By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    7 hours ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    8 hours ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
    7 hours ago
    બુલેટ ટ્રેન | હવે દોઢ કલાકમાં જ મુંબઈથી વડોદરા પહોંચી જવાશે
    8 hours ago
    દેશમાંથી વાદળો અદ્રશ્ય!
    1 day ago
    વનતારા દ્વારા ગવર્નિંગ કાઉન્સિલની રચના: વન્યજીવ સંરક્ષણ અને આયાત અંગે આખરી નિર્ણય લેશે
    1 day ago
    ખડે હનુમાન દાદાનો સાક્ષાત્કાર : ઉજ્જૈનમાં દાદાની મૂર્તિ હટાવવાના તંત્રના તમામ પ્રયાસો નિષ્ફળ
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં
રાજકોટ

જયસિયારામ ભગતના પેંડાની મીઠાશને 93 વર્ષ પૂર્ણ! : જૂનો સ્વાદ હવે નવો અંદાજમાં

Khaskhabar Editor
Last updated: 2026/08/11 at 3:26 PM
Khaskhabar Editor 4 weeks ago
Share
6 Min Read
SHARE

સંસ્થાપક સ્વ. રઘુનંદનભાઈ સેજપાલની જન્મજયંતી

ડો. યાજ્ઞિક રોડ સ્થિત શો-રૂમનું નવીનીકરણ, 13 ઓગસ્ટે ખુલ્લો મુકાશે

- Advertisement -

વારસા અને આધુનિકતાના સમન્વય સાથે મિથિલાબેન સેજપાલ પટેલ અને ચંદ્રેશભાઇ પટેલે બિઝનેસને આપી રહ્યા છે નવી ઊંચાઈ

રાજકોટનું નામ આવે અને મોઢામાં મીઠો સ્વાદ ઘોળતા ભગતજીના પેંડા યાદ ન આવે એવું ભાગ્યે જ બને. રાજકોટની ઓળખ અને સ્વાદ પરંપરાનો એક અભિન્ન હિસ્સો બની ચૂકેલી જયસીયારામ ભગત પેંડાવાળા વર્ષ 1933થી પોતાની ગુણવત્તા અને સ્વાદની પરંપરા જાળવી રહી છે. હવે ડો. યાજ્ઞિક રોડ પર આવેલા પોતાના શો-રૂમનું રિનોવેશન કરી તેને નવા સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવી રહ્યું છે. સંસ્થાના સંસ્થાપક અને દીર્ઘદ્રષ્ટા સ્વ. રઘુનંદન હરજીવનભાઈ સેજપાલ (રઘુભાઈ)ના પ્રાગટ્ય દિને, 13 ઓગસ્ટ 2026, ગુરુવારના રોજ સવારે 8:30 વાગ્યાથી આ નવનીકૃત શો-રૂમ ગ્રાહકો માટે ખુલ્લો મુકવામાં આવશે. આ પ્રસંગે સેજપાલ પરિવાર દ્વારા રાજકોટના તમામ સ્નેહીઓ, ગ્રાહકો અને શુભેચ્છકોને ઉપસ્થિત રહી મોં મીઠું કરવા તથા આશીર્વાદ આપવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. 1933માં શેરીઓમાં ફેરી કરીને શરૂ થયેલી એક નાની સ્વાદયાત્રા આજે રાજકોટની ઓળખ સમાન બની છે. ત્રણ પેઢીઓની મહેનત, સંસ્કાર, ગુણવત્તા અને બદલાતા સમય સાથે નવીનતાને અપનાવવાની દૃષ્ટિના કારણે જયસીયારામ ભગત પેંડાવાળા રાજકોટની મીઠાઈ પરંપરાનું એક આગવું નામ બની રહ્યું છે.

1933માં ફેરીથી શરૂ થયેલી સ્વાદયાત્રા
આજે જયસીયારામ ભગત પેંડાવાળા એક જાણીતી બ્રાન્ડ તરીકે સ્થાપિત છે, પરંતુ તેની શરૂઆત અત્યંત સાદગીભરી હતી. વર્ષ 1933માં જ્યારે બજારમાં માવાના પેંડાનું ચલણ વધુ હતું, ત્યારે શુદ્ધ દૂધમાંથી બનાવવામાં આવતા પેંડાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. તૈયાર કરેલા દૂધના પેંડા થેલામાં લઈ જઈ ફાટક અને શેરીઓમાં ફેરી કરીને વેચવામાં આવતા હતા. આ રીતે શરૂ થયેલો નાનો વ્યવસાય સમયની સાથે લોકોના વિશ્વાસ અને સ્વાદને કારણે સતત વિસ્તરતો ગયો. સંસ્થાના મૂળ સંસ્થાપકનું નામ હરજીવનભાઈ હતું. જોકે તેઓ સતત ‘સીતારામ’ના જપમાં લીન રહેતા અને ‘જય સીયારામ’ બોલવાની તેમની વિશિષ્ટ આદતને કારણે લોકોમાં તેઓ ‘જયસીયારામ ભગત’ તરીકે ઓળખાવા લાગ્યા. સમય જતાં આ જ નામ રાજકોટના પેંડાની એક આગવી ઓળખ બની ગયું.

- Advertisement -

રાજકોટથી અમદાવાદ સુધી વિસ્તરેલો વારસો
વ્યવસાયને સમયાંતરે વિસ્તરણ મળતું ગયું અને ધર્મેન્દ્ર રોડ, પંચનાથ રોડ તથા ડો. યાજ્ઞિક રોડ પર શાખાઓ શરૂ કરવામાં આવી. ત્યારબાદ વર્ષ 1980માં અમદાવાદ ખાતે પણ નવી શાખા શરૂ કરવામાં આવી હતી. આજે જયસીયારામના પેંડા માત્ર રાજકોટ કે ગુજરાત પૂરતા સીમિત રહ્યા નથી. દેશ-વિદેશમાં વસતા રાજકોટવાસીઓ અને સૌરાષ્ટ્રવાસીઓ માટે જયસીયારામના પેંડા જાણે રાજકોટની યાદ સાથે જોડાયેલી એક અનિવાર્ય ભેટ બની ગયા છે. રાજકોટ આવનાર લોકો પોતાના પરિવારજનો, મિત્રો કે સંબંધીઓ માટે પેંડા સાથે લઈ જવાનું પસંદ કરે છે.

નાની ઉંમરે જવાબદારી સંભાળી, દીકરીએ પરંપરાને નવી દિશા આપી
સ્વ. રઘુભાઈ સેજપાલનું જીવન સંઘર્ષ, જવાબદારી અને મૂલ્યોનું ઉદાહરણ રહ્યું છે. માત્ર 13 વર્ષની ઉંમરે માતાનું અને 19 વર્ષની ઉંમરે પિતાનું છત્ર ગુમાવ્યા બાદ તેમણે નાની ઉંમરે જ જીવનની મોટી જવાબદારીઓ સંભાળી હતી. ભગવાન શ્રીરામના ચુસ્ત ભક્ત એવા રઘુભાઈ ‘કર્મ એ જ ધર્મ’ના સિદ્ધાંતમાં દૃઢ વિશ્વાસ ધરાવતા હતા. તેઓ પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હતા અને દીકરા-દીકરીને સમાન ગણતા હતા. તેમના આ જ સિદ્ધાંતો અને નૈતિક મૂલ્યોને આગળ ધપાવતા તેમની પુત્રી મિથિલાબેન આર. સેજપાલ પટેલ માત્ર 18 વર્ષની નાની ઉંમરે પેંડાના વ્યવસાયમાં જોડાયા હતા. પિતાના અવસાન બાદ મિથિલાબેને વ્યવસાયની બાગડોર સંભાળી હતી. તેમણે પરંપરાગત મીઠાઈઓની ગુણવત્તા અને મૂળ સ્વાદને જાળવી રાખવાની સાથે આધુનિક સમયની માંગને ધ્યાનમાં રાખીને ફ્યુઝન મીઠાઈઓના નવા વિચારો રજૂ કર્યા. પરંપરા અને આધુનિકતાના આ સંગમથી તેમણે વ્યવસાયને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

ગુણવત્તાના કારણે ‘બ્રાન્ડ ઓફ રાજકોટ’નો ખિતાબ
જયસીયારામ ભગત પેંડાવાળા પોતાની અપ્રતિમ ગુણવત્તા અને આગવા સ્વાદને કારણે સતત ચર્ચામાં રહ્યા છે. વિવિધ જાણીતા મીડિયા માધ્યમોએ પણ આ પેંડા હાઉસની વિશિષ્ટતા અને રાજકોટ સાથેના તેના લાંબા સંબંધની નોંધ લીધી છે. રાજકોટ શહેરની 400 વર્ષની ઉજવણી દરમિયાન પણ નાગરિક બેંક તરફથી જયસીયારામ ભગત પેંડાવાળાને ‘બ્રાન્ડ ઓફ રાજકોટ’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સન્માન સંસ્થાની લાંબી પરંપરા, ગુણવત્તા અને રાજકોટ સાથેના તેના ભાવનાત્મક જોડાણનું પ્રતિબિંબ માનવામાં આવે છે.

નવસર્જિત શો-રૂમમાં પરંપરા સાથે આધુનિકતાનો સંગમ
ડો. યાજ્ઞિક રોડ પરના શો-રૂમના નવીનીકરણ સાથે જયસીયારામ પરિવાર પોતાની પરંપરાગત ઓળખને જાળવી રાખીને ગ્રાહકોને વધુ સુવિધાજનક અને આધુનિક અનુભવ આપવાની દિશામાં આગળ વધી રહ્યો છે. 13 ઓગસ્ટે નવા સ્વરૂપમાં શો-રૂમ શરૂ થતાં રાજકોટવાસીઓને જાણીતા સ્વાદ સાથે નવીન વાતાવરણનો અનુભવ મળશે. સેજપાલ પરિવાર જયશ્રીબેન રઘુનંદન સેજપાલ, મિથિલાબેન સેજપાલ પટેલ તથા જયસીયારામ પરિવાર દ્વારા આ પ્રસંગે રાજકોટના તમામ સ્નેહીઓ અને ગ્રાહકોને ઉપસ્થિત રહી મોં મીઠું કરવા તથા આશીર્વાદ આપવા હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

ડુપ્લીકેટ પેંડાથી સાવચેત રહેવા ગ્રાહકોને અપીલ
આ સાથે પરિવાર દ્વારા ગ્રાહકોને ખાસ અપીલ પણ કરવામાં આવી છે કે બજારમાં ‘જયસીયારામ’ના નામે ચાલતી ડુપ્લીકેટ બનાવટોથી સાવચેત રહેવું અને પેંડા તથા અન્ય મીઠાઈની ખરીદી માત્ર અધિકૃત શો-રૂમ પરથી જ કરવી. દાયકાઓથી જાળવવામાં આવેલી ગુણવત્તા અને વિશ્વાસને જાળવી રાખવા ગ્રાહકો પણ અધિકૃત વેચાણ કેન્દ્ર પરથી જ ખરીદી કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

You Might Also Like

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

સ્ટેન્ડિંગ કમિટીમાં 24માંથી 14 દરખાસ્તને મંજૂરી, 63 કરોડના કામોમાંથી માત્ર 10 કરોડને બહાલી

વરસાદ ખેંચાતા રાજકોટની ગૌશાળા-પાંજરાપોળ પર ઘાસચારાનું સંકટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દેશભરમાં વેચાતી દર 5મી ખાદ્યચીજ નબળી ગુણવત્તાની
Next Article વિજય પ્લોટની શ્રીનાથજી ટ્રેડિંગ પેઢીમાંથી મસાલામાં ભેળસેળ અને કલર હોવાનું સામે આવતા 2570 કિલો જથ્થાનો નાશ કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
નંબર પ્લેટ વગરના વાહનોની 14 ઓક્ટોબર 2026 સુધી ડ્રાઇવ ચાલશે
જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના
જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર
મંજૂરી લીધા વિના સ્કૂલ બંધ કરાશે તો સંચાલકને 20 લાખનો દંડ થશે
CJP પ્રદર્શનમાં સામેલ વિદ્યાર્થીને નોટિસ આપવાની હિંમત કેવી રીતે કરી?
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

કચરો ફેંકનાર અને જાહેરમાં થૂંકનાર પાસે જ કમિશનરે સફાઈ કરાવી

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

જન આક્રોશ સભા : જનતાના હક અને ન્યાય માટે રાજકોટથી ગાંધીનગર તરફ કોંગ્રેસના હોદ્દેદારો રવાના

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
રાજકોટ

જન્માષ્ટમી મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ સુશોભન અને ફ્લોટ સ્પર્ધાના વિજેતાઓ જાહેર

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?