રિલ 2026ના રોજ લોકસભામાં બંધારણીય સુધારણા માટે જરૂરી બે-તૃતિયાંશ બહુમતી સરકારને મળી નહીં અને આ બિલ પસાર ન થઈ શક્યું.
સરકારની ઉતાવળ પાછળના કારણો
સરકારની આ ઝડપને માત્ર પ્રાશાસનિક નહીં, પણ રાજકીય દ્રષ્ટિએ પણ સમજવી જરૂરી છે.
સૌ પ્રથમ, મહિલા મતદાતાઓનો વધતો પ્રભાવ. છેલ્લા કેટલાક વર્ષોમાં મહિલાઓનો મતદાનમાં ભાગ અને રાજકીય પ્રભાવ નોંધપાત્ર રીતે વધ્યો છે. મહિલા આરક્ષણને ઝડપી અમલમાં લાવવાનો પ્રયાસ સરકાર માટે નારી શક્તિના રાજકીય સંદેશ સાથે એમના વોટશેરની થિયરીને મજબૂત બનાવે છે.
બીજું મહત્વપૂર્ણ પાસું એ છે કે મહિલા આરક્ષણ લાગુ કરતી વખતે પુરુષ સાંસદોમાં ઊભો થતો સ્પષ્ટ રાજકીય અસંતોષ. અગાઉ જ્યારે મહિલા આરક્ષણ બિલ સંસદમાં રજૂ થયું હતું, ત્યારે માત્ર સિદ્ધાંત આધારિત વિરોધ જ નહીં, પરંતુ બેઠક ગુમાવવાના ભયને કારણે હંગામા, વિલંબ અને પરોક્ષ અવરોધો પણ જોવા મળ્યા હતા. રોટેશન સિસ્ટમ હેઠળ કોઈ પણ સાંસદની સેફ સીટ આગામી ચૂંટણીમાં આરક્ષિત બની શકે છે – આ હકીકતે ઘણા નેતાઓને અસ્વસ્થ બનાવ્યા હતા. આ પૃષ્ઠભૂમિમાં બેઠકોની સંખ્યા વધારવાનો વિચાર માત્ર પ્રાશાસનિક સુધારો નથી, પરંતુ એક વ્યૂહાત્મક રાજકીય પગલું તરીકે પણ જોવામાં આવે છે, જેથી આરક્ષણનો અમલ થાય અને સાથે સાથે હાલના સાંસદોના હિતોને એક અંશે સંતુલિત રાખીને વિરોધને નરમ પાડવામાં આવે.
આ સંજોગોમાં ઉત્તર અને મધ્ય ભારતના તે રાજ્યોમાં, જ્યાં વસ્તીનો વધારો વધુ રહ્યો છે, લોકસભાની બેઠકો વધે. આ વિસ્તારોમાં છેલ્લા કેટલાંક વર્ષોમાં ઇઉંઙનો પ્રભાવ મજબૂત હોવાથી, બેઠકો વધવાથી આ પ્રદેશોમાંથી વધુ પ્રતિનિધિત્વ મળે અને ઇઉંઙ માટે અનુકૂળ પરિસ્થિતિ ઊભી કરી શકે.
બીજી તરફ, દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં, જ્યાં વસ્તીનો વધારો નિયંત્રિત રહ્યો છે, ત્યાં બેઠકોનું પ્રમાણ સમાન રહેતું અથવા અનુપાતમાં ઘટતું. આ વિસ્તારોમાં ઇઉંઙનો પ્રભાવ તુલનાત્મક રીતે ઓછું હોવાથી સ્વાભાવિક રીતે સીટોનું આ સમીકરણ બીજેપીની ફેવરમાં જાય.
સાથે જ, પરિસીમન દરમિયાન નવા મતવિસ્તારો ઊભા થયા હોત અને જૂના મતવિસ્તારોની સરહદો બદલાઈ હોત.
આ બદલાવથી રાજકીય સમીકરણોમાં ફેરફાર આવ્યો હોત. ઇઉંઙ પાસે મજબૂત સંગઠન અને ગ્રાઉન્ડ લેવલની મશીનરી હોવાને કારણે, તે નવા વિસ્તારોમાં ઝડપથી પોતાનું નેટવર્ક વિસ્તારી શકી હોત, જે તેને વ્યૂહાત્મક રીતે લાભકારી બની શક્યું હોત.
અલબત્ત, ચૂંટણીના પરિણામો માત્ર પરિસીમન પર નહીં, સ્થાનિક મુદ્દાઓ, ઉમેદવારો અને મતદાતાઓના નિર્ણય પર પણ નિર્ભર રહેતાં
ચોથું, 2029ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજકીય તૈયારીઓ. જો મહિલા આરક્ષણ તે ચૂંટણીમાં લાગુ થાય, તો તે ચૂંટણીમાં રાજકીય રીતે લાભદાયક બની શકે છે. મહિલાઓના હિતચિંતક કે ઉદ્ધારક તરીકેનો પૂરો શ્રેય બીજેપીને મળે.
વિધાનસભા ચૂંટણીના સંવેદનશીલ સમયમાં આ બિલ રજૂ થવું માત્ર સંસદીય પ્રક્રિયા તરીકે નહીં, પરંતુ વિચારપૂર્વક ગોઠવાયેલા રાજકીય પગલા તરીકે પણ જોવામાં આવે છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, કેરળ અને અસમ જેવા રાજ્યોમાં નજીકના સમયમાં યોજાનારી ચૂંટણીઓના પરિપ્રેક્ષ્યમાં આ પહેલનું સમયનિર્ધારણ નોંધપાત્ર બને છે. આ રાજ્યોમાં મહિલા મતદારોની સક્રિય હાજરી અને રાજકીય પ્રભાવને ધ્યાનમાં લેતા, આ મુદ્દો ચૂંટણી ચર્ચાના કેન્દ્રમાં આવવાની શક્યતા વધુ છે.
આ સંદર્ભમાં આ મુદ્દો આવનારી વિધાનસભા ચૂંટણીઓથી લઈને લોકસભા ચૂંટણી સુધી ગુંજતો રહેશે અને તેના રાજકીય પડઘા વિપક્ષ માટે પડકારરૂપ બની શકે છે.
ચૂંટણી રાજકારણમાં મુદ્દાઓને લાંબા ગાળે જીવંત રાખવાની પદ્ધતિ અહીં પણ સ્પષ્ટ રીતે દેખાઈ આવે છે.
આ ઉપરાંત, આ પહેલ દ્વારા મતદારોના ધ્યાનને વિશિષ્ટ રીતે પ્રભાવિત કરવાનો પ્રયાસ પણ સમજાય છે-ખાસ કરીને મહિલાઓને સીધી રીતે સંબોધતા પ્રશ્ર્નો દ્વારા રાજકીય પસંદગીઓને દિશામાન કરવી. એટલે આ પગલું માત્ર તાત્કાલિક વિધાન પ્રક્રિયા નથી, પરંતુ મતદાનના વર્તનને પ્રભાવિત કરવાની વ્યાપક રાજકીય વ્યૂહરચનાનો એક હિસ્સો તરીકે પણ સમજાય છે.

2023ના બિલમાં 2034 સુધી રાહ જોવાની સ્થિતિ હતી, જ્યારે 2026ના સુધારામાં જૂના ડેટાથી 2029માં જ અમલની ગણતરી હતી; ઘઇઈ ક્વોટાના મુદ્દે પણ સરકાર ઘેરાઈ 

- Advertisement -

વિપક્ષનો વિરોધ: મુદ્દાવાર
અને વ્યવહારુ દ્રષ્ટિકોણ
વિપક્ષી પક્ષોનો વિરોધ એકતરફી નથી, પરંતુ તેમાં કેટલીક વ્યવહારુ ચિંતાઓ પણ સામેલ છે.
સૌ પ્રથમ, આરક્ષણને પરિસીમન સાથે જોડવાનો વિરોધ. વિપક્ષનું કહેવું છે કે જો રાજકીય ઇચ્છાશક્તિ હોય, તો વર્તમાન 543બેઠકોમાં જ આરક્ષણ તરત લાગુ કરી શકાય. જનગણના અને પરિસીમનની શરતો તેને અનાવશ્યક રીતે મોડું કરે છે.
ખર્ચ અને વહીવટી ક્ષમતાને લગતા મુદ્દાઓ પર વિરોધ પક્ષના અનેક નેતાઓએ ગંભીર સવાલો ઊભા કર્યા હતા. કાર્તી પી. ચિદમ્બરમે દલીલ કરી હતી કે સાંસદોની સંખ્યા 543થી વધારીને 850 કરવા છતાં શાસનમાં કોઈ ગુણાત્મક સુધારો થવાનો નથી, કારણ કે સાંસદો વહીવટી કાર્યકારી નથી અને એટલું મોટું સભામંડળ સંભાળવું વધુ મુશ્કેલ બની શકે. શશી થરૂરે પણ આ સમગ્ર પ્રક્રિયામાં ખર્ચ અને સંસાધનોની મર્યાદાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. રાહુલ ગાંધીએ આ પગલાને સરકારની પેનિક રિએક્શન ગણાવીને કહ્યું હતું કે જો ખરેખર ખર્ચ અને સમય બચાવવાનો ઉદ્દેશ હોય, તો 850 બેઠકોની રાહ જોવાને બદલે હાલની 543 બેઠકો પર જ તરત 33% આરક્ષણ લાગુ કરી શકાય. સાથે જ ઉખઊં સહિત અન્ય પ્રાદેશિક પક્ષોએ પણ સૂચવ્યું હતું કે નવા સાંસદોના પગાર, ભથ્થાં, રહેઠાણ અને સુરક્ષા પર થતો ભારે ખર્ચ કરદાતાઓ માટે અનાવશ્યક બોજ બની શકે, ખાસ કરીને ત્યારે જ્યારે દેશ મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યો છે. વિરોધ પક્ષનો સમૂહમાં મત એવો રહ્યો હતો કે લુટિયન્સ દિલ્હી વિસ્તારમાં વધારાના સાંસદો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપલબ્ધ નથી, જેના કારણે કરોડો રૂપિયાનું વધારાનો વહીવટી ખર્ચ ઊભોથઈ શકે.
બીજું, ઘઇઈ મહિલાઓ માટે અલગ ક્વોટાની માંગ. હાલના કાયદામાં માત્ર જઈ/જઝ માટે જ અનામત છે, જ્યારે ઘઇઈ માટે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી.
ત્રીજું, 2011ની જૂની જનગણનાના આંકડાઓ પર આધારિત પરિસીમનનો વિરોધ. વિપક્ષનું માનવું છે કે જૂના આંકડાઓ આધારે ચૂંટણી ક્ષેત્રો નક્કી કરવું યોગ્ય પ્રતિનિધિત્વ આપતું નથી.
ચોથું, ચૂંટણી નકશામાં રાજકીય હસ્તક્ષેપનો ભય પણ મહત્વનો મુદ્દો રહ્યો હતો. વિપક્ષે આ પ્રક્રિયાને લયિિુળફક્ષમયશિક્ષલ તરીકે રજૂ કર્યો હતો, એટલે કે મતવિસ્તારોની સરહદો એવી રીતે ગોઠવવાની શક્યતા કે જેમાં કોઈ ચોક્કસ પક્ષને રાજકીય લાભ મળે. તેમના મત મુજબ, પરિસીમન દરમિયાન વિસ્તારોને તોડીને કે જોડીને એવી રચના કરવામાં આવી શકે કે જ્યાં કોઈ પક્ષના સમર્થકો વધુ પ્રમાણમાં આવે અને તેને ચૂંટણીમાં ફાયદો થાય. ઉદાહરણ તરીકે, વિરોધી મતદારોને એક વિસ્તારમાં કેન્દ્રિત કરી તેમની અસર મર્યાદિત કરવી અથવા પોતાના સમર્થકોને અલગ-અલગ મતવિસ્તારોમાં ફેલાવી દેવી-આવી રીતો દ્વારા ચૂંટણીના પરિણામોને પ્રભાવિત કરવાની શક્યતા રહેતી હોવાનું વિપક્ષે જણાવ્યું હતું. તેથી આ પ્રક્રિયામાં પારદર્શિતા અને નિષ્પક્ષતા જળવાઈ રહે તે અંગે તેમણે ગંભીર શંકાઓ વ્યક્ત કરી હતી.
દક્ષિણ ભારતની વિશેષ ચિંતાઓ
દક્ષિણ ભારતના રાજ્યો-તમિલનાડુ, કેરળ, કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તેલંગાણા-આ મુદ્દાને માત્ર આંકડાકીય ફેરફાર તરીકે નહીં, પરંતુ સંઘીય સંતુલન સાથે જોડાયેલા પ્રશ્ન તરીકે જુએ છે. તેમની દૃષ્ટિએ, જો પ્રતિનિધિત્વ વધારવાની પદ્ધતિમાં માત્ર વસ્તીને જ માપદંડ બનાવવામાં આવે, તો જનસંખ્યા નિયંત્રણમાં આગળ રહેલા પ્રદેશોને વાસ્તવમાં ગેરલાભ થાય. આથી, પ્રતિનિધિત્વની રચનામાં અસંતુલન ઊભું થવાની શક્યતા તેઓ વ્યક્ત કરે છે.
આ ચર્ચામાં રાજકીય પરિબળ પણ સ્પષ્ટ રીતે જોડાય છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં ભારતીય જનતા પાર્ટીનો મજબૂત પ્રભાવ છે, અને વસ્તી આધારિત બેઠક વધારો અમલમાં આવે તો સંસદીય ગણિત સ્વાભાવિક રીતે ભાજપની દિશામાં વળે એવી શક્યતા માની શકાય. પરિણામે, સત્તા રચનાની પ્રક્રિયામાં સંખ્યાબળનો ભાર વધુ એક તરફ ઝૂકે અને અન્ય પ્રદેશોની ભાગીદારી તુલનાત્મક રીતે ઓછી થાય, એવી ચિંતા દક્ષિણના રાજ્યોમાં દેખાય છે.
ભલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ખાતરી આપી હતી કે આવનારા પરિસીમનથી કોઈ રાજ્યને નુકસાન નહીં થાય અને બેઠકોમાં વધારો પ્રમાણસર કરવામાં આવશે, પરંતુ બિલ પાસ ન થઈ શકતા આ મુદ્દો હાલ માટે સ્થગિત રહ્યો છે. છતાં, તેની આસપાસ ઊભી થયેલી ચર્ચાઓ આગળના રાજકીય એજન્ડા અને સંવાદમાં મહત્વપૂર્ણ સ્થાન લે તેવી શક્યતા યથાવત્ છે.
વર્તમાન સ્થિતિ અને આગળનો માર્ગ
હાલની સ્થિતિમાં 2023નો કાયદો અત્યારે પણ કાગળ પર અમલમાં છે, પરંતુ તેની વાસ્તવિક અમલવારી આગામી જનગણના અને પરિસીમન પર નિર્ભર છે. 2026માં લાવવામાં આવેલ સુધારણા બિલ પસાર ન થતાં, સરકારનો ઝડપી અમલનો માર્ગ અત્યારે અટક્યો છે.
આમ, આ સમગ્ર મુદ્દો માત્ર મહિલા આરક્ષણનો નથી, પરંતુ ભારતના સંઘીય માળખા, પ્રાદેશિક સંતુલન, રાજકીય વ્યૂહરચના અને લોકશાહી પ્રતિનિધિત્વના મૂળ પ્રશ્નો સાથે જોડાયેલો છે. સરકાર માટે આ એક રાજકીય અને નીતિગત તક છે, જ્યારે વિપક્ષ માટે આ સંવિધાનિક સાવચેતી અને પ્રાદેશિક હિતોની રક્ષા કરવાનો મુદ્દો છે.
હકીકત તો એ પણ છે કે મહિલાઓની સંખ્યા માત્ર વધવાથી જ મોટો ફેરફાર આવી જશે એવું માનવું પૂરતું નથી. અહીં સાચો ફેરફાર એમાં છે કે મહિલાઓને ગંભીરતાથી લેવામાં આવે, તેમના અવાજને વજન આપવામાં આવે અને તેઓને માત્ર પ્રતિકાત્મક હાજરી સુધી સીમિત ન રાખવામાં આવે. ખરેખર અસર ત્યારે જ દેખાશે, જ્યારે મહિલાઓને સક્રિય રાજકારણમાં સ્વતંત્ર અને પ્રભાવશાળી રીતે કામ કરવાની તક મળશે, અને તેમની રાજકીય કારકિર્દી કોઈ ગોડફાધરની રહેમરાહે નહીં પરંતુ તેમની પોતાની કાર્યકુશળતા, ક્ષમતા અને નેતૃત્વના આધારે નક્કી થશે. અંતે, મહિલાઓને પ્રતિનિધિત્વ આપવાનો ઉદ્દેશ સર્વસ્વીકાર્ય છે તે તો 2023ના બીલમાં જ નક્કી થઈ ગયું હતું – પરંતુ તે કેવી રીતે અને ક્યારે અમલમાં આવે, એ બાબતે મતભેદો જ આ સમગ્ર ચર્ચાનું કેન્દ્રબિંદુ છે.

You Might Also Like

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

કેજરીવાલનો રાજકીય પુનર્જન્મ!?

પ્રેમની કિંમત કે ગિફ્ટનું બિલ? વેલેન્ટાઈન વીકમાં છુપાયેલું અર્થતંત્ર

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રેસકોર્સ રિંગ રોડે રાત્રીના સમયે રસ્તા પર ફૂડ ટ્રક્સનું ન્યૂસન્સ…
Next Article ટીમ એકતાનો ઐતિહાસિક રેકોર્ડ: 10 ઓવરમાં 207 રન બનાવી ટૂર્નામેન્ટનો હાઈએસ્ટ સ્કોર નોંધાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ધુરંધર અને પ્રોપેગંડા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Delulu is solulu મોજમાં રહેવાનું વિજ્ઞાન
શ્રદ્ધાનું ઘોડાપૂર કે વિનાશનું આમંત્રણ?
ટીનેજર્સ સાથેની મિત્રતા: વધારે પડતી રોકટોક કે કડકાઈથી બાળકો બળવાખોર બને છે, સ્નેહ અને સંવાદ જ સાચો સેતુ
‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા
સમય વર્તે સાવધાન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Hemadri Acharya Dave

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
Hemadri Acharya Dave

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

Khaskhabar Editor Khaskhabar Editor 4 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?