કાલે 18 સપ્ટેમ્બરે રેસકોર્સના સહિયર કલબ નવરાત્રી ગ્રાઉન્ડમાં ખેલૈયાઓ માટે રાસોત્સવ
ગાયક કલાકાર રાહુલ મેહતા, ચાર્મી રાઠોડ અને તેજસ સીસાગીયા પ્રાચીન અર્વાચીન રાસ ગરબા રજૂ કરશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ઈન્ફ્લુએન્સર ઝોયા પરમાર અને મોન્ટી પરમાર દ્વારા પ્રથમવાર વેલકમ નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યુ છે. કાલે 18 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ સાંજે 7 વાગ્યે રેસકોર્સના સહિયર કલબ નવરાત્રી ગ્રાઉન્ડમાં રાસલીલા ગરબા કલાસીસ અને ઇન્સ્ટ્રાગ્રામ પર ધૂમ મચાવતા ઝોયા પરમાર અને મોન્ટી પરમારે ખેલૈયાઓ માટે રાસોત્સવનું ધમાકેદાર આયોજન કર્યું છે. વેલ્કમ નવરાત્રીમાં સુપ્રસિધ્ધ ગાયક કલાકાર રાહુલ મેહતા, ચાર્મી રાઠોડ અને તેજસ સીસાગીયા પ્રાચીન અર્વાચીન રાસ ગરબા રજૂ કરશે. આ ઉપરાંત વેલકમ નવરાત્રીમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલૈયાઓને આકર્ષક ઇનામ પણ આપવામાં આવશે.
આ વેલકમ નવરાત્રીના આયોજન માટે ઝોયા પરમાર, મોન્ટી પરમાર, અશ્વીન પરમાર, સાગર પરમાર, વિશાલ પરમાર, અર્જુન આર્યન, કરણ આર્યન, દિક્ષિત લાડવા અને હિતેન મકવાણા જહેમત ઉઠાવી રહ્યા છે. આ વેલકમ નવરાત્રી માટે પાસની કિંમત 150 રાખવામાં આવી છે. પાસ મેળવવા માટે 99248 42972 અને 84880 26036 પર સંપર્ક કરવો.



