By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇરાન યુધ્ધ ટ્રમ્પ માટે ગળાનું હાટકું બન્યુ : 3.38 લાખ કરોડ સ્વાહા, પરિણામ શૂન્ય
    9 hours ago
    હોર્મુઝ સ્ટ્રેટમાં બે ઓઈલ ટેન્કરોમાં વિસ્ફોટ થયાનો દાવો
    4 days ago
    અમેરિકાથી કુદરત રૂઠી, જંગલોમાં આગ વચ્ચે પૂરનો કહેર
    4 days ago
    અમેરિકાની સતત છઠ્ઠી રાતે ઇરાન પર એરસ્ટ્રાઇક
    5 days ago
    બંગાળની ખાડીમાં બોટ ડૂબી : 500ના મોત
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
    8 hours ago
    રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
    8 hours ago
    કોકરોચ પાર્ટીના સમર્થકોની મારપીટ પર સંસદમાં હોબાળો
    9 hours ago
    દિલ્હીમાં હોબાળો યથાવત્ : CJPનું પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
    9 hours ago
    યુક્રેનમાં જહાજ પર હુમલો, 4 ભારતીયનાં મોત થયાં
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતીય ક્રિકેટ મેચોમાં લાગુ થશે 7 નવા નિયમ
    1 day ago
    ઇંગ્લેન્ડે ભારતને 27 રનથી હરાવ્યું : સિરીઝ 2-1થી જીતી
    2 days ago
    સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો : ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
    2 days ago
    ઇંગ્લેન્ડ સામે છેલ્લી વન-ડે મેચ રમીને રોહિત શર્મા નિવૃત્તિ લે તેવી સંભાવના !
    5 days ago
    7 મિનિટમાં બાજી પલટી આર્જેન્ટિનાની ફાઈનલમાં એન્ટ્રી
    6 days ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 weeks ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 weeks ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 weeks ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 weeks ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 month ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 weeks ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    1 month ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    1 month ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    8 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    5 days ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    6 days ago
    રાજકોટમાં અચાનક વાતાવરણમાં પલટો : પવન સાથે ધોધમાર વરસાદ
    1 week ago
    ચોમાસું સક્રિય, તંત્ર નિષ્ક્રિય? : મોતને આમંત્રણ આપતા જર્જરિત મકાનો, તંત્ર કાર્યવાહી કરશે કે દુર્ઘટનાની રાહ જોશે?
    1 week ago
    મવડીમાં અદ્યતન જિમનો પ્રારંભ : માત્ર રૂ.500 પ્રતિ માસથી સભ્યપદ શરૂ
    1 week ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભાજપ નેતાનાં 300 કરોડનાં જમીન કૌભાંડ મામલે C.R. પાટિલને ખૂલ્લો પત્ર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભાજપ નેતાનાં 300 કરોડનાં જમીન કૌભાંડ મામલે C.R. પાટિલને ખૂલ્લો પત્ર
રાજકોટ

ભાજપ નેતાનાં 300 કરોડનાં જમીન કૌભાંડ મામલે C.R. પાટિલને ખૂલ્લો પત્ર

Khaskhabar Editor
Last updated: 2022/06/03 at 2:07 PM
Khaskhabar Editor 5 years ago
Share
6 Min Read
SHARE

ઉપલા કાંઠાના દબંગ નેતાને કારણે પક્ષની પણ ખરડાતી આબરૂ 

સૌરાષ્ટ્રના રાજકરણમાં ભાજપને થઈ રહેલા એક પછી એક ડેમેજને માત્ર આપ જ કંટ્રોલ કરી શકો છો. જુલાઈ 2020માં ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ ત્યારથી લઈ આજ સુધી તમે ભારતીય જનતા પક્ષને સંગઠિત કર્યો છે, તેના નાનામાં કાર્યકરને શક્તિશાળી બનાવ્યો છે. ટોચથી લઈ બુથલેવલ સુધીની કામગીરીમાં સફળ રહ્યા છો. બસ આવી જ રીતે હવે તમારા જ પક્ષના એક નેતાજીને ઈમાનદારી-શિષ્ટાચારના પાઠ ભણવવામાં સફળ થાજો

પ્રતિ આદરણીય શ્રી સી.આર. પાટિલ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ 

- Advertisement -

પાટિલજી, તમે 182માંથી 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક નિર્ધારીત કર્યું છે, ત્યારે આવા કલંકિત નેતાઓ તેમાં અંતરાય ન બને એ જોજો…

પાટિલજી રાજકોટ સામાકાંઠાના ભાજપી ભૂમાફિયા તરીકે પંકાઈ ગયેલા આ કૌભાંડી નેતાજી પર આપ લગામ કસશો એવી આશા છે, આ નેતાજીએ અધધધ 300 કરોડનું જમીન કૌભાંડ આચરી કાળાધોળાની હદ વટાવી દીધી છે.

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 182એ 182 બેઠકો પર ભારતીય જનતા પક્ષ જીત મેળવે તે માટે આપશ્રી દ્વારા કરવામાં આવી રહેલા પ્રયાસો પ્રસંશનીય છે પરંતુ અત્યંત અફસોસ સાથે જણાવવું પડી રહ્યું છે કે, આપશ્રીના આ પ્રયાસો પર ટૂંકસમયમાં પાણી ફરી જાય તેવા કાર્યો આપનાં જ પક્ષનાં નેતા કરી રહ્યાં છે. ઉદાહારણ તરીકે રાજકોટના સામાકાંઠા વિસ્તારના ભાજપી નેતાનું 300 કરોડનું ગોંડલરોડ પર આચરેલું જમીન કૌભાંડ. કદાચ આ વાત નવાઈ પમાડશે અને કદાચ આ વાત નકામી લાગશે પણ આ વાત ખોટી બિલકુલ નથી. આપ શાણા છો, સમજુ છો, પ્રજાની સાથે પક્ષની પણ નાડ પારખી શકો છો વળી, નરેન્દ્રભાઈ મોદીની જેમ તમારામાં એ લાયકાત અને તાકાત બંને છે કે આપ ભ્રષ્ટાચારીને ભોં ભેગા કરી શકો, કૌભાંડીનો કાંકરો કાઢી શકો. એટલે તમને આ અંગે જણાવવું યોગ્ય લાગી રહ્યું છે. ધ્યાનથી વાંચજો અને સમજજો અને યોગ્ય લાગે તો પગલાં લેજો..

- Advertisement -

ભાજપ પ્રદેશ અધ્યક્ષ.. આગામી વિધાનસભા ચૂંટણી પહેલા જ આપના પક્ષના એક માથાભારે નેતાજીનું મસમોટું જમીન કૌભાંડ બહાર પડી ચૂક્યું છે. ભાજપી નેતાનું આ કૌભાંડ છતું થયા બાદ સૌથી મોટું નુકસાન કોને થશે એ કહેવાની જરૂર નથી, આપ સમજી ગયા હશો. ભાજપના હિતેચ્છુઓ તરીકે આપ પાણી પહેલા પાળ બાંધી લ્યો એવી દરેકની ઈચ્છા છે. સૌરાષ્ટ્રના રાજકરણમાં ભાજપને થઈ રહેલા એક પછી એક ડેમેજને માત્ર આપ જ કંટ્રોલ કરી શકો છો. જુલાઈ 2020માં ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે નિમણૂક થઈ ત્યારથી લઈ આજ સુધી તમે ભારતીય જનતા પક્ષને સંગઠિત કર્યો છે, તેના નાનામાં કાર્યકરને શક્તિશાળી બનાવ્યો છે. ટોચથી લઈ બુથલેવલ સુધીની કામગીરીમાં સફળ રહ્યા છો. બસ આવી જ રીતે હવે તમારા જ પક્ષના એક નેતાજીને ઈમાનદારી-શિષ્ટાચારના પાઠ ભણવવામાં સફળ થાજો. ભાજપી ભ્રષ્ટાચારી નેતાજી પર સરકાર સાથે પક્ષમાંથી પણ આંકરા પગલાં ભરી ફરી એકવાર સાબિત કરવાનું છે કે, સી. આર. પાટિલભાઉ સો ટચ સોના જેવા પ્રામાણિક છે. નિષ્કલંક અને નિષ્ઠાવાન નેતા કૈસા હો તો પાટિલજી જૈસા હો એવું કહેવાવું જોઈએ.

ગુજરાતના રાજકરણનું એપીસેન્ટર અને ભાજપનો ગઢ ગણાતા રાજકોટ શહેરના સામાકાંઠા વિસ્તારમાં એક ભાજપી નેતાજીનો રીતસર ત્રાસ છે, જે લોકોએ ચૂંટીને તેમને નેતાજી બનાવેલા છે એ જ લોકો આ નેતાજીથી ત્રાહિમામ પોકારી ફફડી રહ્યા છે. એ વિવાદાસ્પદ નેતાજીથી આપ પણ પરિચિત છો જ.

આ નેતાજી દબંગ અને દગાબાજ તરીકેની છાપ ધરાવે છે. જ્યારે કોરોનાકાળમાં આપ જરૂરિયાતમંદોની લખલૂંટ સેવા કરી હતી ત્યારે આપના જ પક્ષના આ નેતાજીએ પાન-માવાની દુકાનો લૂંટી હતી. એટલું જ નહીં, મહામારીના સમયમાં માસ્ક વગર રાહત રસોડામાં પહોચી ફાકી ખાઈ પિચકારીઓ પણ મારેલી. અને હા, આ બધું આજકાલનું નથી. નેતાજી કોર્પોરેટર હતા ત્યારથી આવા જ અપલખણ ઝળકાવતા આવ્યા છે. જ્ઞાતિવાદના જોરે પદ મેળવી પેધી ગયેલા આ અળવીતરા નેતાજીની ઓડિયો-વિડીયો ક્લિપ પણ છાશવારે મીડિયામાં આવતી રહે છે. ભાજપને બદનામ કરવામાં આ બદમિજાજ બદદિમાગ નેતાજીએ કશું જ બાકી રાખ્યું ન હોય તેમ હાલમાં આ નેતાજીનું એક જમીન કૌભાંડ પ્રકાશમાં આવ્યું છે. રાજકોટ કલેક્ટરમાંથી નેતાજીના કૌભાંડ સંલગ્ન તમને બધી જ વિગતો મળી જશે.

પાટિલજી.. તમે રાજકારણના મહારથી છો, આપ જાણતા હશો કે, નાનુંમોટું કાળુંધોળું તો રાજકારણી સિવાય પણ દરેક માણસ કરતો જ હોય છે પણ આ નેતાજીએ તો અધધધ 300 કરોડનું જમીન કૌભાંડ આચરી કાળાધોળાની હદ વટાવી દીધી છે. નરેન્દ્રભાઈ મોદી અને સી.આર. પાટિલ જે પ્રદેશ સાથે સંકળાયેલા હોય ત્યાં ભાજપનો કોઈ કાર્યકર કૌભાંડનું વિચારી ન શકે, ભાજપનો કોઈ નેતા ભ્રષ્ટાચાર કરી ન શકે એ માન્યતાને આ માથાભારે મહાશયે ખોટી પાડી રાજકોટના ગોંડલરોડ પર 300 કરોડનું જમીન કૌભાંડ કરી નાખ્યું છે. રાજકોટ ભાજપના જૂના જોગીઓને પણ પાછળ છોડી અને કોંગ્રેસના કૌભાંડીઓને પણ શરમાવે એવું રાજકોટ સામાકાંઠાના નેતાજીએ ગોંડલરોડ પર આચરેલું જમીન કૌભાંડ તમારા ધ્યાન પર ન હોય તો લેશો અને એ અંગે ઘટતું કરશો એવી અરજ છે.

સી.આર. પાટિલજી.. ભાજપ પ્રદેશાધ્યક્ષ તરીકે તમારી નિમણૂંક બાદ ગુજરાતમાં યોજાયેલી પેટાચૂંટણી અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત બાદ વિધાનસભા ચૂંટણીમાં પણ ભાજપની ભવ્ય જીત થાય અને 182એ 182 બેઠક પર ભાજપ જીત મેળવે એ માટે અત્યારથી જ રાજકોટ સામાકાંઠાના ભાજપી ભૂમાફિયા તરીકે પંકાઈ ગયેલા આ કૌભાંડી નેતાજી પર લગામ કસશો એવી આશા છે, ગુજરાતના રાજકરણમાં કોંગ્રેસની જેમ ભાજપની પણ છબી ખરડાઈ નહીં એ જોવાની જવાબદારી પ્રદેશ પ્રમુખ તરીકે આપશ્રીની રહે છે. ખુદ ભાજપના પણ કાર્યકરો, આગેવાનો, નેતાઓને આપશ્રી પાસેથી એવી આકાંક્ષા છે કે, સી. આર. પાટિલ કમળમાં રહેલા કૌભાંડીઓ સમા કાંટાઓ દૂર કરશે..

જય જય ગરવી ગુજરાત સાથે જયહિંદ.. જય ભારત…

                                                                                                            લિ. ‘ખાસ-ખબર’ 

 

You Might Also Like

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

64 પેઢી-રેસ્ટોરન્ટમાં દરોડા, 11 પેઢી સીલ, 476 કિલો અખાદ્ય ખોરાકનો નાશ

રાજકોટ જન્માષ્ટમી લોકમેળો બનશે હાઈટેક: પ્રથમવાર AI અને ડ્રોન ટેક્નોલોજીથી તૈયાર થયો લેઆઉટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ડેડ સ્કિનથી છુટકારો મેળવવા અજમાવો આ ઘરગથ્થુ નુસખા
Next Article કાલે CM પટેલ રાજકોટમાં

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટના બહુમાળી ચોકમાં સોનમ વાંગચુકના સમર્થનમાં ધરણાનો પ્રયાસ, અનેકની અટકાયત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
72મા નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત ગુજરાતી ફિલ્મ ‘મારણ’ 31 જુલાઈએ થશે રિલીઝ
આસામમાં 5.64 લાખ લોકો પૂરથી પ્રભાવિત
રામમંદિર દાન ચોરી નૈતિક પતનની પરાકાષ્ઠા : અલ્હાબાદ હાઈકોર્ટે
રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી
રાજ્યના તમામ જિલ્લાની મુખ્ય હોસ્પિટલમાં સરકાર નશામુક્તિ કેન્દ્ર શરૂ કરશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટીએ રૂ.107.46 કરોડના વિકાસ કામોને આપી મંજૂરી

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

નિયમોને નેવે મૂકી બે વર્ષથી ધમધમતી ન્યૂ ફ્લોરા સ્કૂલ બંધ થશે !

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ગુજરાતરાજકોટ

NEET પેપર લીક મુદ્દે કોંગ્રેસના વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલના કેન્દ્ર સરકાર પર આકરા પ્રહાર

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?