By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    H-1B વિઝાના નિયમો પર ટ્રમ્પની તવાઈ!
    2 days ago
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    6 days ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    1 week ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    1 week ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ‘રામ અમીરોના ભગવાન અને મહાદેવ ગરીબોના…’
    1 day ago
    ક્યા કાયદા હેઠળ UPI પર ચાર્જ લગાવ્યો? કોને કમાણી થશે? : સુપ્રીમ કોર્ટ
    2 days ago
    કેદારનાથ ટ્રેક પર કુદરતનો પ્રકોપ!
    2 days ago
    ઉજજૈનમાં શાહી મસ્જિદ વિવાદમાં પથ્થરમારો-લાઠીચાર્જ : 10 સામે FIR, પાંચની ધરપકડ
    2 days ago
    UNમાં પાકિસ્તાનને ધોબીપછાડ : શાહબાઝ શરીફ અને પાકિસ્તાની પત્રકાર બન્નેને જડબાતોડ જવાબ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    એશિયન ગેમ્સ ટ્રેપ શૂટિંગમાં નીરુને ગોલ્ડ
    1 day ago
    એશિયન ગેમ્સ : ભારતની દીકરીઓએ કબડ્ડીમાં ઈરાનને 37-34થી હરાવ્યું
    4 days ago
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    6 days ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    1 week ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    1 week ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધિરેન અજમેરાએ મહિલાઓને પોતાની કેબિનમાં બોલાવી ધમકાવી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ધિરેન અજમેરાએ મહિલાઓને પોતાની કેબિનમાં બોલાવી ધમકાવી
TALK OF THE TOWNરાજકોટ

ધિરેન અજમેરાએ મહિલાઓને પોતાની કેબિનમાં બોલાવી ધમકાવી

Khaskhabar Editor
Last updated: 2021/12/02 at 4:56 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની ‘મિલ-બાંટ કે ખાયેંગે’ની નીતિ ભાગ-7

અજમેરા એજન્સીના ગૌરવ અજમેરાના બાપ ધિરેન અજમેરાની શૈતાની હરકત

અજમેરા એજન્સી વિરુદ્ધ અવાજ ઉઠાવવાની કોશિશ કરનારા મહિલા ડૉક્ટરો સાથે અમાનવીય વ્યવહાર

રાજકોટ મહાનગરપાલિકામાં મેન પાવર સપ્લાયરનો કોન્ટ્રાક્ટ ધરાવતી ‘જી. ડી. અજમેરા મેન પાવર સપ્લાય’ એજન્સીના ગૌરવ ધિરેન અજમેરા અને આરએમસી મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયાના એકથી વધુ કૌભાંડો ખાસ-ખબરમાં પ્રકાશિત થયા બાદ કેટલાંક જાગૃત નાગરિકો તેમજ ખુદ અજમેરા એજન્સી – આરએમસીના કરાર આધારિત કર્મચારીઓએ પોતાને થતા અન્યાયનાં પુરાવા જાહેર કર્યા છે. અજમેરા એજન્સી દ્વારા મહિલાઓને કઈ રીતે ડરાવવામાં – ધમકાવવામાં આવે છે તે આ પુરાવા પરથી જાણી શકાય છે. અજમેરા એજન્સીનાં કાળાં કરતૂત છાપરે ચડીને પોકારે છે.

Contents
ગૌરવ અજમેરા અને વિપુલ ઘોણિયાની ‘મિલ-બાંટ કે ખાયેંગે’ની નીતિ ભાગ-7અજમેરા એજન્સીના ગૌરવ અજમેરાના બાપ ધિરેન અજમેરાની શૈતાની હરકતઅજમેરા એજન્સી વિરુદ્ધ અવાજ ઉઠાવવાની કોશિશ કરનારા મહિલા ડૉક્ટરો સાથે અમાનવીય વ્યવહારબેટા નંબરી તો બાપ દસ નંબરી: બાપ-દીકરાની જોડીએ મહિલા ડૉક્ટરોને ત્રાસ આપ્યો‘ખાસ-ખબર’માં પ્રકાશિત અહેવાલોનો પડઘો :

એક મહિલા કર્મચારીએ ધિરેન અજમેરાનો 45 મિનિટનો ઑડિયો રેકોર્ડ કરી લીધો

- Advertisement -

ધિરેન અજમેરાનો રેકોર્ડ કરેલો ઑડિયો સાંભળવા અહીં ક્લિક કરો 

ગૌરવ અજમેરાથી પણ ચાર વેંત ચઢિયાતો ધિરેન અજમેરા

જી.ડી. અજમેરા એજન્સીના ગૌરવ અજમેરાથી ચાર વેંત ચઢે તેવો તેનો બાપ ધિરેન અજમેરા છે. જ્યારે 120 જેટલા આયુષ ડોક્ટરોના મહિને 5 હજાર રૂપિયા ચાઉં કરવાના અજમેરા એજન્સીએ શરૂ કર્યા ત્યારે આયુષ ડોક્ટર તરીકે ફરજ બજાવતી 13 જેટલી મહિલા ડોક્ટરોએ આ અંગે હિંમતપૂર્વક મેયરથી લઈ મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરી હતી. મહિલા ડોક્ટરોએ કરેલી આ ફરિયાદની જાણ અજમેરા એજન્સીના ગૌરવ અજમેરાના બાપ ધિરેનને થતા ધિરેન અજમેરાએ ત્રણ જેટલી ફરિયાદી મહિલા ડોક્ટરોને પોતાની કેબિનમાં એકલી બોલાવી 45 મિનિટ સુધી ડરાવી-ધમકાવી હતી. ધિરેન અજમેરાના આ કૃત્યથી ગભરાઈ મહિલા ડોક્ટરોએ અજમેરા એજન્સી વિરુદ્ધ પાછીપાની કરી લીધી હતી પરંતુ ખાસ-ખબરમાં પ્રકાશિત થયેલા અજમેરા એજન્સીનાં કૌભાંડો બાદ ફરી એકવખત આયુષ ડોક્ટરો અજમેરા એજન્સી વિરુદ્ધમાં બહાર આવ્યા છે.

- Advertisement -

બેટા નંબરી તો બાપ દસ નંબરી: બાપ-દીકરાની જોડીએ મહિલા ડૉક્ટરોને ત્રાસ આપ્યો

અજમેરા અને ઘોણિયા સામે આવકથી વધુ સંપત્તિ મામલે ફરિયાદ
રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મેનપાવરનો કોન્ટ્રાક્ટ ધરાવતી જી.ડી. અજમેરા એજન્સીના ગૌરવ ધિરેન અજમેરા અને આરએમસી મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયા વિરુદ્ધ આવકથી વધુ સંપત્તિ હોવાની ફરિયાદ એક જાગૃત મહિલા કાર્યકરે કરેલી છે. આ ફરિયાદ મુજબ અજમેરા એજન્સી અને ગૌરવ ધિરેન અજમેરા તથા વિપુલ ઘોણીયાના વિવિધ બેંક એકાઉન્ટની અને અન્ય સંપત્તિની તપાસ હાથ ધરાશે કે કેમ તે તો જોવું રહ્યું પરંતુ એ હકિકત છે કે, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કરોડો રૂપિયાના કૌભાંડો આચરી ગૌરવ અને વિપુલે કરોડો રૂપિયા બનાવ્યા છે તેમજ આ બંને નામે ઘણી બેનામી સંપત્તિ હોવાના સમાચાર છે. આ ઉપરાંત જાગૃત મહિલા કાર્યકર દ્વારા આવતીકાલે અજમેરા એજન્સી – ગૌરવ ધિરેન અજમેરા અને વિપુલ ઘોણિયાનાં સમગ્ર કૌભાંડો અંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ સહિત શહેરી વિકાસ મંત્રાલય તથા આરોગ્ય વિભાગમાં રૂબરૂ મુલાકાત કરી ફરિયાદ કરવામાં આવશે એવું જાણવા મળી રહ્યું છે.

‘ખાસ-ખબર’માં પ્રકાશિત અહેવાલોનો પડઘો :

અજમેરા એજન્સી સાથે સંકળાયેલા કૌભાંડીઓનું આવી બનશે. જી. ડી. અજમેરા એજન્સીના ગૌરવ ધિરેન અજમેરા અને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન મહેકમ વિભાગના આસિ. મેનેજર વિપુલ ઘોણીયા દ્વારા 400 જેટલા કર્મચારીઓની PF, GST, CGST, ESICની રકમમાં આશરે 15 કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યા બાદ કોવિડ-19માં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતા 120 આયુષ ડોક્ટરો પૈકી એક આયુષ ડોક્ટર દીઠ અંદાજે રૂ. 5 હજાર તફડાવી 5 કરોડ રૂપિયાના કૌભાંડ કર્યા અંગે ખાસ-ખબરમાં તબક્કાવાર પ્રકાશિત થયેલા અહેવાલોનો પડઘો એવો જોરદાર પડ્યો છે કે હવે અજમેરા એજન્સીનું આવી બનવાનું નક્કી છે. પક્ષ-વિપક્ષથી લઈ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનાં ઈમાનદાર અધિકારી-પદાધિકારીઓ સુધી સમગ્ર મામલો પહોંચી ગયા બાદ આ કૌભાંડ સાથે સંકળાયેલા તમામ કૌભાંડીઓ પર કડક કાર્યવાહીની શરૂઆત થઈ ચૂકી છે. આ કૌભાંડના દોષીતોને કડક સજા થાય અને પીડિતોને ન્યાય મળે એ માટેની ખાતરી પણ કેટલાંક અધિકારી-પદાધિકારીઓએ આપી છે.

છેલ્લા બે વર્ષથી ગૌરવ ધિરેન અજમેરા અને વિપુલ ઘોણીયાની મિલીભગતથી 500થી વધુ કર્મચારીઓના PF, GST, CGST, ESIC ઉપરાંત પગારના રકમમાં મોટી ઘાલમેલ કર્યા બાદ થોડા મહિનાઓ અગાઉ જ્યારે કરાર આધારિત કર્મચારીઓએ કમિશનર, મેયર અને સંબંધિત અધિકારી-પદાધિકારીઓને આ અંગે ફરિયાદ કરી હતી ત્યારે અજમેરા એજન્સીના ધિરેન અજમેરા અને તેના એક માણસે પોતાની એજન્સીના કરાર આધારિત કર્મચારીઓને પોતાની પાસે બોલાવી ધમકાવ્યા હતા. જોકે એક મહિલા કર્મચારીઓએ ધિરેન અજમેરાએ આપેલી ધમકીઓનો ઑડિયો રેકોર્ડ કરી લીધો હતો અને એ 45 મિનિટની ઓડિયો ક્લિપ હવે ‘ખાસ-ખબર’ના માધ્યમથી જગજાહેર કરી અજમેરા એજન્સીના ગૌરવ અજમેરાનાં બાપ ધિરેન અજમેરાનો વરવો ચહેરો ઉઘાડો પાડવામાં આવી રહ્યો છે.

RMCમાં કરોડો રૂપિયાનાં કૌભાંડોનું કેન્દ્રબિંદુ જી.ડી. અજેમરા એજન્સી

અજમેરા એજન્સીએ કોન્ટ્રાક્ટ પર રાખેલા કરાર આધારિત કર્મચારીઓએ જ અજમેરા એજન્સી વિરુદ્ધ લેખિતમાં ફરિયાદ કરી છે

આયુષ ડૉક્ટરોએ અજમેરા એજન્સી વિરુદ્ધ મેયરથી લઈ પ્રધાનમંત્રી સુધી કરેલી ફરિયાદો

આયુષ ડૉક્ટરોએ પોતાને થઈ રહેલા અન્યાય વિશે ત્રણ-ત્રણ મહિના સુધી અધિકારી-પદાધિકારીઓને લેખિતમાં જણાવ્યું છે

અજમેરા એજન્સી વિરુદ્ધ કરવામાં આવેલી ઢગલાબંધ ફરિયાદો છતાં અધિકારી-પદાધિકારીઓએ તપાસ કરવાની પણ તસ્દી નથી લીધી!

સંજીવની રથ, ULC, આરોગ્ય કેન્દ્ર અને ધનવંતરી રથમાં કામ કરતા મેડિકલ ઓફિસર- આયુષ ડોક્ટરોનાં માસિક વેતનનાં કરોડો રૂપિયા અજમેરા એજન્સી ચાઉં કરી ગઈ તેના બોલતાં પુરાવા

You Might Also Like

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત

રાજકોટના લોકમેળામાં ૪૦થી વધુ જાલીનોટો વટાવી મોજશોખ કર્યા હોવાની કબૂલાત : એમપીના શખ્સને ઝડપી લેવા તજવીજ

ઢેબર રોડ પર બસ સ્ટેશનમાં સેન્ડલ વેલનેસ સેન્ટર નામના સ્પાની આડમાં કુટણખાનું ચલાવતુ દંપતિ ઝબ્બે

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ભારત જુનિયર હોકી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં : બેલ્જીયમને 1-0થી હરાવ્યું
Next Article અભયભાઈનાં કાર્યો, વિચારો જીવંત : વિજય રૂપાણી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે
બાઘી નજીક બાઈક સ્લીપ થતા 18 વર્ષીય યુવકનું મોત
પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત
ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના અનીડા-સોનારીયા રોડ પર ‘મોતના કૂવા’ જેવા ખાડાઃ ગ્રામજનો ત્રસ્ત
સુપેડી ગામે નિવૃત તલાટી મંત્રીને APK ફાઈલમાં કંકોત્રી મોકલી ઓનલાઈન ફ્રોડ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના સભ્યોનું લિસ્ટ જાહેર: ભાજપના 11 અને કોંગ્રેસના એક ઉમેદવારે ફોર્મ ભર્યું

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રઘુવંશી પરિવાર માટે 7 ઓક્ટોબરે ‘હાલો ને આપણા મલકમાં’ ગરબા મહોત્સવ યોજાશે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

પડધરીના મોવીયામાં ધોકાથી બઘડાટી, માતા – પુત્ર સહિત 3 ઈજાગ્રસ્ત

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?