ઉત્તરાખંડના ચમોલીની નીતિ ઘાટીમાં સોમવારે સાંજે વાદળ ફાટવાને કારણે તમક નાળું છલકાયું. ભારે પ્રવાહ સાથે આવેલા કાટમાળની ઝપેટમાં આવતા વેલી બ્રિજ તણાઈ ગયો. લગભગ ૩૫ ફૂટ લાંબા આ બ્રિજને બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ ૧૭ટન સ્ટીલથી બનાવ્યો હતો. આ પુલ ભારત-ચીન સરહદ નજીક આવેલો છે. ગયા વર્ષે ૩૧ ઓગસ્ટે આ જ જગ્યાએ બનેલો પુલ પણ નાળાના ભારે પ્રવાહમાં તણાયો હતો. ત્યારબાદ અહીં સ્ટીલનો નવો વેલી બ્રિજ બનાવવામાં આવ્યો હતો, જે હવે વાદળ ફાટયા પછી આવેલા તેજ પાણી અને કાટમાળની ઝપેટમાં આવીને તૂટી ગયો.
ઉત્તરાખંડના ચમોલીમાં વાદળ ફાટ્યું : 17 ટનનો પુલ તણાયો

You Might Also Like
Follow US
Find US on Social Medias



