સવારે 10:30 વાગે એરપોર્ટથી ડી.એચ. કોલેજ સુધી મુખ્યમંત્રીનો રોડ શૉ
4 કલાક સુધી શહેરના હાર્દ સમા રેસકોર્સથી યાજ્ઞિક રોડ સુધીના તમામ રસ્તા બંધ કરાવાશે
મુખ્યમંત્રી સુપરસ્પ્રેડર બનશે તો જવાબદાર કોણ ? એવો કૉંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
મુખ્યમંત્રી સુપરસ્પ્રેડર બનશે તો જવાબદાર કોણ ? એવો કૉંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો
એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજના રૂટ પર પુષ્પવર્ષાથી સ્વાગત કરાશે : દેશભક્તિના ગીતો ગુજશે: ડી. જે. આકર્ષક ફલોટ અને હોર્ડિંગ્સથી શણગાર : શહેર ભા.જ.પ. દ્વારા તડામાર તૈયારી
ખાસ-ખબર સંવાદદાતા
રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આગામી તા.31 ડીસેમ્બરના રોજ સુશાસન પર્વના રાજય કક્ષાના સમાપન સમારોહમાં મુખ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત રાજકોટ ખાતે આવી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી, દ્વારા મુખ્યમંત્રીનું ભવ્ય સત્કાર કરવા રોડ-શો સુધીના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે. મુખ્યમંત્રીના સત્કાર કાર્યક્રમોના આયોજન માટે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરના માર્ગદર્શન હેઠળ વિવિધ કમિટીની રચના કરવામાં આવી હતી. રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું રાજકોટ મહાનગર ખાતે ભવ્યાતિભવ્ય સન્માન અને રોડ-શો કાર્યક્રમ એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધીના રૂટ પર મુખ્યમંત્રીનું પુષ્પવર્ષા અને ફુલોની પાંખડીથી સ્વાગત કરાશે તેમજ સમગ્ર રૂટ ઉપર દેશભક્તિના ગીતો, ડી.જે., બેન્ડની સુરાવલિઓ, આકર્ષક ફલોટ, હોડીંગ્સ, પાર્ટીના ઝંડા-ઝંડીથી શણગારવામાં આવશે. આ કાર્યક્રમમાંં સમગ્ર રૂટ ઉપર શહેર ભાજપના વિવિધ સેલના આગેવાનો, વિવિધ મોરચાના હોેદારો-કાર્યર્ક્તાઓ તેમજ વિવિધ સમાજના શ્રેષ્ઠીઓ, સામાજીક-સ્વૈચ્છિક સંસ્થાના હોેદારો-પ્રતિનિધિઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને મુખ્યમંત્રીનું સન્માન કરશે.

- Advertisement -
મુખ્યમંત્રીના કાલના કાર્યક્રમો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કાલે સવારે 10-30 વાગ્યે ગાંધીનગરથી હવાઈ માર્ગે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. ત્યાર બાદ એરપોર્ટથી જિલ્લા પંચાયત થઇ ધર્મેન્દ્રસિંહજી કોલેજ સુધી મુખ્યમંત્રીનો રોડ શો યોજાશે. આ રોડ શોમાં સીએમ નગરજનોનું અભિવાદન ઝીલશે. ત્યાર બાદ ધર્મેન્દ્રસિંહજી કોલેજ ગ્રાઉન્ડમાં સુશાસન સપ્તાહના આયોજિત કાર્યક્રમમાં સમરસ પંચાયતોને ચેક વિતરણ, સરપંચોનું સન્માન અને ચૌધરી હાઇસ્કૂલના ગ્રાઉન્ડમાં નિર્માણ કરાયેલી બલૂન હોસ્પિટલનું લોકાર્પણ કરશે.

વાહનોથી ધમધમતા રેસકોર્સ રોડ સહિતના ક્યા-ક્યા માર્ગો બંધ?
મુખ્યમંત્રી માટે શહેરના જે રસ્તા ચાર કલાક માટે બંધ રાખવામાં આવશે એ શહેરના હાર્દ સમાન મુખ્ય માર્ગ છે અને લોકોએ ત્યાંથી જ પસાર થવાનું હોય છે. એને લઈને પોલીસે પોલીસ હેડક્વાર્ટર રેસકોર્સ રિંગ રોડથી એરપોર્ટ તરફ જવા જામનગર રોડ, ભોમેશ્વરથી સાંઢિયાપુલ અને શીતલ પાર્ક થઈને રૈયા રોડ આમ્રપાલી અન્ડરપાસ પણ બંધ કરી દેવાશે. એને બદલે રૈયા રોડ પર આઝાદ ચોકથી કાલાવડ રોડ થઈ ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક થઈ ત્રણ ચાર કિ.મી.નું વધારે અંતર કાપીને જવાનું ડાઇવર્ઝન અપાયું છે. મહિલા કોલેજ ચોકથી કિસાનપરા ચોકનો પ્રાઈમ રોડ પણ લોકો માટે બંધ કરાશે. આ વાહનચાલકો ટાગોર રોડથી એસ્ટ્રોન ચોક તરફ જઈ શકશે. સદર બજારથી જિલ્લા પંચાયત ચોક તરફ જવાના રસ્તા પણ વાહનો માટે બંધ થશે. આ વાહનચાલકોએ છેક જિમખાના રોડથી ટાગોર રોડ થઈ ભીલવાસ તરફ જઈ શકશે.
- Advertisement -



