આ મંદિરની 35 વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી: સમગ્ર મંદિર અને ગૌશાળાનું સંચાલન સંત સેવકદાસજી ગુરૂ ગોવિંદદાસજી મહારાજ સંભાળી રહ્યા છે
‘રૂબી હોટેલ’ના માલિક જમનભાઈ પટેલે મંદિર અને ગૌશાળાના પવિત્ર કાર્ય માટે 2000 વાર જેટલી જગ્યા દાનમાં આપી હતી
- Advertisement -
દર શનિ- રવિ 24 કલાક અખંડ રામધૂનનું આયોજન: તમામ ધર્મપ્રેમી હરિભક્તો ભોજન પ્રસાદની વ્યવસ્થા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.3
રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ડ્રાઈવ ઈન સિનેમાની સામે, વીરડા વાજડી ગામે સ્થિત પ્રખ્યાત શ્રી સુરેશ્વર હનુમાનજી મંદિર અને તેની સાથે સંકળાયેલી શ્રી ગોવિંદ ગૌશાળા હાલ આર્થિક અને વ્યવસ્થાપકીય કટોકટીનો સામનો કરી રહી છે. આશરે 35 વર્ષ જૂના આ પવિત્ર સ્થાન પર ગૌમાતાના નિભાવ અને ઉનાળાની ભીષણ ગરમીમાં પાણીની વ્યવસ્થા જાળવી રાખવા માટે મંદિરના મહંત દ્વારા ધર્મપ્રેમી જનતાને સખાવતી હાથે દાન આપવા નમ્ર અપીલ કરવામાં આવી છે. આ મંદિરના નિર્માણ પાછળ એક મોટું ઉદારતાનું ઉદાહરણ જોડાયેલું છે. તે સમયે જાણીતી ’રૂબી હોટેલ’ના માલિક જમનભાઈ પટેલે મંદિર અને ગૌશાળાના પવિત્ર કાર્ય માટે 2000 વાર જેટલી વિશાળ જગ્યા દાનમાં આપવામાં આવી હતી. ત્યારથી આ સ્થાન હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે. હાલમાં આ સમગ્ર મંદિર અને ગૌશાળાનું સંચાલન પરમ પૂજ્ય સંત સેવકદાસજી ગુરૂ ગોવિંદદાસજી મહારાજ ખૂબ જ ભક્તિભાવ પૂર્વક સંભાળી રહ્યા છે.
મંદિર પરિસરમાં જ શ્રી ગોવિંદ ગૌશાળા ચલાવવામાં આવે છે, જેમાં હાલમાં 61 જેટલી ગાયો આશ્રય મેળવી રહી છે. ગૌમાતાની સારસંભાળ, લીલો-સૂકો ઘાસચારો (નીણ), પશુ આહાર અને દવાઓ પાછળ દર મહિને મોટો ખર્ચ થાય છે. કોઈ કાયમી સરકારી ગ્રાન્ટ વિના, માત્ર લોક સહયોગથી આ ખર્ચ ઉઠાવવો ઘણો મુશ્કેલ બની રહ્યો છે. ગૌશાળાની ગાયોને પીવા માટે અને મંદિરની જરૂરિયાત માટે હાલમાં દર બે દિવસે પાણીના પ્રાઇવેટ ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે. એક સિંગલ ટેન્કરનો ખર્ચ રૂપિયા 800 થાય છે, જેના કારણે મંદિર પર આર્થિક બોજો સતત વધી રહ્યો છે.
- Advertisement -
જે પણ દાતાઓ આશ્રમમાં પોતાનું યથાશક્તિ દાન આપવા ઈચ્છે છે, તેઓ ૠજ્ઞજ્ઞલહય ઙફુ અથવા ઓનલાઈન બેંક દ્વારા રકમ મોકલી શકે છે.
ખાતાધારકનું નામ: શ્રી ગોવિંદ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ
બેન્કનું નામ: અઞ જખઅકક ઋઈંગઅગઈઊ ઇઅગઊં
ખાતા નંબર: 2402212664066999
ઈંઋજઈ કોડ: અઞઇક0002126
ગૌસેવા અને પ્રભુકાર્યમાં સહભાગી બનવા અપીલ
ભગૌશાળામાં નવા છાપરા અને ફ્લોરીંગ કરાવવા માટે સેવકદાસજી મહારાજે તમામ દાતાઓ, ઉદ્યોગપતિઓ અને ગૌભક્તોને ખુલ્લા હાથે દાન આપવા માટે આગ્રહભરી વિનંતી કરી છે કે, “ગૌસેવા એ જ પ્રભુસેવા છે. આ કપરા ઉનાળામાં મૂંગા પશુઓ આકુળ-વ્યાકુળ ન થાય અને મંદિરની સદાવ્રતની પ્રવૃત્તિ ચાલુ રહે તે માટે આપ સૌ યથાશક્તિ તન, મન અને ધનથી સહયોગ આપો તેવી હનુમાનજીના ચરણોમાં પ્રાર્થના.”
સેવાકીય પ્રવૃત્તિઓ: અખંડ રામધૂન અને ભોજન પ્રસાદ
દર શનિવાર અને રવિવારે અહીં 24 કલાક અવિરત (અખંડ) રામધૂનનું આયોજન કરવામાં આવે છે
શનિ અને રવિ તમામ ધર્મપ્રેમી ભક્તો માટે મંદિર તરફથી ભોજન પ્રસાદ (ભંડારા)ની વ્યવસ્થા કરવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં લોકો પ્રસાદનો લાભ લે છે.



