By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    જિનપિંગ 11 વર્ષે અમેરિકા પહોંચ્યા : ડોનાલ્ડ ટ્રમ્પ પ્રોટોકોલ તોડી લેવા ગયા
    1 day ago
    ઇરાનની શરત – US દબાણ ઘટાડશે તો જ હોર્મુઝ ખોલીશું, ટ્રમ્પે કહ્યું – ફરી મળીશું
    2 days ago
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    4 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    4 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    Gen-Zમાં વહેલી શરૂઆતનો ટ્રેન્ડ : 40 શહેરના 70% લોકો વહેલા નિવૃત્ત થવા ઇચ્છે છે
    7 hours ago
    દેશમાં દર બીજી ઘરેલુ ઉડાન રદ્દ થવા માટે ટેકનિકલ ખામી જવાબદાર
    1 day ago
    નોઈડામાં AC બસમાં આગ, 9 જીવતા ભડથું
    1 day ago
    આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ચક્રવાત અર્નબ ટકરાયું
    1 day ago
    ખાદ્યતેલ માફિયાઓને કાબૂમાં લેવા આયાત પર જોર: ડયુટી ઘટી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટમાં ભારતનો દબદબો : ઓસ્ટ્રેલિયા સામે અંડર-19 સિરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ
    1 day ago
    28 વર્ષનો ઇંતજાર ખતમ : એશિયન ગેમ્સમાં મીરાબાઇએ ભારતને સિલ્વર અપાવ્યો
    2 days ago
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    3 days ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    1 week ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પ્લાસ્ટિક વેસ્ટ સહિતના જૈવિક પદાર્થમાંથી બી-ગ્રેડ ઈંધણ બનાવતા બે ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > પ્લાસ્ટિક વેસ્ટ સહિતના જૈવિક પદાર્થમાંથી બી-ગ્રેડ ઈંધણ બનાવતા બે ઝડપાયા
CRIME

પ્લાસ્ટિક વેસ્ટ સહિતના જૈવિક પદાર્થમાંથી બી-ગ્રેડ ઈંધણ બનાવતા બે ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2026/08/14 at 2:35 PM
Khaskhabar Editor 1 month ago
Share
12 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ચાલતા ગેરકાયદે પેટ્રોલ પંપ પર દરોડો એસઓજી-કુવાડવા પોલીસનો દરોડો

- Advertisement -

1900 લીટર શંકાસ્પદ જ્વલનશીલ પ્રવાહી સહીત 3.17 લાખનો મુદામાલ સીઝ : સેમ્પલ મોકલાયા

રાજકોટમાં ગેરકાયદે ઇંધણ વેંચતા શખ્સો ઉપર ધોંસ બોલાવવાની સૂચના અન્વયે શહેર એસઓજી અને કુવાડવા રોડ પોલીસે રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં દરોડો પાડી પ્લાસ્ટિક વેસ્ટ સહિતના જૈવિક પદાર્થમાંથી બનાવેલ બી-ગ્રેડનું ઈંધણ વેંચતા બે શખ્સો સામે કાર્યવાહી કરી 1900 લિટર જ્વલનશીલ પ્રવાહી સહિત 3.17 લાખનો મુદામાલ સીઝ કર્યો છે હાલ એફએસએલના રિપોર્ટ બાદ બંને શખ્સો સામે ગુનો નોંધવા તજવીજ હાથ ધરાશે. શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, એડી. સીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઈમ ભરત બસીયા તરફથી શહેરમાં ગેરકાયદેસર જ્વલનશીલ પદાર્થોનું ખરીદ વેચાણ કે સંગ્રહ કરનારા શખ્સો વિરુધ્ધ કડક કાયેવાહી કરવાની આપેલ સુચના અન્વયે એસઓજી પીઆઈ એન.બી.ચૌધરી અને કુવાડવા રોડ પોલીસ મથકના પીઆઈ એ.એન.જાનીની રાહબરીમાં ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે એસઓજીના હેડ કોન્સ્ટેબલ જયદિપસિંહ ચૌહાણ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ યશપાલસિંહ ઝાલાને બાતમી મળી હતી કે, અગાઉ ગેરકાયદેસર બાયોડીઝલના વેંચાણમાં પકડાયેલ મહેલમ ફિરોજ ભારમલ નામનો શખ્સ રૂડા ટ્રાન્સપોર્ટનગરમાં એક ગોડાઉનમાં શંકાસ્પદ અને ભેળસેળ યુકત પેટ્રોલીયમ જવલનશીલ પદાર્થનો જથ્થો પ્લાસ્ટીકના બે અલગ અલગ કન્ટેન્ટરમાં રાખી વેચાણ કરે છે આ ચોક્કસ બાતમી આધારે દરોડો પાડતાં વિસાવદરનો મહેલમ ફિરોજ ભારમલ તથા તેની સાથે અન્ય એક શખ્સ રાજકોટનો રણજીત કનુ ધાંધલ ગોડાઉનમાં ગેરકાયદે ઈલેક્ટ્રીક ફયુલ પંપ ઉભુ કરી અને જવલનશીલ પેટ્રોલીયમ વાસ ધરાવતો પદાર્થ સંગ્રહ કરી ગ્રાહકોને પ્રાઇવેટ વાહનોમાં વેંચાણ કરતા રંગે હાથ મળી આવતા બંને શખ્સોની અટકાયત કરી શંકાસ્પદ જ્વલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી 1900 લીટર, ઈલેક્ટ્રીક ફયુલ પંપ, પ્લાસ્ટીકના કન્ટેનર, લેપટોપ, ઈલેક્ટ્રીક મોટર, કેલ્ક્યુલેટર, ઇલેક્ટ્રીક ફયુલ પંપના મીટર રીડીંગ લખેલ એક નોટબુક સહિત કુલ 3.17 લાખનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી પોલીસની પ્રાથમિક તપાસમાં પકડાયેલ મહેલમ પોતાના વતન વિસાવદરમાં જૈવીક પદાર્થ જેવા કે પ્લાસ્ટિક વેસ્ટ સહિતના કચરામાંથી બી ગ્રેડનું ઈંધણ ઉત્પાદન કરતો હતો. તેને અન્ય આરોપી રણજીત સાથે મળી ત્રણ મહિના પહેલા રૂડા ટ્રાન્સપોર્ટ નગરમાં મીની પેટ્રોલ પંપ શરૂ કર્યું હતું. જેમના માટે વિસાવદરથી બી ગ્રેડનો પેટ્રોલિયમ જથ્થો લાવી અહીં ટ્રક સહિતના વાહનોમાં 85 રૂપિયા લીટર લેખે વેચાણ કરતા હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસે પેટ્રોલિયમ પદાર્થના સેમ્પલો લઈ એસએસએલમાં મોકલવામાં આવ્યા છે રિપોર્ટના આધારે બંને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

રાજકોટમાં ભંગારના બે ડેલા ધરાવતો નામચીન શખ્સ પિસ્તોલ સાથે ઝડપાયો : ક્રાઇમ બ્રાન્ચનો અમુલ સર્કલ પાસે દરોડો : અગાઉ 15 ગુનાઓમાં પકડાઈ ચુક્યો છે

- Advertisement -

રાજકોટમાં ગેરકાયદે હથિયારોની હેરાફેરી ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટમાં ભંગારના ડેલા ધરાવતા કુખ્યાત શખ્સને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે આ શખ્સ અગાઉ 15 જેટલા ગુનાઓમાં પકડાઈ ચકયો છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એ એસ ચાવડા, પીએસઆઈ એસ એમ રાણાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના મહેશભાઈ સોલંકી, ધર્મરાજસિંહ રાણા અને નિકુંજભાઈ મારવિયાને મળેલી બાતમી આધારે અમૂલ સર્કલ નજીક વોચ ગોઠવી અગાઉ અનેક ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયેલા રાજકોટના દૂધસાગર રોડ પર રહેતા જુબેર બસીરભાઈ સમાને દેશી બનાવટની પિસ્તોલ સાથે ઝડપી લીધો હતો પોલીસે જણાવ્યું હતું કે, જુબેર લાંબો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે તેના વિરુદ્ધ રાજકોટ, ગોંડલ, વાંકાનેર, જૂનાગઢ અને મોરબીમાં હત્યાની કોશિષ, મારામારી, પ્રોહિબિશન, ચોરી સહિતના ૧૫ ગુના નોંધાયેલા છે 2021માં તેના વિરુદ્ધ જૂનાગઢના બી. ડિવિઝન પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. દૂધસાગર રોડ ઉપર ભંગારના બે ડેલા ધરાવે છે. હવે ક્રાઈમ બ્રાંચે તેને પિસ્તોલ આપનારને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

મોરબી રોડ પરની વાલ્મીકિ સોસાયટીમાં બી ડિવિઝન પોલીસનો દરોડો : મકાનમાંથી 4.32 લાખના અંગ્રેજી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો

રાજકોટના મોરબી રોડ જકાતનાકા પાસેના વાલ્મિકિ સોસાયટીમાં રહેતા અમિત ઉર્ફે બુસો રાજુભાઈ ડોડીયા (ઉ.વ.૨૭)ને તેના મકાનમાંથી બી.ડિવિઝન પોલીસે 4.32 લાખના અંગ્રેજી દારૂ સાથે ઝડપી લીધો હતો. આરોપીના ભાડાના મકાનની બહારથી બલેનો અને એક્સેસ મળી આવતાં આ બંને વાહનો ઉપરાંત દારૂ મળી પોલીસે કુલ 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસ સુત્રોએ જણાવ્યું કે, આ બંને વાહનો કોના છે તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે કાર માલિક જૂનાગઢ રહે છે. જેની પુછપરછ કરતા મિત્રને કાર આપ્યાનું રટણ કર્યું છે. દારૂના સપ્લાયર તરીકે અજય નામના શખ્સનું નામ ખુલ્યું છે. તે ઝડપાયા પછી દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો તે અંગે ખુલાસો થશે. આ ઉપરાંત બંને વાહનો લઈ કોણ આવ્યું હતું તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.

ઉમરાળી ગામે અશ્લીલ હાલતમાં પકડાયેલો કૌટુંબિક કાકાનો દીકરો પત્નીને ભગાડી ગયો : કોઇ પોલીસ ફરીયાદ કરી તો હુ તને જાનથી મારી નાખીશું તેમ કહીને ગાળો ભાંડી ભાગી ગયો

રાજકોટ તાલુકાના ઉમરાળી ગામે રહેતા અને રીક્ષા ડ્રાયવિંગ કરતા સાવનભાઇ લખુભાઇ ઉર્ફે લક્ષ્મણભાઈ પરમાર ઉ.30એ તેના જ ગામના ભાવેશ વીરાભાઇ પરમાર, દક્ષાબેન, કિરણબેન અને રોહિત સામે આજી ડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે હુ મારા રીક્ષાનો ફેરો પુરો કરીને ઘરે આવીને ઘરની ડેલી ખખડાવેલ તો મારી પત્નીએ ખોલેલ નહી જેથી હુ મારા ઘરની વંડી કુદીને ઘરની અંદર ગયેલ અને જોયેલ તો મારા ઘરના રૂમનો દરવાજો ખુલ્લો હતો અને રૂમની અંદર મારી પત્ની તથા કૌટુંબીક કાકાનો દીકરો ભાવેશ વીરાભાઇ પરમાર બંને બિભત્સ હાલતમા હતા આ બંનેને આવી હાલતમા જોઇ જતા ભાવેશ મને કહેવા લાગેલ કે આ વાત કોઇને કરતો નહી, હુ ગામ મુકીને બહાર રહેવા જતો રહીશું મે મારા પિતાને ફોન કરીને આ વાતની જાણ કરેલ બાદ મારા સાળા રાહુલ ઉર્ફે રવિને ફોન કરીને વાત કરતો હતો ત્યારે આ બંનેએ પોતાના કપડા પેરી લિધેલ બાદ મે મારી પત્નીને આ બાબતે પુછતો હતો તેવામા ભાવેશ ઉશ્કેરાઇ ગયેલ અને મને ધક્કો મારીને પછાડી દીધેલ અને મને વાસાના ભાગે ઇજા પહોંચાડેલ તેવામા ભાવેશ તથા મારી પત્ની રૂમમાથી બહાર નીકળી ગયેલ અને ભાવેશએ રૂમનો દરવાજો બહારથી બંધ કરી દીધેલ જેથી મે ઉભા થઇ રૂમની બારી ખોલીને બૂમાબૂમ કરેલ જેથી અમારા પાડોશમા રહેતા લોકો આવી ગયેલ બાદ ભાવેશ મો.સા. લઇને આવેલ અને મારી પત્નીને કહેવા લાગેલ કે ચાલ બેસી જા ગાડીમા જેથી મારી પત્ની ઝડપથી આવેલ અને બંધ કરેલો દરવાજો ખોલી નાખેલ અને મારા નાના દીકરાને લઇને ભાવેશની પાછળ ગાડીમા બેસી ગયેલ જે દરમ્યાન હુ બહાર નીકળેલ તેવામા જતા જતા આ ભાવેશ કહેવા લાગેલ કે, આ બાબતે તે કોઇ પોલીસ ફરીયાદ કરી તો હુ તને જાનથી મારી નાખીશું તેમ કહીને ગાળો બોલીને પોતાનુ મો.સા. લઇને ત્યાથી જતો રહેલ બાદ હું જયેશભાઈનું મો.સા. લઇને ભાવેશની પાછળ ગયેલ બાદ આટકોટ ગામના જસદણ જવાના રસ્તા સુધી ગયેલ બાદ મારા મો.સા.મા પેટ્રોલ ખુટી જતા હું ત્યાથી પેટ્રોલ ભરાવી મારા ઘરે પરત આવતો હતો ત્યારે ભાવેશની બેન દક્ષા, ભાવેશના મમ્મી કિરણબેન તથા ભાવેશનો ભાઈ રોહીત મને જેમ ફાવે તેમ ભુંડા બોલવા લાગેલ બાદ ઘરે જઇને જોયેલ તો સોનાની હાંસડી,બુટી, ચેઇન તથા અન્ય નાની મોટી વસ્તુઓ તથા રોકડ જોવામા આવેલ નહી જે મારી પત્ની તેની સાથે લઇ ગયેલ છે. બાદ મે 112 નંબર પર કોલ કરી ફરિયાદ નોંધાવી હતી.

બેડલા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર સ્ટેટ મોનીટરીંગ સેલનો દરોડો : 1600 લીટર આથાનો નાશ : 25 લીટર દારૂ સહીત 59 હજારનો મુદામાલ કબ્જે

રાજ્યભરમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે રાજકટોના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બેડલા ગામે ધમધમતી દેશી દારૂની ભઠ્ઠી ઉપર દરોડો પાડી 1600 લીટર આથાનો નાશ કરી, 25 લીટર દેશી દારૂ સાઈટ 59,350 રૂપિયાનો મુદામાલ ક્બ્જે કરી ભઠ્ઠી ચલાવતા બુટલેગર સામે એરપોર્ટ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવી ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજ્યભરમાં ગેરકાયદે પ્રવૃતિઓ ચાલતી હોય તેને ડામી દેવાની સૂચના અન્વયે સ્ટેટ મોનીટરીંગ સેલના પીઆઇ આર.કે.કરમટાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના જયપાલસિંહ દિલીપસિંહ ઝાલા, અજીતસિંહ સહિતના સ્ટાફે બાતમી આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બેડલા ગામે દરોડો પાડી દેશી દારૂની ભઠ્ઠી ઝડપી લીધી છે પોલીસે દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા બેડલા ગામના વિજય ઉર્ફે બાવો ઓબાધુંભાઈ જખાણિયાની ધરપકડ કરી 1600 લીટર આથાનો નાશ કર્યો હતો તેમજ ઘટનાસ્થળેથી 25 લીટર દેશી દારૂ, લોંખડનું પીપળું, બે ચૂલા, એક તગારું, બાફણીયા, ગેસના બે બાટલા, ઇલેક્ટ્રિક મોટર, મોબાઈલ સહીત 59,350 રૂપિયાનો મુદામાલ કબ્જે કરી એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવ્યો હતો.

રાજકોટમાં જુગાર રમતી 5 મહિલા સહીત 14 ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે આજી ડેમ પોલીસ સ્ટેશનના હરપાલસિંહ જાડેજા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે લોઠડા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા હિતેશ બીજલભાઈ ગણોદિયા, મહેશ હમીરભાઇ જાંબુકીયા, જોશનાબેન હિતેષભાઇ ગણોદિયા, ભાવનાબેન જેશાભાઈ કુકડીયા, જયાબેન બીજલભાઈ ગણોદિયા, કાંતાબેન પ્રકાશભાઈ મકવાણા અને હેતલબેન મહેશભાઈ જાંબુકીયાની ધરપકડ કરી રોકડા 9860 કબ્જે કર્યા છે જયારે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ એ બી ચૌધરીની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ૠતિકભાઈ ઠુંમર સહિતની ટીમે બાતમી આધારે મવડી ગામની શિવાય એપાર્ટમેન્ટમાં દરોડો પાડી જુગાર રમતા ચંદ્રેશ કિશોરભાઈ ઠાકર, મોહન રામજીભાઈ નાર, નિલેશ પ્રતાપરાય ચૌહાણ, અભી જમનભાઈ પોલરા, નિલેશ રમણીકભાઇ મારડિયા, મેહુલ રાણાભાઇ લાંબા અને પ્રતીક પ્રેમજીભાઈ સોલંકીની ધરપકડ કરી રોકડા 15,440 કબ્જે કર્યા છે.

કાળીપાટ પાસે ટ્રકની ઠોકરે બાઈક ચડી જતા લોઠડાના યુવાનનું મોત : આધારસ્તંભ યુવાન પુત્રના મૃત્યુથી પરિવારજનો શોકમાં ગરકાવ

રાજકોટમાં હીટ એન્‍ડ રનના વધુ એક બનાવમાં એક પરિવારના આધારસ્‍તંભ યુવાન પુત્રનું મોત થયું છે. કાળીપાટ નજીક રાતે ટ્રકનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં બાઇકચાલક લોઠડા ગામના યુવાનનું ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં કલ્‍પાંત સર્જાયો છે. સરધાર નજીક લોઠડા ગામે રહેતો રાકેશ ઉર્ફે રાહુલ વિઠ્ઠલભાઇ સરીયા ઉ.21 નામનો યુવાન રાત્રીના હોન્‍ડા લઈને જતો હતો ત્‍યારે કાળીપાટ નજીક અજાણ્‍યા ટ્રકનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી જતાં રાકેશ બાઇક સહિત રોડ પર ફેંકાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી બનાવને પગલે લોકો ભેગા થઇ જતાં 108 બોલાવી હતી દરમિયાન કોઇ પરિચીત રાકેશને ઓળખી જતાં તેના પરિવારજનોને જાણ કરી હતી ગંભીર ઇજાગ્રસ્‍ત રાકેશને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ ટુંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરી હતી. મૃત્‍યુ પામનાર રાકેશ ઉર્ફે રાહુલ બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો અને પડવલામાં બફની ફેક્‍ટરીમાં કામ કરતો હતો તેના પિતાનું કોરોના કાળમાં અવસાન થયું હોઇ તે મોટા ભાઇની સાથે ઘરનો આધારસ્‍તંભ હતો સાંજે નોકરીએથી છુટીને ઘરે આવ્‍યા બાદ બાઇક લઇને આટો મારવા નીકળ્‍યો ત્‍યારે આ બનાવ બન્‍યો હતો યુવાન દિકરાના મૃત્‍યુથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે અકસ્‍માત સર્જી નાસી છૂટેલા ટ્રકચાલકને પકડવા આજી ડેમ પોલીસે દોડધામ શરુ કરી છે.

You Might Also Like

મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

“ગોલ્ડ લોનના ગ્રાહકો આપીશ” કહી ગીરસોમનાથના મંડોરના 53 વર્ષીય ડઘા ચાવડાએ મહિલાને ફાર્મહાઉસમાં અડપલા કર્યા

રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય

કુવાડવા-વાંકાનેર રોડ પર ગણપતિ વિસર્જન વેળાએ તાલમાં ડૂબી જતા પિતા-પુત્ર સહીત ત્રણના મોત

રાજકોટની મનીપ્લસ પેઢીના અલ્પેશ દોંગા આણી ટોળકી સામે વધુ એક ગુનો : સૂત્રધારની ધરપકડ, ચાર વોન્ટેડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટની ત્રણ સરકારી ઈંગ્લીશ મીડીયમ શાળાનું સંચાલન SNK ગ્રૂપ પાસે યથાવત રાખવા માંગ
Next Article RTOની લાલ આંખઃ 48 વાહનચાલકોના લાયસન્સ 3 મહિના માટે સસ્પેન્ડ કરાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

ગણપતિ બાપ્પા મોરિયા: રાજકોટમાં 12,000થી વધુ મૂર્તિઓનું ભાવભેર વિસર્જન, તંત્ર દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત
ખાણી-પીણી બજારોમાં મ્યુનિ. કમિશનરનું ચેકિંગ: સ્વચ્છતામાં બેદરકારી ન દાખવવા કડક સૂચના
અમદાવાદની ઢાલગરવાડ બજાર બંધ: 1000થી વધુ વેપારીનો વિરોધ
વિશ્વવિખ્યાત આંતરરાષ્ટ્રીય કથાકાર જયા કિશોરીજીના વ્યાસાસને યુવાકથા યોજાશે
એશિયન માસ્ટર્સ ચેમ્પિયનશિપ માટે અવનીની પસંદગી થતા મેયર સહિત આગેવાનો દ્વારા સન્માન કરાયુ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

મારવાડી યુનિવર્સીટીમાં આંધ્રપ્રદેશના 19 વર્ષીય છાત્રએ ચોથા માળેથી પડતું મૂકી કર્યો આપઘાત

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
CRIME

“ગોલ્ડ લોનના ગ્રાહકો આપીશ” કહી ગીરસોમનાથના મંડોરના 53 વર્ષીય ડઘા ચાવડાએ મહિલાને ફાર્મહાઉસમાં અડપલા કર્યા

Khaskhabar Editor Khaskhabar Editor 6 hours ago
CRIME

રાજકોટ રેન્જના ચારેય જિલ્લાના ડી સ્ટાફના જવાનોની કુંડળી મંગાવતા રેન્જ આઇજી નિર્લિપ્ત રાય

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?