કર્ણાટકમાં સૌથી વધુ અને કેરળમાં 500 જેટલા શંકાસ્પદ વિદેશીઓ ઝડપાયા
ચૂંટણી પંચ દ્વારા હાથ ધરાયેલી સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) પ્રક્રિયા દરમિયાન છ રાજ્યોની મતદાર યાદીમાંથી અંદાજે ૧,૬૦૦ શંકાસ્પદ વિદેશી નાગરિકોના નામોની ઓળખ કરવામાં આવી છે. કુલ મતદારો અને યાદીમાંથી હટાવાયેલા લાખો-કરોડો નામોની સરખામણીમાં આ આંકડો ખૂબ જ નહિવત છે. મહત્ત્વની વાત એ છે કે ચૂંટણી પંચે રાજ્યોને શંકાસ્પદ વિદેશી નાગરિકોનો અલગથી આંકડો એકત્ર કરવા માટે કોઈ પૂર્વ નિર્દેશ આપ્યા નહોતા, જેના કારણે ઘણા મહત્વના રાજ્યો પાસે આ અંગેનો કોઈ અલગ ડેટા ઉપલબ્ધ નથી. આ પ્રક્રિયા અંતર્ગત કર્ણાટકમાં સૌથી વધુ ૭૧૬ શંકાસ્પદ વિદેશી નાગરિકો ઝડપાયા હતા, જેમાં બેંગલુરુ નોર્થમાં ૫૪૫ નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે.
- Advertisement -
આ ઉપરાંત કેરળમાં અંદાજે ૫૦૦, ગોવામાં ૪૧૯, ઝારખંડમાં ૩ અને મેઘાલયમાં ૨. શંકાસ્પદ વિદેશી નાગરિકો મળી આવ્યા હતા, જ્યારે મિઝોરમમાં એક પણ વિદેશી નાગરિકનું નામ યાદીમાં જણાયું નહોતું. બીજી તરફ, પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ અને તેલંગાણાના ચૂંટણી અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે પંચના સ્પષ્ટ નિયમોના અભાવે તેમણે વિદેશી નાગરિકોનો કોઈ અલગ રેકોર્ડ જાળવ્યો નથી, જેને કારણે ડેટા એકત્ર કરવાની પદ્ધતિમાં રાજ્યો વચ્ચે ભારે ભિન્નતા જોવા મળી છે. સ્થાનિક સ્તરે પ્રશાસનિક મર્યાદાઓને ચૂંટણી પંચ દ્વારા શરૂ કરાયેલી આ વિશેષ અભિયાન પ્રક્રિયા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય યાદીમાંથી ગેરકાયદેસર અને બિનજરૂરી નામો દૂર કરવાનો હતો, જેમાં કારણે અલગ આંકડા મેળવવામાં મુશ્કેલીઓ સર્જાઈ હતી.




