MP સહિત 6 રાજ્યમાં 24 કલાકથી સતત વરસાદ
UPના 25 મકાન ગંગામાં ડૂબ્યા, રાજસ્થાનના 4 જિલ્લામાં 12 ઇંચ વરસાદ
- Advertisement -
મધ્ય પ્રદેશમાં આ ચોમાસાની સિઝનના સૌથી મજબૂત સિસ્ટમને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ. નદીઓ ગાંડીતૂર બની અને ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા. રાજધાની ભોપાલ વરસાદથી સૌથી વધુ પ્રભાવિત રહ્યું. અહીં ૧,૦૦૦થી વધુ ઘરોની આસપાસ ૫ ફૂટ સુધી પાણી ભરાઈ ગયું. પહાડો પર થઈ રહેલા વરસાદને કારણે યુપીમાં ગંગા-યમુના સહિત ૧૦ નદીઓ છલકાઈ રહી છે. ફર્સખાબાદ-બિજનૌરમાં ગંગા નદીનું પાણી હાઈવે ઉપર વહી રહ્યું છે. ૪૦ ગામો પૂરની ઝપેટમાં છે. ફર્રુખાબાદમાં ૨૫ ઘરો ગંગા નદીમાં સમાઈ ગયા છે. રાજસ્થાનના ૬ જિલ્લાઓમાં આજે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ છે, જ્યારે ૧૭જિલ્લાઓમાં તેજ વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ પહેલા છેલ્લા ૨૪ કલાકમાં હાડોતી વિસ્તાર (કોટા, બારાં, બુંદી અને ઝાલાવાડ) માં ૧૨ ઈંચ સુધી વરસાદ થયો. હાડોતીના બે મોટા બંધો કાલીસિંધ અને છાપીના દરવાજા ખોલવાથી નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.




