ડિફેન્ડિંગ ચેમ્પિયન ભારતે 1-0થી બેલ્જીયમ સામે વિજય મેળવતા ઓડિશાના ભુવનેશ્ર્વરમાં ચાલી રહેલા જુનિયર મેન્સ હોકી વર્લ્ડ કપની સેમિ ફાઈનલમાં પ્રવેશ મેળવી લીધો હતો. ભારત તરફથી બીજા ક્વાર્ટરમાં, મેચની 21મી મિનિટે શારદાનંદ તિવારીએ ગોલ નોંધાવ્યો હતો. આ સાથે ભારત મેન્સ જુનિયર હોકી વર્લ્ડ કપમાં પાંચમી વખત સેમિ ફાઈનલમાં પ્રવેશ્યું હતુ. હવે ભારત સેમિ ફાઈનલમાં 3 ડિસેમ્બરને શુક્રવારે જર્મની સામે ટકરાશે.



