કોરોનાની વૈશ્વિક મહામારીના સમયમાં ગુજરાતની કોઈ પણ ગરીબ વ્યક્તિ અનાજની અછત ન ભોગવે અને રાજયનો કોઇપણ વ્યક્તિ ભૂખ્યો ન રહે તે માટે ચિંતિત રાજ્ય સરકારે જરૂરીયાતમંદ છેવાડાના નાગરિક પ્રત્યે સંવેદના દર્શાવી ગત મે-૨૦૨૧ માસ દરમિયાન ગરીબ અને મધ્યમવર્ગના લોકો સુધી વિના મુલ્યે તથા વાજબી ભાવના અનાજનો પુરવઠો પહોંચાડ્યો છે.
જે અંતર્ગત મે-૨૦૨૧ માસ દરમિયાન તા. ૩૧ મે સુધીમાં ૨ લાખ ૬૪ હજારથી વધુ NFSA રાશનકાર્ડ ધારકોને રાશન આપવામાં આવ્યું છે. જેમાં રાજકોટ શહેરમાં ઝોન-૧માં ૧૫૩૪૯, ઝોન-૨(બે)માં ૧૪૫૭૪, ઝોન-૩માં ૯૭૧૦ અને ઝોન-૪માં ૧૪૪૩૨ મળી કુલ ૫૪,૦૬૫ રાશનકાર્ડ ધારકોને અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લાના ૧૧ તાલુકાઓ પૈકી રાજકોટના ૧૬૮૮૯, લોધીકાના ૭૬૦૫, કોટડા સાંગાણીના ૧૩૩૭૧, ગોંડલના ૩૪૨૩૧, જેતપુરના ૨૯૫૯૯, જામકંડોરણાના ૬૭૦૮, ધોરાજીના ૨૧૦૪૫, પડધરીના ૧૧૭૨૮, ઉપલેટાના ૨૨૬૨૨, જસદણના ૨૫૧૯૭, વીંછીયા ૨૧૪૭૭ મળી કુલ ૨૧૦૪૭૨ રાશનકાર્ડ ધારકોને અનાજનું વિતરણ કરવામાં આવ્યું છે. આમ કુલ ૨૬૪૫૩૭ જેટલા રાશનકાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનેથી અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. આમ ગત તા. ૩૧ મે-૨૦૨૧ દરમિયાન ૯૧.૦૭ % જેટલા લાભાર્થીઓમાં અનાજ વિતરણ થયું હોવાનું જિલ્લા પુરવઠા વિભાગની યાદીમાં જણાવાયું છે.


