By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇન્સ્ટાગ્રામનું ‘કલીન-અપ’ અભિયાન : અશ્લીલ અને હિંસક કન્ટેન્ટ રોકવા હવે AI મોડલ કરશે સતત દેખરેખ
    14 hours ago
    કોલંબિયા યુનિવર્સિટીમાં રાહુલે કહ્યું, શિક્ષણ-બેરોજગારીની ખામીના લીધે ભારત આર્થિક સંકટના આરે
    14 hours ago
    અમેરિકાની સુરક્ષા ખતરામાં ? : USમાં ટેક્નિકલ ‘બ્લૅકઆઉટ’
    14 hours ago
    હવાઈ સેવા ખોરવાયા બાદ હવે અમેરિકી બેંકોમાં ‘આઉટેજ’
    2 days ago
    અમેરિકામાં કોમ્યુનિકેશન સિસ્ટમ ફેઈલ : 8000 ફલાઈટ ૨દ
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી
    13 hours ago
    મોંઘવારીનો બેવડો મારઃ વસ્તુઓના ભાવ વધ્યા અને પેકેટનું વજન ઘટ્યું
    14 hours ago
    એનર્જીના નામે ખાંડનો ડોઝ! : 500 ML રેડબુલ પીવાથી શરીરમાં 55 ગ્રામ ખાંડ જાય છે
    14 hours ago
    એક દિવસમાં 50 કરોડથી વધુની 3 રોલ્સ-રોયસ કારની ડિલિવરી
    14 hours ago
    ફુલગામમાં ₹15 લાખનો ઈનામી આતંકી લતીફ એન્કાઉન્ટરમાં ઠાર
    14 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    મહેન્દ્ર સિંહ ધોનીની IPLમાંથી નિવૃતિ : CSKના મેન્ટોરની સંભાળશે જવાબદારી
    14 hours ago
    જય શાહ સતત બીજા કાર્યકાળ માટે બન્યા ICCના ચેરમેન
    3 days ago
    દુનિયામાં સૌથી વધુ ગોલ કરનાર રોનાલ્ડોની ઇન્ટરનેશનલ ફૂટબોલમાંથી નિવૃતિ જાહેર
    2 weeks ago
    મેક્સવેલે ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી
    2 weeks ago
    રાજકોટ મનપાના સ્વિમિંગ કોચ અવની સાવલીયાએ એશિયન માસ્ટર્સ સ્વિમિંગ સ્પર્ધામાં ત્રણ મેડલ હાંસલ કર્યા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રામાયણ પાર્ટ-1’ રિવ્યૂ: રણબીર-યશનો જબરદસ્ત અભિનય અને અદભુત VFX
    2 weeks ago
    ‘શૂટઆઉટ એટ લોખંડવાલા’ના નિર્દેશક સંજય ગુપ્તાનું નિધન
    3 weeks ago
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 months ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    5 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    5 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    5 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    5 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    5 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    6 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    12 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    4 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    4 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અનંત અંબાણી સનાતનની સેવામાં ઈશ્ર્વરનું સંતાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > અનંત અંબાણી સનાતનની સેવામાં ઈશ્ર્વરનું સંતાન
AuthorKinnar Acharya

અનંત અંબાણી સનાતનની સેવામાં ઈશ્ર્વરનું સંતાન

Khaskhabar Editor
Last updated: 2026/10/29 at 2:47 PM
Khaskhabar Editor 3 weeks ago
Share
13 Min Read
SHARE

આવું વિરાટ કાર્ય કોઈ સમૃદ્ધ દેશની સરકાર પણ કરી ન શકે, હું માનું છું કે અનંત ઈશ્ર્વરનું પોતાનું સંતાન છે: અંબાણી પરિવારે જે-જે સત્કાર્યો કર્યાં છે તેનું ઈશ્ર્વરે આપેલું ફળ છે, તેમની જેવી સરળતા જોવા મળવી દુર્લભ છે

‘દાન એ જ મારું કર્તવ્ય’ એવા પવિત્ર ભાવથી જીવતા અનંતનો સદા હસતો ચહેરો એ તેમના અઢળક સત્કર્મોનું સાચું કુદરતી પ્રતિબિંબ

- Advertisement -

અનંત અંબાણીની અનુકંપાનું સૌથી વિરાટ સ્વરૂપ છે વનતારા

તમે ક્યારેય અનંત મૂકેશભાઈ અંબાણીને ધ્યાનપૂર્વક નિહાળ્યા છે? તેમનાં મુખ પર ક્યારેય ગુસ્સો, ગ્લાની કે તણાવ જોયા? ના. બિલકુલ નહીં. દાન-સદ્કાર્યો અને કરૂણા તમને તાજગી આપે છે, સ્ફૂર્તિ, સંતોષ આપે છે. અને સૌથી મોટી વાત: આનંદ આપે છે. આનંદ બહુ દુર્લભ જણસ છે. એ સુખ કરતાં પણ ઊંચું શિખર છે, સૌથી ઊન્નત માનસિક અવસ્થા છે. જગતનાં સૌથી મોટાં ધનકુબેર ઈલોન મસ્ક પાસે દુનિયાભરનું સુખ છે. પરંતુ, તેમની પાસે આનંદ છે કે નહીં એ આપણને ખ્યાલ નથી. સુખ એક ભૌતિક બાબત છે, આનંદ તો આત્મિક હોય. અનંત અંબાણી આવી જ અવસ્થાએ પહોંચેલો એક ઓલીયો આત્મા છે. મહત્ત્વપૂર્ણ વાત એ છે કે, તેની દાનવૃત્તિ, અનુકંપા, સરળતા અને મળતાવડો સ્વભાવ કૃત્રિમ નથી, એ કંઈ દેખાડો નથી અને રિલાયન્સની માર્કેટિંગ સ્ટે્રટેજીનો હિસ્સો પણ નથી. હું કદી અનંતને મળ્યો નથી પરંતુ તેમની બોડી લેન્ગ્વેજ અને હાવભાવથી એટલું જાણી શકું છું કે, અનંત બિલકુલ આર્ટિફિશિયલ માણસ નથી.
હમણાં જ મેં ક્યાંક લખ્યું હતું, વિજ્ઞાન જેને “હેલ્પર્સ હાઈ” કહે છે, તે સાત્ત્વિક આનંદ અને અનોખી માનસિક શાંતિ અનંત અંબાણીના ચહેરા પર અહર્નિશ સ્પષ્ટ છલકાય છે. કોઈ જરૂરિયાતમંદની વહારે જઈને છૂટા હાથે નિષ્કામ દાન આપવાની તેમની આદત મગજના રિવોર્ડ સેન્ટરને સક્રિય કરી ડોપામાઈનનો સતત સંચાર કરે છે, જેના લીધે તેમના મુખારવિંદ પર અદભુત સંતોષ અને ઊર્જાસભર ખુશીનો કાયમી અહેસાસ જોવા મળે છે. સર્વ સમાજ અને અબોલ પશુઓ પ્રત્યે તેમના હૃદયમાં રહેલી અપાર કરુણાથી શરીરમાં ‘ઓક્સિટોસિન’ એટલે કે લવ હોર્મોનનું પ્રમાણ સદા ઊંચું રહે છે, જે તેમના વર્તનમાં સહજ આત્મીયતા, ઊંડી સહાનુભૂતિ અને સામેવાળાને પોતાના કરી લેવાની અમીરાત પ્રગટાવે છે. સતત સેવાકાર્યોમાં રત રહેવાથી ઝરતું ‘સેરોટોનિન’ તેમના મૂડને સદાય પ્રફુલ્લિત, સ્થિર અને પ્રસન્નચિત્ત રાખે છે; પરિણામે સેંકડો વ્યવસાયિક અને સામાજિક જવાબદારીઓ વચ્ચે પણ તેઓ ક્યારેય મૂડલેસ, નિસ્તેજ કે તણાવગ્રસ્ત જણાતા નથી. દાનની સરવાણી વહાવી મનને મળતી પરમ તૃપ્તિ શરીરમાં કુદરતી ‘એન્ડોર્ફિન્સ’ મુક્ત કરે છે, જે માનસિક થાકને ક્ષણવારમાં ઓગાળી દે છે અને તણાવ વધારતા ‘કોર્ટિસોલ’ હોર્મોનને સાવ ઘટાડી નાખે છે. સામાન્ય લોકો જ્યારે સુખ ભૌતિક બાબતોમાં શોધે છે, ત્યારે એ અન્યને આપીને ભીતરથી પરમ સુખનો અનુભવ કરે છે. સાચા વૈષ્ણવજન તરીકેનું સાત્ત્વિક દાન તેમના અંત:કરણને શુદ્ધ રાખી બાહ્ય આભામંડળને અત્યંત તેજોમય બનાવે છે.
સતત આપતા રહેવાનો આ ભાવ તેમના મન અને તનને હળવાફૂલ રાખે છે, જેના કારણે તેમના ચહેરા પર તાજગી અને આંખોમાં એક વિશિષ્ટ ચમક સતત ઝળહળે છે. વિજ્ઞાન અને અધ્યાત્મનો આ સંગમ સાબિત કરે છે કે અંતરની ઉદારતા સીધી ચહેરાનું તેજ બનીને ખીલે છે, અને ‘દાન એ જ મારું કર્તવ્ય છે’ એવા પવિત્ર ભાવથી જીવતા અનંતનો સદા હસતો ચહેરો એ તેમના અઢળક સત્કર્મોનું સાચું કુદરતી પ્રતિબિંબ છે.
ગઈકાલે અનંતે જીઓના શેર બજારમાં લિસ્ટિંગ સમયે આપેલું વક્તવ્ય તેમની વિનમ્રતા પર વધુ એક મહોર છે. આ સ્પીચ પછી લોકો ચોતરફ તેમની ચર્ચા કરી રહ્યાં છે. આજે જ્યારે વિશ્ર્વ ભૌતિક સુખ અને સત્તાની દોડમાં ડૂબેલું છે, ત્યારે એક યુવાન ભારતીય ઉદ્યોગપતિનું નામ આકાશમાં તારા જેવું ચમકે છે – અનંત મુકેશ અંબાણી. તેઓ માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના નિર્દેશક નથી, તેઓ એક એવી આત્મા છે જેમણે પોતાની જિંદગીને સર્વ ભૂત હિત, જીવસેવા અને સનાતન ધર્મની સેવામાં સમર્પિત કરી દીધી છે. તેમની અનુકંપા અજોડ છે. વનતારા તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આવું વિરાટ કાર્ય કોઈ સમૃદ્ધ દેશની સરકાર પણ કરી ન શકે. હું માનું છું કે અનંત ઈશ્ર્વરનું પોતાનું સંતાન છે. અંબાણી પરિવારે જે-જે સત્કાર્યો કર્યાં છે તેનું ઈશ્ર્વરે આપેલું ફળ છે. તેમની જેવી સરળતા જોવા મળવી દુર્લભ છે.
અનંત અંબાણીનું જીવન એક મહાન સંદેશ આપે છે. તેઓ 10 એપ્રિલ 1995ના રોજ મુંબઈમાં જન્મ્યા. મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના સંતાન. ધન-સંપત્તિના પર્વત વચ્ચે પણ તેમનું હૃદય સાદગી અને ભક્તિથી ભરેલું છે. બાળપણથી તેમને સ્વાસ્થ્યની પડકારોનો સામનો કરવો પડ્યો – અસ્થમા, કુશિંગ સિન્ડ્રોમ અને અન્ય મુશ્કેલીઓ. પરંતુ માતા-પિતાના પ્રેમ અને પોતાની સકારાત્મક વૃત્તિએ તેમને ક્યારેય હાર માનવા ન દીધું. તેઓ કહે છે કે માતા-પિતાએ તેમને ક્યારેય બીમાર હોવાનું અનુભવવા ન દીધું. આ સંઘર્ષે તેમને વધુ કરુણાળુ અને ઈશ્ર્વરપ્રેમી બનાવ્યા. આજે તેઓ રાધિકા મર્ચન્ટ સાથે વિવાહિત છે, અને તેમનું પરિવાર જીવન પ્રેમ, સન્માન અને સંયુક્ત મૂલ્યોથી ભરપૂર છે. અકાશ અને ઈશા સાથેની ભાઈ-બહેનની સગાઈ, માતા નીતાબેનની સેવા-ભાવના અને પિતા મુકેશભાઈના માર્ગદર્શને તેમને એક સંપૂર્ણ વ્યક્તિત્વ આપ્યું છે. તેઓ ગુરુવાર, તિરુમલા, સોમનાથ, દ્વારકા જેવા પવિત્ર સ્થાનો પર જાય છે, પાદયાત્રા કરે છે, અને હૃદયથી ભક્તિ કરે છે. તેમની સરળતા, વિનમ્રતા અને પરિવારપ્રેમ આજના યુગમાં અત્યંત દુર્લભ છે.
સનાતન ધર્મ માટે તેમની સખાવત એવી છે કે અગાઉ કોઈ ઉદ્યોગપતિએ આટલી પ્રતિબદ્ધતાથી કાર્ય કર્યું નથી. અહલ્યાબાઈ હોલકર પછી કોઈ પ્રથમ એવી વ્યક્તિ આવી છે જે આટલી પ્રતિબદ્ધતાથી સનાતન માટે કાર્ય કરતી હોય. અહલ્યાબાઈએ મંદિરો બનાવ્યાં, ધર્મસ્થાનોનું રક્ષણ કર્યું અને પ્રજાની સેવા કરી. અનંતે આજના યુગમાં તે જ ભાવનાને વિશાળ સ્વરૂપ આપ્યું છે. તેમના જન્મદિવસે તેઓ કરોડો રૂપિયાની દાનસેવા કરે છે. દ્વારકામાં યાત્રીઓ માટે યાત્રી ભવન, અંબાજી અને સોમનાથમાં ભોજનપ્રસાદ સેવા જે લાખો ભક્તોને લાભ આપે છે, સાલંગપુરમાં ગૌશાળા, કેરળના ગુરુવાયુર અને રાજરાજેશ્ર્વરમ મંદિરમાં દાન અને ગોપુરમના જીર્ણોદ્ધાર માટે લાખો રૂપિયા, તિરુમલામાં વાળનું દાન અને ઇલેક્ટ્રિક બસો – આ બધું તેમની ભક્તિ અને સેવાનું પ્રતીક છે. તેઓ કહે છે કે ભારતની આધ્યાત્મિક પરંપરાઓ માત્ર પૂજાના સ્થાનો નથી, તે વિશ્ર્વાસ, સમુદાય, કરુણા અને પ્રકૃતિ સાથેના જોડાણને પોષે છે. આ સેવાઓ દ્વારા તેઓ કરોડો લોકોના જીવનને સ્પર્શે છે. આ સનાતનની સાચી સેવા છે – મંદિરોનું રક્ષણ, યાત્રીઓની સુવિધા, ગૌસેવા અને જીવમાત્ર પ્રત્યેની દયા.
પરંતુ અનંત અંબાણીની અનુકંપાનું સૌથી વિરાટ સ્વરૂપ છે વનતારા. વનતારા એટલે જંગલનો તારો. જામનગરમાં રિલાયન્સના રિફાઇનરી કોમ્પ્લેક્સની ગ્રીન બેલ્ટમાં ફેલાયેલું આ 3000 થી 3500 એકરનું વિશાળ કેન્દ્ર માત્ર એક પ્રાણી આશ્રયસ્થાન નથી. તે એક જીવસેવાલય છે, એક ધર્મસ્થાન છે, જ્યાં ઈશ્ર્વરની સૃષ્ટિના દરેક જીવને નવું જીવન મળે છે. અનંતે કહ્યું છે કે તેઓ માને છે કે તેઓ પ્રાણીઓની સેવા માટે પસંદ કરાયેલા છે. સ્વામી વિવેકાનંદની જીવસેવાની ભાવનાથી પ્રેરિત આ કેન્દ્રમાં ઘાયલ, દુવ્ર્યવહારનો ભોગ બનેલા, વનવિનાશ અને સર્કસ-લોગિંગમાંથી બચાવેલા હજારો પ્રાણીઓને આશ્રય મળે છે. હાથીઓની સંખ્યા 250થી વધુ છે – વિશ્ર્વનું સૌથી મોટું હાથી સંભાળ કેન્દ્ર. 998 એકરમાં ફેલાયેલા આ વિસ્તારમાં હાથીઓ સાંકળ વગર, મુક્તપણે ફરે છે, કાદવમાં નહાય છે, ઘાસ ચરે છે અને પ્રકૃતિ સાથે જોડાય છે. વિશ્ર્વની સૌથી મોટી હાથી હોસ્પિટલ અહીં છે – 25,000 ચોરસ ફૂટની, હાઈપરબેરિક ઓક્સિજન ચેમ્બર, લેઝર, એન્ડોસ્કોપી, સીટી સ્કેન અને વિશેષ સારવાર સાથે. આયુર્વેદિક મસાજ, હાઈડ્રોથેરાપી પૂલ અને વિશેષ આહાર તેમને નવું જીવન આપે છે.
વનતારામાં માત્ર હાથીઓ જ નહીં. સિંહ, વાઘ, ચિત્તા, મગર, વિવિધ પક્ષીઓ, સરીસૃપ અને દુર્લભ પ્રજાતિઓ – હજારો પ્રાણીઓ, સેંકડો પ્રજાતિઓ. એશિયાનું સૌથી અદ્યતન વન્યજીવ હોસ્પિટલ અહીં છે – લગભગ એક લાખ ચોરસ ફૂટનું, એમઆરઆઈ, સીટી સ્કેન, આઈસીયુ, ઓપરેશન થિયેટર, રોબોટિક સર્જરી અને વિશ્ર્વના નિષ્ણાતો સાથે વિડિયો ક્ધફરન્સિંગની સુવિધા સાથે. 75થી વધુ વન્યજીવ એમ્બ્યુલન્સ, 200થી વધુ વિશેષજ્ઞો, વૈજ્ઞાનિક પ્રયોગશાળાઓ, પોષણ માટે વિશાળ રસોડું અને 24 કલાકની સેવા. અહીં પ્રાણીઓને માત્ર સારવાર નથી મળતી, તેમને ગૌરવ, આઝાદી અને પ્રેમ મળે છે. કેટલાકને પુન:વનમાં મુક્ત કરવામાં આવે છે, કેટલાકને આજીવન સુરક્ષિત આશ્રય. આ કાર્ય એટલું વિરાટ છે કે કોઈ સરકાર પણ આટલા પાયે, આટલી ગુણવત્તા અને આટલી કરુણા સાથે કરી શકે તેમ નથી. અનંતે આને પોતાનું ધર્મ અને સેવા માન્યું છે. તેઓ કહે છે કે સર્વ ભૂત હિત એ સનાતનનો મૂળ મંત્ર છે.
આ બધું જોઈને આપણી આંખોમાં પણ ચમક આવી જાય. એક યુવાન, જેની પાસે વિશ્ર્વની સૌથી મોટી સંપત્તિ છે, તે પ્રાણીઓના દુ:ખને પોતાનું દુ:ખ માને છે. તે મંદિરોમાં જઈને વાળ દાન કરે છે, પાદયાત્રા કરે છે, અને કરોડો લોકોને અન્ન અને આશ્રય આપે છે. તેની વાણીમાં વિનમ્રતા છે, હાવભાવમાં સરળતા છે, અને કાર્યોમાં ઈશ્ર્વરીય કૃપા છે. પરિવારની ભાવના તેમને મજબૂત બનાવે છે. માતા નીતાબેનની સેવા-ભાવના, પિતાનું માર્ગદર્શન અને પત્ની રાધિકાનો સહારો – આ બધું મળીને એક મહાન આત્માનું નિર્માણ કરે છે. તેમની સરળતા એવી છે કે મોટા-મોટા લોકો પણ તેમની સામે નમે છે. તેઓ લાઇમલાઇટથી દૂર રહે છે, પરંતુ તેમના કાર્યો વિશ્ર્વને પ્રકાશિત કરે છે.
હું હંમેશા લોકોને કહેતો હોઉં છું : પૈસાનું-લક્ષ્મીજીનું સન્માન કેવી રીતે થાય, તેનો ઉપયોગ કેવી રીતે કરવાનો હોય- એ જાણવું હોય તો ધનકુબેર વણિકનું જીવન નિહાળો. એમને ત્યાં લક્ષ્મી શા માટે ટકે છે તે સમજાઈ જશે. આપણે અલક્ષ્મીને નોતરતાં યુવાનોનાં ઉદાહરણો ભાળીએ જ છીએ. થોડાં પૈસા આવે ત્યાં કાળા કાચવાળી થાર કે સ્કોર્પિયો ફેરવવા માંડે. અઠવાડિયામાં ત્રણ દિવસ ચિકન-મટન અને દરરોજ દારૂ. દર બે મહિને પાંચ દિવસ પટ્ટાયા. ત્યાંની સન્નારીઓ તેમને નામજોગ ઓળખતી હોય. અહીંથી જાય ત્યારે પાછા મેડમ માટે કેસર પેંડા પણ લઈ જાય. ઘેર દર વખતે મુંબઈ-દિલ્હીનું કહીને ગયા હોય. આપણી ગૃહિણીઓ જ્યારે મોબાઈલ ચેક કરવાની જેમ પાસપોર્ટ ચકાસવાનું શીખી જશે ત્યારે બહુ ઝાઝાં ઘર ભાંગવા માંડશે. આ લોકોની ચર્ચા પણ સાંભળવા જેવી હોય. આપણાં માટે સેન્ડવિચ માત્ર ખાવાનું વસ્તુ છે, તેમનાં માટે તેમની ગમતી ફેન્ટસી છે. એક કહે: ‘હવે પટ્ટાયામાં અગાઉ જેવી મજા નથી, હું મકાઉ જ જાઉં છું!’ બીજો કહે: ‘ઉઝાબેકિસ્તાન અને દુબઈ જેવું ક્યાંય નહીં!’ આખો એક મોટો વર્ગ છે: જેમની જિંદગી આ વર્તૂળમાં જ ખત્મ થઈ જાય છે. ઈરેકટાઈલ ડિસ્ફંકશન શરૂ ન થઈ જાય ત્યાં લગી એમની આ લીલાઓ ચાલું હોય છે. દેશ બદલાય, સ્થળ બદલાય, ખંડ બદલાય… પણ બંદાની દૃષ્ટિ અર્જુનની જેમ ચકલીની આંખ પર જ ટકેલી હોય. આવા લોકોએ અનંત અંબાણી પાસેથી પ્રેરણા લેવાની છે. આ લક્ષ્મીનો આદર નથી, અપમાન છે અને અલક્ષ્મીને રેડ કાર્પેટ ઈન્વિટેશન છે. મોડર્ન બનવું એટલે અય્યાશી કરવી એમ નહીં, મોડર્ન એને કહેવાય જે અન્યોનાં જીવનમાં કશુંક પરિવર્તન લાવે.
વનતારા અને તેમની સનાતન સેવા જોઈને લાગે છે કે ઈશ્ર્વરે જ આ આત્માને પૃથ્વી પર મોકલ્યો છે. અગાઉના યુગમાં અહલ્યાબાઈ હોલકરે ધર્મનું રક્ષણ કર્યું. આજે અનંત અંબાણી તે જ ધર્મને વિશાળ સ્વરૂપે સેવી રહ્યા છે – મંદિરો, યાત્રીઓ, ગૌમાતા અને વન્યજીવો દ્વારા. તેમની અનુકંપા અજોડ છે કારણ કે તે માત્ર પૈસાની નથી, તે હૃદયની છે. તે માત્ર પ્રોજેક્ટ નથી, તે સાધના છે. જ્યારે હાથી તેમને સુંઢથી સ્પર્શે છે, જ્યારે ભક્તોને ભોજન મળે છે, જ્યારે ઘાયલ પ્રાણી સાજો થાય છે – ત્યારે ઈશ્ર્વરની કૃપા સ્પષ્ટ દેખાય છે.
અનંત અંબાણી આપણને યાદ અપાવે છે કે સાચી સમૃદ્ધિ સેવામાં છે, સાચી શક્તિ કરુણામાં છે, અને સાચું જીવન ધર્મમાં છે. તેમનું જીવન એક પ્રેરણા છે – કે પૈસા અને સત્તા હોવા છતાં પણ વ્યક્તિ વિનમ્ર, ભક્ત અને સેવક બની શકે છે. વનતારા એ માત્ર એક કેન્દ્ર નથી, તે ભવિષ્યની પેઢી માટે એક મંદિર છે, જ્યાં જીવમાત્રની સેવા થાય છે. અંબાણી પરિવારના સત્કાર્યોનું ફળ છે આ આત્મા. હું માનું છું કે અનંત ઈશ્ર્વરનું પોતાનું સંતાન છે, જે આ પૃથ્વી પર સનાતનની જ્યોતને પ્રજ્વલિત કરવા આવ્યા છે.

- Advertisement -

You Might Also Like

કોર્પોરેટ વિવાદોના નિકાલ માટે ‘કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ’ અસરકારક ઝડપી હથિયાર

જૂલે વર્નની ઉત્તરધ્રુવ પર માનવી પહોંચ્યા અગાઉ લખાયેલી સાહસિક નવલકથા ‘બરફનું રણ’

શહેર ગમે તે હોય સવાલ એકે જ છે, ટેક્સ પ્રજાનો, તંત્રની બેદરકારીને લીધે વેડફતા કરોડો રૂપિયા …

ગુવાર; ધ ગ્રીન ગોલ્ડ ઓફ ઈન્ડિયા!

જીવન-મૃત્યુને નિર્લેપ ભાવે જોવાની કળા

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચક્રવાત અર્નબને કારણે આંધ્ર અને ઓડિશામાં 5 લોકોનાં મોત
Next Article ગુજરાતમાં મામલતદાર સંવર્ગનું કેડર સ્ટ્રેન્થ નક્કી કરાયું: મહેસૂલ વિભાગે 673 જગ્યા મંજૂર કરી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મુંબઈ એરપોર્ટ પર સ્પાઈસજેટની ફ્લાઈટ્સ કલાકો સુધી મોડી પડી

Khaskhabar Editor Khaskhabar Editor 13 hours ago
રાજકોટમાં વોર્ડ નં-17માં બોલબાલા માર્ગ પર સીલ મારેલી મિલકતમાં ફરી બાંધકામ શરૂ
બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોનો હુમલો, ગાડી ચઢાવવાનો પ્રયાસ કર્યો
રાજકોટ મહાપાલિકાના 53મા સ્થાપના દિને ‘નાદ-નિનાદ’ સંગીત સંધ્યાનું આયોજન
રાજકોટમાં આપઘાતના બનાવો અટકાવવા પોલીસના જીવન આસ્થા કેન્દ્રનો પ્રારંભ
રાજકોટઃ શનિવારે જિલ્લા કલેક્ટર ડો. ઓમ પ્રકાશની અધ્યક્ષતામાં લેન્ડ ગ્રેબિંગની બેઠક મળશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

Author

કોર્પોરેટ વિવાદોના નિકાલ માટે ‘કોમર્શિયલ કોર્ટ્સ એક્ટ’ અસરકારક ઝડપી હથિયાર

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

જૂલે વર્નની ઉત્તરધ્રુવ પર માનવી પહોંચ્યા અગાઉ લખાયેલી સાહસિક નવલકથા ‘બરફનું રણ’

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

શહેર ગમે તે હોય સવાલ એકે જ છે, ટેક્સ પ્રજાનો, તંત્રની બેદરકારીને લીધે વેડફતા કરોડો રૂપિયા …

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?