By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    1 day ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    6 minutes ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    1 day ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    1 day ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 days ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 day ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    6 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Hemadri Acharya Dave > શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય
Hemadri Acharya Dave

શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચનનો નવો ઉદય

Khaskhabar Editor
Last updated: 2026/05/30 at 3:59 PM
Khaskhabar Editor 3 months ago
Share
9 Min Read
SHARE

કર્ણાટકમાં સત્તા પરિવર્તન: સિદ્ધારમૈયાની વિદાય, ડી.કે. શિવકુમારનો ઉદય અને કોંગ્રેસના નવા રાજકીય સમીકરણો

અઢી-અઢી વર્ષની સત્તા વહેંચણીની ફોર્મ્યુલા હવે વાસ્તવિકતા બની છે અને રાજ્યનું નેતૃત્વ નવા હાથોમાં જવા તૈયાર 

- Advertisement -

કર્ણાટકની રાજનીતિમાં મે 2026 એક ઐતિહાસિક વળાંક લઈને આવ્યો છે. રાજ્યના વરિષ્ઠ નેતા અને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ 28 મેના રોજ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું, અને તેની સાથે જ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલતી અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું. કોંગ્રેસ દ્વારા 2023ની વિધાનસભા ચૂંટણી પછી ઘડવામાં આવેલી અઢી-અઢી વર્ષની સત્તા વહેંચણીની ફોર્મ્યુલા હવે વાસ્તવિકતા બની છે અને રાજ્યનું નેતૃત્વ નવા હાથોમાં જવા તૈયાર છે.
સિદ્ધારમૈયાની વિદાય માત્ર એક મુખ્યમંત્રીના રાજીનામાની ઘટના નથી; તે કર્ણાટક કોંગ્રેસની અંદર ચાલતી સત્તા, સામાજિક સમીકરણો અને આગામી ચૂંટણીની વ્યૂહરચનાઓ સાથે જોડાયેલો એક મોટો રાજકીય પરિવર્તનબિંદુ છે.
સમાજવાદી પૃષ્ઠભૂમિથી મુખ્યમંત્રી પદ સુધી
સિદ્ધારમૈયાની રાજકીય સફર અનોખી રહી છે. તેઓ મૂળ લોહિયાવાદી વિચારધારા સાથે જોડાયેલા હતા અને લાંબા સમય સુધી કોંગ્રેસના વિરોધી રાજકારણમાં સક્રિય રહ્યા હતા. 2006માં જેડીએસમાંથી અલગ થયા બાદ તેમણે કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તે સમયે બહુ ઓછા લોકોને અંદાજ હતો કે આ નેતા ભવિષ્યમાં કર્ણાટક કોંગ્રેસનો સૌથી મોટો ચહેરો બની જશે.
ગરીબ પરિવારમાં જન્મેલા અને કુરુબા (ચરવાહા) સમુદાયમાંથી આવતા સિદ્ધારમૈયાએ અભ્યાસ કરીને એલએલબીની ડિગ્રી મેળવી હતી અને થોડો સમય લેક્ચરર તરીકે પણ કામ કર્યું હતું. રાજકારણમાં તેમનો ઉદય ધીમે ધીમે થયો, પરંતુ એકવાર તેઓ રાજ્યસ્તરના નેતા બન્યા પછી સતત પોતાની અલગ ઓળખ ઊભી કરતા રહ્યા.
તેમની સૌથી મોટી રાજકીય શક્તિ ‘અહિંદા’ સામાજિક સમીકરણ રહ્યું, જેમાં ઓબીસી, દલિત અને લઘુમતી વર્ગોને એક મજબૂત રાજકીય ગઠબંધનમાં જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ સામાજિક એન્જિનિયરિંગે તેમને કર્ણાટકના સૌથી પ્રભાવશાળી નેતાઓમાં સ્થાન અપાવ્યું.
પદયાત્રાથી સત્તા સુધી
સિદ્ધારમૈયાના રાજકીય જીવનની સૌથી યાદગાર ઘટનાઓમાં 2010ની બેંગલુરુથી બેલ્લારી સુધીની 320 કિલોમીટરની પદયાત્રાનો સમાવેશ થાય છે. તે સમયે બેલ્લારીના માઇનિંગ ઉદ્યોગ અને જનાર્દન રેડ્ડીના પ્રભાવ સામે કોંગ્રેસ વિરોધી અભિયાન ચલાવી રહી હતી.
આ પદયાત્રાએ રાજ્યમાં કોંગ્રેસ માટે નવી રાજકીય ઊર્જા ઊભી કરી હતી. ઘણા વિશ્લેષકો માને છે કે આ જ અભિયાનના કારણે 2013માં કોંગ્રેસને સત્તામાં વાપસી કરવાનો માર્ગ સરળ બન્યો હતો અને સિદ્ધારમૈયા પહેલીવાર મુખ્યમંત્રી બન્યા હતા.
વિત્તીય વ્યવસ્થાપનમાં પણ તેમણે અલગ છાપ છોડી છે. પોતાના રાજકીય જીવન દરમિયાન તેમણે 17 વખત કર્ણાટકનું બજેટ રજૂ કર્યું છે, જે ભારતીય રાજકારણમાં એક દુર્લભ રેકોર્ડ ગણાય છે. આ મામલે તેઓ માત્ર ગુજરાતના વજુભાઈ વાળા પછી બીજા ક્રમે આવે છે.
વિદાયની ભાવુક ક્ષણ
28 મે 2026નો દિવસ કર્ણાટક કોંગ્રેસ માટે અત્યંત ભાવુક રહ્યો. મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાને યોજાયેલી બેઠકમાં સિદ્ધારમૈયાએ પોતાના સહયોગીઓને નિર્ણયની જાણ કરી. અનેક મંત્રીઓ અને કાર્યકરો માટે આ ક્ષણ સ્વીકારવી મુશ્કેલ બની હતી. કેટલાક નેતાઓ જાહેરમાં ભાવુક થઈ ગયા હતા.
સિદ્ધારમૈયાએ રાજીનામા પછી સ્પષ્ટ કર્યું કે તેમણે હાઈકમાન્ડના નિર્ણય અને પોતાની સ્વેચ્છા બંનેના આધારે પદ છોડ્યું છે. તેમણે બંધારણ પ્રત્યે આભાર વ્યક્ત કરતાં કહ્યું કે લોકશાહી વ્યવસ્થાએ જ તેમને સામાન્ય ચરવાહા પરિવારમાંથી રાજ્યના સર્વોચ્ચ પદ સુધી પહોંચવાની તક આપી.
તેમણે આ પણ સ્પષ્ટ કર્યું કે તેઓ સક્રિય રાજકારણ છોડવાના નથી. હાઈકમાન્ડ દ્વારા રાજ્યસભાની ઓફર કરવામાં આવી હોવાની ચર્ચાઓ વચ્ચે તેમણે દિલ્હી જવાની તક ઠુકરાવી દીધી અને કહ્યું કે કર્ણાટકની જનતાએ તેમને પાંચ વર્ષ માટે ચૂંટ્યા છે, તેથી તેઓ બાકીના કાર્યકાળ દરમિયાન રાજ્યની રાજનીતિમાં જ સક્રિય રહેશે.
2023ની અંદરખાને થયેલી સમજૂતી
2023ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળ્યા બાદ મુખ્યમંત્રી કોણ બનશે તે સૌથી મોટો પ્રશ્ન હતો. એક તરફ સિદ્ધારમૈયા રાજ્યના સૌથી લોકપ્રિય કોંગ્રેસી ચહેરા હતા, તો બીજી તરફ ડી.કે. શિવકુમારે સંગઠનને મજબૂત બનાવવામાં અને ચૂંટણી જીતાડવામાં અસાધારણ ભૂમિકા ભજવી હતી.
અંતે પક્ષના ટોચના નેતૃત્વે સત્તા વહેંચણીનો માર્ગ પસંદ કર્યો. ચર્ચાઓ મુજબ તે સમયે એવી સમજણ બની હતી કે શરૂઆતના અઢી વર્ષ સિદ્ધારમૈયા મુખ્યમંત્રી રહેશે અને ત્યારબાદ નેતૃત્વ પરિવર્તન કરવામાં આવશે. આ સમજૂતીને કારણે તાત્કાલિક આંતરિક ટકરાવ ટળી ગયો હતો, પરંતુ તેની અસર ભવિષ્યમાં દેખાવાની જ હતી.

સિદ્ધારમૈયાનો યુગ આથમ્યો: ગરીબ પરિવારમાંથી આવી ‘અહિંદા’ સામાજિક સમીકરણ દ્વારા મુખ્યમંત્રી સુધી 5હોંચ્યાં

દિલ્હીની નિર્ણાયક બેઠક
મે 2026માં દિલ્હીમાં કોંગ્રેસના ટોચના નેતૃત્વ અને કર્ણાટકના નેતાઓ વચ્ચે થયેલી મહત્વપૂર્ણ બેઠક આ સમગ્ર પ્રક્રિયાનો નિર્ણાયક તબક્કો બની. આ બેઠક દરમિયાન સિદ્ધારમૈયાને સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો કે હવે આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને નેતૃત્વ પરિવર્તન કરવું જરૂરી છે. કહેવાય છે કે તેમણે પોતાના પક્ષમાં અનેક દલીલો રજૂ કરી, પરંતુ અંતે હાઈકમાન્ડ પોતાના નિર્ણય પર અડગ રહ્યું.
સિદ્ધારમૈયાએ માત્ર એટલી વિનંતી કરી કે તેઓ બેંગલુરુ પરત જઈને પોતાના મંત્રિમંડળ અને સમર્થકોને વિશ્વાસમાં લઈ શકે. ત્યારબાદ રાજીનામાની પ્રક્રિયા શરૂ થઈ.
ડી.કે. શિવકુમાર: કોંગ્રેસના સંકટમોચક
સિદ્ધારમૈયાના ઉત્તરાધિકારી તરીકે સૌથી આગળ રહેલું નામ ડી.કે. શિવકુમારનું છે. વોક્કાલિગા સમુદાયમાંથી આવતા શિવકુમાર લાંબા સમયથી કોંગ્રેસના સૌથી અસરકારક સંગઠનાત્મક નેતાઓમાં ગણાય છે.
1962માં કનકપુરામાં જન્મેલા શિવકુમાર આઠ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. શરૂઆતમાં તેમને પરાજયનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ ત્યારબાદ તેમણે સતત પોતાની રાજકીય સ્થિતિ મજબૂત બનાવી.
તેમની ઓળખ માત્ર ચૂંટણી જીતનારા નેતા તરીકે નહીં, પરંતુ મુશ્કેલીના સમયમાં પક્ષને બચાવનારા નેતા તરીકે પણ રહી છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ધારાસભ્યોને એકજૂથ રાખવાની જવાબદારી તેમણે સફળતાપૂર્વક નિભાવી હતી. આ જ કારણ છે કે તેમને કોંગ્રેસના “ટ્રબલ શૂટર” તરીકે ઓળખવામાં આવે છે.
જો કે તેમનો રાજકીય માર્ગ વિવાદોથી મુક્ત રહ્યો નથી. આવકવેરા વિભાગના દરોડા, ઈડીની કાર્યવાહી, તિહાર જેલમાં વિતાવેલો સમય અને ગેરકાયદેસર ખનન તથા જમીન સંબંધિત આરોપોએ તેમના કરિયરને ઘેરવાનો પ્રયાસ કર્યો છે. છતાં તેઓ આ તમામ કેસોને રાજકીય પ્રેરિત ગણાવતા રહ્યા છે.
2023ની ચૂંટણી દરમિયાન જાહેર કરાયેલા હલફનામા મુજબ તેમની સંપત્તિ 1214 કરોડ રૂપિયાથી વધુ હોવાનું દર્શાવવામાં આવ્યું હતું, જેના કારણે તેઓ દેશના સૌથી સમૃદ્ધ ધારાસભ્યોમાં ગણાય છે.
ખઞઉઅ વિવાદ અને રાજકીય સંદેશ
સિદ્ધારમૈયાની વિદાય પાછળ માત્ર સત્તા વહેંચણીની ફોમ્ર્યુલા જ જવાબદાર હોવાનું માનવું પૂરતું નથી. તાજેતરના ખઞઉઅ પ્લોટ ફાળવણી વિવાદે પણ તેમની છબી પર અસર કરી હતી. ભલે તેમને બાદમાં ક્લીનચીટ મળી ગઈ હોય, પરંતુ લાંબા સમયથી “મિસ્ટર ક્લીન” તરીકે ઓળખાતા નેતા માટે આ વિવાદ રાજકીય રીતે અસ્વસ્થતા સર્જનારો સાબિત થયો હતો.
બીજું મહત્વનું કારણ તેમની ઉંમર પણ છે. હાલમાં તેઓ 79 વર્ષના છે અને 2028ની ચૂંટણી સુધીમાં 80 વર્ષના થઈ જશે. કોંગ્રેસ કદાચ સમયસર નેતૃત્વ પરિવર્તન કરીને આગામી પેઢીને સ્થાપિત કરવા માંગે છે.
કોંગ્રેસ માટે સૌથી મોટો પડકાર
સિદ્ધારમૈયાના પ્રસ્થાન પછી કોંગ્રેસ સામે સૌથી મોટો પ્રશ્ર્ન તેમના સામાજિક આધારવર્ગને જાળવી રાખવાનો રહેશે.
કુરુબા સમુદાયમાં તેમનો વ્યક્તિગત પ્રભાવ નોંધપાત્ર રહ્યો છે. સાથે સાથે મુસ્લિમ મતદારોમાં પણ તેઓ કોંગ્રેસના સૌથી સ્વીકાર્ય ચહેરા માનવામાં આવે છે. તેમના હટવાથી આ મતદારોમાં અસંતોષ કે અસુરક્ષાની લાગણી ઊભી ન થાય તેની ચિંતા કોંગ્રેસને સ્વાભાવિક રીતે રહેશે.
આ કારણસર નવી સરકારમાં સામાજિક સંતુલન જાળવવા માટે બે અથવા ત્રણ ડેપ્યુટી મુખ્યમંત્રી બનાવવાની ચર્ચા ચાલી રહી છે. તેમાં દલિત, મુસ્લિમ અથવા આદિવાસી સમુદાયના પ્રતિનિધિઓને સ્થાન મળી શકે છે.
સત્તા સંતુલનનો બીજો સ્તંભ
ડી.કે. શિવકુમારના નેતૃત્વને સંતુલિત રાખવા માટે પક્ષ સંગઠનમાં પણ ફેરફારો થઈ શકે છે. આદિવાસી અને વાલ્મિકી સમુદાયના પ્રભાવશાળી નેતા સતીશ જારકીહોલીને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ તરીકે આગળ લાવવાની ચર્ચા છે.
જો આવું થાય તો સરકાર અને સંગઠન વચ્ચે શક્તિનું સંતુલન જાળવવામાં મદદ મળશે. સાથે સાથે સિદ્ધારમૈયાના સમર્થક વર્ગને પણ યોગ્ય પ્રતિનિધિત્વ મળ્યાનો સંદેશ જશે.
એક યુગના અંતનો સંકેત!
કર્ણાટકમાં થયેલું આ સત્તા પરિવર્તન માત્ર રાજ્યની ઘટના નથી. તે ભારતીય રાજકારણમાં 1970 અને 1980ના દાયકાની સમાજવાદી પૃષ્ઠભૂમિ ધરાવતા નેતાઓના ધીમે ધીમે વિદાય લેતા યુગનું પણ પ્રતીક છે.
સિદ્ધારમૈયા જેવા નેતાઓએ જાતિઆધારિત સામાજિક ગઠબંધનો, લાંબી જનસંપર્ક યાત્રાઓ અને પરંપરાગત સંગઠનશક્તિના આધારે પોતાની રાજકીય ઓળખ બનાવી હતી. હવે કોંગ્રેસ નવા નેતૃત્વ, નવી પેઢી અને નવા સામાજિક સમીકરણો સાથે આગળ વધવા માગે છે.
આ પરિવર્તન સફળ સાબિત થશે કે નહીં તેનો જવાબ આગામી બે વર્ષમાં મળશે. પરંતુ એટલું નિશ્ચિત છે કે કર્ણાટકમાં શરૂ થયેલો આ સત્તા પરિવર્તનનો અધ્યાય માત્ર એક મુખ્યમંત્રીના રાજીનામાથી ઘણો મોટો છે; તે રાજ્યની રાજકીય દિશા અને કોંગ્રેસના ભવિષ્ય બંનેને પ્રભાવિત કરી શકે છે.

- Advertisement -

You Might Also Like

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

મમતાના ગઢમાં ગાબડું, ભાજપનો ઐતિહાસિક ઉદય

મહિલા આરક્ષણ, પરિસીમન અને રાજકીય ગણિત…

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article GT ત્રીજીવાર IPL ફાઈનલમાં પહોંચ્યું: RRને 7 વિકેટે હરાવ્યું
Next Article આજે પણ યુવાનોમાં સૌથી વધુ વંચાય છે ભગતસિંહનું પુસ્તક ‘હું નાસ્તિક કેમ છું?’

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 6 minutes ago
નાના ભાઈના ધામધૂમથી લગ્ન કરવા ચોરીને અંજામ આપનાર ઘાંટવડીયા ગેંગ ઝડપાઇ
દારૂ તો નકલી છે જ, દારૂબંધી પણ નકલી છે !
મનપાના વાહનો માટે રિટેલ પંપ પરથી ડીઝલ ખરીદવાનો નિર્ણય : મહિને રૂ.40 લાખની બચતનો દાવો
ભાવનગરમાં લઠ્ઠાકાંડ : નકલી રોયલ સ્ટેગ દારૂ પીવાથી 4ના મોત
શિક્ષણને પ્રોત્સાહન : જય માડી ચેરિટેબલ ટ્રસ્ટે ૧૦૫ બાળકને અભ્યાસની કીટ અર્પણ કરી
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Hemadri Acharya Dave

વિશાખાપટ્ટનમ સ્ટીલ પ્લાન્ટ, એક દુર્ઘટના, અનેક પ્રશ્ર્નો

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
Hemadri Acharya Dave

અહંકાર વિરુદ્ધ આત્મસન્માન: ટીવી પત્રકારત્વના પતન સામે શિક્ષકોનો બુલંદ અવાજ

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
Hemadri Acharya Dave

‘કૃષ્ણાવતારમ પાર્ટ 1’: ભવ્ય વિઝ્યુઅલ્સ વચ્ચે ખૂટતી સંશોધન પ્રામાણિકતા અને ઐતિહાસિક સચોટતા

Khaskhabar Editor Khaskhabar Editor 3 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?