ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટના ડીસીપી ઝોન-1 સજ્જનસિંહ પરમારની બદલી થતાં તેમના સ્થાને નિમણુંક પામેલા ડીસીપી હેતલ પટેલ ગત સાંજે હાજર થતાં તેમણે ડીસીપી ઝોન-1 તરીકે ચાર્જ સંભાળી લીધો હતો અગાઉ ડીસીપી ક્રાઇમ પાર્થરાજસિંહ ગોહિલની બદલી થતાં તેમના સ્થાને ઝોન-2 ડીસીપી જગદીશ બાંગરવાની નિમણુંક કરવામાં આવી છે ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના સ્થાને ડીસીપી હરપાલસિંહ જાડેજાની નિમણુંક કરવામાં આવી છે તેમજ ઝોન-2 ડીસીપી તરીકે રાકેશ દેસાઇએ ચાર્જ સંભાળી લીધો છે જે તે વખતે ડીસીપી હેતલ પટેલ તાલીમ પર હોય હવે તેઓ હાજર થતાં તેમણે ચાર્જ સંભાળી લીધો હતો હેતલ પટેલ મુળ લુણાવાડા નાગરવાડા (મહિસાગર)ના વતની છે તેઓ 2011માં પોલીસ ફોર્સમાં જોડાયા હતાં બાદ 2021માં આઇપીએસનું પ્રમોશન મળ્યું હતું. છેલ્લે સુરત પીસીબીમાં ફરજ બજાવ્યા બાદ હવે રાજકોટ ડીસીપી તરીકે ચાર્જ સંભાળ્યો છે.



