ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુડગાઉના માનેસર ખાતે નેશનલ સિક્યુરિટી ગાર્ડ ( NSG ) દ્વારા યોજાયેલ મેજર સંદીપ ઉન્નીક્રિશ્નન મેમોરીયલ ઇન્ટરફોર્સ સ્વિમિંગ એન્ડ ડાઈવીંગ ચેમ્પિયનશિપ 2025માં આર્મી, સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ, ઇન્ડો તિબેટીયન ફોર્સ, સશસ્ત્ર સીમા બલ, વગેરેની ટીમોએ ભાગ લીધેલ જેમાં રાજકોટના કેયુર રાજ્યગુરુ એ ઈઈંજઋ ની ટીમ વતી ભાગ લઈ ઇન્ટર ફોર્સ ચેમ્પિયનશિપ માં હાઈબોર્ડ ડાઇવિંગ માં બ્રોન્ઝ મેડલ મેળવી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ તેમજ રાજકોટનું ગૌરવ વધારેલ છે.
ઉપરોક્ત સિદ્ધિ બદલ સ્વિમિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ કમલેશસર નાણાવટી, ઓલમ્પિક ડાઈવીંગ જજ મયુરસર વ્યાસ, ઈઈંજઋ કોચ ગોપીસર, છખઈના ડાઈવીંગ કોચ સાગરભાઇ કક્કડ, બંકિમભાઈ જોશી, રાજકોટના નેશનલ મેડાલિસ્ટ ડાઈવીંગ પ્લેયર અરૂણભાઇ ભટ્ટ, લવજીભાઈ મોલિયા, રાજકોટ ડીસ્ટ્રીક સ્વિમિંગ એસોસિએશનના પ્રેસિડેન્ટ ઉમેશભાઈ રાજ્યગુરુ, દિનેશભાઈ હપાણી, નીરજભાઈ દોશી, પ્રકાશભાઈ કલોલા, રાજ્ય સભાના સાંસદ અને બ્રહ્મ અગ્રણી રામભાઈ મોકરીયા, બ્રહ્મ અગ્રણી કશ્યપભાઈ શુકલ, શ્યામભાઈ ત્રિવેદી, પિનાકીનભાઈ રાજ્યગુરુ તેમજ અનેકવિધ મહાનુભાવો દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ છે.



