સલલાન્હા બેથી લોખંડની ખાણ સુધી 60 કિમીનું અંતર બે દિવસમાં કાપ્યું; ઓસ્ટ્રેલિયાનો 22 વર્ષ જૂનો રેકોર્ડ ધ્વસ્ત
માલગાડીને ખેંચવા વચ્ચે લગાવવામાં આવ્યા અનેક ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિન; રેલવે પરિવહન ક્ષમતાની મોટી કસોટી
- Advertisement -
દક્ષિણ આફ્રિકાની સરકારી પરિવહન કંપની ‘ટ્રાન્સનેટ’ દ્વારા રેલવે પરિવહનના ક્ષેત્રમાં એક અદ્ભુત સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. દેશે ૭.૬ કિલોમીટર લાંબી અને કુલ ૬૯૬ ડબ્બા ધરાવતી વિશાળ માલગાડી સફળતાપૂર્વક દોડાવીને નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ સાથે જ દક્ષિણ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાનો રર વર્ષ જૂનો રેકોર્ડ તોડી નાખ્યો છે, કારણ કે અગાઉ ૨૦૦૧માં ઓસ્ટ્રેલિયાએ ૭.૨૪ કિલોમીટર લાંબી માલગાડી દોડાવી હતી. ૧૭ ઓક્ટોબરે હાથ ધરવામાં આવેલા આ સફળ પરીક્ષણ હેઠળ ટ્રેને દરિયાકાંઠે આવેલા સલદાન્હા બે થી લોખંડની ખાણ સુધીનું ૮૬૦ કિલોમીટરનું અંતર બે દિવસમાં પૂરું કર્યું હતું. આટલી અતિશય લંબાઈ અને વજન ધરાવતી ટ્રેનને સંતુલિત રાખીને લાંબા અંતર સુધી દોડાવવી સરળ ન હોવાથી, ટ્રેનની વચ્ચે અનેક ઇલેક્ટ્રિક અને ડીઝલ એન્જિન જોડવામાં આવ્યા હતા. ખાલી ડબ્બા સાથે કરવામાં આવેલા આ પરીક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય ભારે માલસામાનને એકસાથે લાંબા અંતર સુધી પરિવહન કરવાની રેલવેની ક્ષમતા અને મજબૂતાઈને ચકાસવાનો હતો, જે સફળ રહ્યો છે. આ રેકોર્ડબ્રેક પ્રયાસથી ભવિષ્યમાં ભારે માલસામાનના લોજિસ્ટિક્સ અને પરિવહન ક્ષેત્રે નવી સંભાવનાઓ ખુલી છે.




