ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
હત્યાની કોશીશ કરવાના ગુના સબબ ભક્તિનગર પો.સ્ટેમા તા.12/10/2019 ના રોજ ભારતીય દંડ સંહીતાની કલમ 307,326 વિગેરે તેમજ જી.પી એક્ટની કલમ 135(1) વિગેરે મુજબની ફરીયાદ નોંધવામા આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામા આવેલ હતી અને ચાર્જશીટ કરવામા આવેલ હતુ અને આ કામની ટ્રાયલ ચાલી જતા આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ રાજ્કોટની સેસન્સ કોર્ટ દ્વારા ફરમાવામા આવેલ હતો.
આ કેસની ફરીયાદમા જણાવ્યા મુજબની ટુકમા હકીકત એવી છે કે, આ કામના ફરિયાદી જેસિંગભાઈ રઘુભાઈ સેટાણીયા કે જેઓ હાર્ડવેરના જોબવર્કનું કારખાનું ધરાવે છે અને જંગલેશ્વર, રાજકોટ ખાતે રહે છે બનાવના દિવસે સાંજે 6 વાગ્યાના અરસામાં તેમનો દીકરો દૂધની કોથળી લેવા નીકળેલ હતો ત્યારે તેમના પાડોશમાં રહેતા ઝરીનાબેનના ઘરે રહેતો મોઈન નામનો ઈસમ ફરીયાદીના દીકરા સાથે બાઈક લઈને ભટકાયેલ અને જેમફાવે તેમ ગાળો આપી ઝગડો કરેલ ત્યારબાદ થોડી વાર પછી ફરીયાદીના માલસામાન ના રીક્ષાના ફેરા કરતાં અફઝલભાઈ બેલીમ ભાડું લેવા આવેલા તેમજ ફરીયાદીનું જોબ વર્કનું કામ કરો સતેન્દ્રબાબુ રામચંદ્ર ભૈયા માલ લેવા આવેલ હતો અને બધા ઊભા હતા તે દરમીયાન ફરીયાદીની શેરીમાં રહેતા ઝરીનાબેન તેમજ તેમના બંને દીકરા નાનો સોહિલો અને મોટો સોહિલો તથા આસીફ ગંધારો તથા મોઈન એજાજ તથા અજય જાડેજા એમ બધા હાથમાં કુહાડી, તલવાર, છરી, કુહાડી, લાકડાના ધોકા, લોખંડના પાઈપ, જેવા હથીયારો લઈને આવેલ હતા અને હુમલો કરેલ હતો ફરીયાદી તેમજ તેના દીકરા લાલજી તેમજ રીક્ષાવાળા અફઝલભાઈ બેલીમ તેમજ સતેન્દ્રબાબુ ભૈયા પર હુમલો કરી જેમ ફાવે તેમ માર મારેલ હતો અને વાહનોમાં તોડફોડ કરેલ હતી અને રૂ.50,000/- જેટલું નુકસાન કરેલ હતું. અને સતેન્દ્રબાબુ ભૈયાને તલવાર જેવા હથીયારથી ખુબજ ગંભીર ઈજાઓ થતાં તે પડી ગયેલ અને તેના આખા શરીરમાંથી લોહી નીકળતું હોય અને બેભાન જેવી હાલતમાં હોય તેમજ અન્ય લોકોને પણ ખુબજ ઈજાઓ થયેલ હોય અને એમ્બ્યુલન્સ સમયસર ના આવતા તમામ લોકો રીક્ષામાં સારવાર માટે સીવીલ હોસ્પીટલમાં દાખલ થયેલ હતા તેમજ સતેન્દ્ર બાબુને ખુબજ ઈજાઓ હોય ડોક્ટર દ્વારા તેમની હાલત ખુબજ સીરીયસ હોય તેવું જણાવેલ હતું અને અન્ય તમામ લોકો દ્વારા સારવાર લેવામાં આવેલ હતી જે મતલબની વિગતવાર ફરિયાદ ફરિયાદી દ્વારા આપવામાં આવેલ હતી. જેથી આ કામના આરોપીઓ 1)મોઈન મહેબૂબ અજમેરી 2)એઝાજ અનવર અજમેરી 3)અજસીનહ જાડેજા 4)સાહિલ અજીતભાઈ હિંગોરા 5) સોહિલ અજીતભાઈ હિંગોરા 6) ઝારીનાબેન અજીતભાઈ હિંગોરા 7)અનવર હબીબ અજમેરી 8)અજીત અબ્દુલ હિંગોરા 9)ઈલીયાસ હારૂન ડાકોરા 10) મનસુખ રણછોડભાય કુકડીયા 11) આસીફ હારૂન કુરેશી 12)વિપુલ નારશી વાડોદરીયા 13)નીલોફર અજીતભાઈ હિંગોરા 14) રોશનબેન આસીફભાઈ સમય 15)જુનેદ અલીમહમદ દોઢીયા 16)આસીફ સુલેમાંભાઈ સમયની અટક કરી રાજકોટના જ્યુ.મેજી ફ.ક સાહેબ સમક્ષ રજુ કરેલ હોય અને ત્યારબાદ આરોપીને જ્યુડીસ્યલ કસ્ટડીમા મોકલવાનો હુકમ ફરમાવેલ હતો. ઉપરોક્ત્ત કામમા પોલીસ દ્વારા આરોપીઓની ધરપકડ કરવામા આવેલ અને તેઓ વિરૂધ્ધ ચાર્જશીટ ફાઈલ કરેલ હતુ. જે પૈકી ચાલુ કામે આરોપી જુનેદ અલીમહમદ દોઢીયા તેમજ મનસુખ રણછોડભાય કુકડીયા અવસાન પામેલ હતા.
જરૂરી કાયદાકીય પ્રકિયાના ભાગ રૂપે હાલના કામે જરૂરી મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવાઓ તપાસવામા આવેલ હતા અને આ કામે બચાવ પક્ષે આરોપી તરફેની જરૂરી રજુઆતો કરવામા આવેલ હતી જે તેમજ ફરીયાદ પક્ષનો મૌખીક તેમજ દસ્તાવેજી પુરાવો જોતા ફરીયાદી તથા સાહેદો ફરીયાદપક્ષના કેસને સમર્થન કરતા ન હોય તેમજ એવી કોઈ ચોક્કસ હકીકત આવેલ ન હોય અને આરોપીઓ સામેની આક્ષેપીત હકીકત પુરવાર થતી ન હોય જેથી આરોપી નિર્દોષ ઠરાવી છોડી મુકવા માંગણી કરેલ હતી.ઉપરોક્ત્ત તમામ હકીકતો તેમજ દલીલો ધ્યાને લઈ રાજ્કોટના મહે. એડીસનલ સેસન્સ જજ દ્વારા આરોપીને નિર્દોષ ઠરાવી છોડી મુકવા હુકમ ફરમાવેલ છે.
આ કામે આરોપી વતી રાજ્કોટના એડવોકેટશ્રી રણજીતભાઈ એમ.પટગીર, સાહિસ્તાબેન એસ.ખોખર, દયા કે. છાયાણી, નિમેશ વિ. જાદવ, પ્રહલાદસિંહ બી. ઝાલા તેમજ આસીસ્ટનટ તરીકે શ્રધ્ધા આર. ખખ્ખર રોકાયેલ હતા.



