યોજનાનો લાભ મેળવવા માટે આઇ ખેડૂત પોર્ટલ પર તા. ૧૫ જૂલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે
ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના હેઠળ શાકભાજી, ફળ, ફૂલ વિક્રેતાઓને વિનામૂલ્યે છત્રી આપવા આપવામા આવશે.
- Advertisement -
છત્રીના સહારે લારીમાં રાખેલ ફળ, શાકભાજી ફૂલ બગડી જવા સામે રક્ષણ મળશે. રોડ સાઈડ પર ખુલ્લી જગ્યામાં કૃષિ પેદાશનાના વ્યવસાયકારોને ગરમી, ઠંડી, વરસાદથી રક્ષણ મળશે. આ યોજના તળે અંદાજે ૫૦ હજાર છૂટક વેચાણકારોને છત્રીનો લાભ મળશે. યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડની નકલ, ગ્રામ્ય વિસ્તારો માટે જે તે સેજાના ગ્રામસેવક/તલાટીનો ફળ ફૂલ શાકભાજી તથા કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવા અંગેનો દાખલો તેમજ શહેરી વિસ્તાર માટે ગુજરાત લાઈવલીહુડ મિશન દ્વારા ઇશ્યુ કરેલ ફળ ફૂલ શાકભાજી કૃષિ પેદાશોનું છૂટક વેચાણ કરતા હોવાનું ઓળખપત્ર/દાખલો આપવાનો રહેશે. યોજનાનો લાભ મેળવવા માટે સંબંધીતોએ hattps:ikhedut.gujarat.gov.in પર તા.૧૫ જુલાઇ સુધીમાં ઓનલાઇન અરજી કરવાની રહેશે તેમ વિભાગની યાદીમાં જણાવાયું છે.


