એલસીબીનો જમાદાર વાડીમાં દરોડો : રોકડ 4.31 લાખ સહિત 10.52 લાખની મતા જપ્ત
રાજકોટ ગ્રામ્યમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબીએ જેતપુરમાં અમરનગર રોડ પર આવેલ જમાદાર વાડીમાં દરોડો પાડી 85થી વધું ગુનામાં સંડોવાયેલ જેતપુરના કુખ્યાત હિસ્ટ્રીશીટર અનિલ ડબલી સહિત 3 કુખ્યાત શખ્સોને જુગાર રમતાં ઝડપી લઇ રોકડ 4.31 લાખ સહિત 10.52 લાખનો મુદામાલ જપ્ત કર્યો છે.
- Advertisement -
રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા દારૂ-જુગારના ગણનાપાત્ર કેસો કરવાની સુચનાથી એલ.સી.બી. પીઆઈ જે.પી.રાવની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ વરૂ, મનદીપસિંહ જાડેજા, કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારાને બાતમી મળી હતી કે જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં અમરનગર રોડ પર આવેલ જમાદાર વાડી, પટેલનગરમાં રહેતાં પંકજ તેજા વાઘેલા તેના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડે છે આ બાતમી આધારે દરોડો પાડી જુગાર રમતાં મકાનમાલિક કુખ્યાત પંકજ તેજા વાઘેલા, અનીલ ઉર્ફે ડબલી મનસુખ બારૈયા અને અશોક ભગુ વાંકની ધરપકડ કરી રોકડ 4,31,500 તેમજ ક્રેટા કાર અને મોબાઈલ મળી કુલ 10,52,500નો મુદામાલ કબ્જે કર્યો હતો પકડાયેલ પંકજ વાઘેલા સામે હત્યા, દારૂ-જુગાર સહિતના અલગ અલગ પોલીસ મથકમાં 26 ગુના, અનીલ ઉર્ફે ડબલી સામે ગંભીર પ્રકારના 85 ગુના તેમજ 6 વખત પાસામાંજેલયાત્રા પણ કરી ચુક્યો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે અશોક સામે પણ 25થી વધુ ગુના નોંધાયા હોવાનું સામે આવ્યું છે.




