ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત સરકાર દ્વારા ર-જી ઓકટોબરના રોજ મહાત્મા ગાંધીજીને જન્મ જયંતિની શ્રદ્વાંજલિ આપવા સમગ્ર ભારતમાં સ્વચ્છતા માટેના જન આદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે. તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સેન્ટ્રલ એસ.ટી. બસ સ્ટેશન આસપાસ તથા શહેરના જ્યુબિલી ગાર્ડન આસપાસ શ્રમદાન અને સઘન સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ શ્રમદાન અને સઘન સફાઈ ઝુંબેશમાં કેબિનેટ મંત્રી ભાનુબેન બાબરીયા, મેયર નયનાબેન પેઢડીયા, સાંસદ રામભાઈ મોકરીયા, ધારાસભ્ય ડો.દર્શિતા શાહ, રમેશભાઈ ટીલાળા, રાજકોટ શહેર મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા તેમજ સ્થાનિક આગેવાનો તથા મહાનુભાવો ઉપસ્થિત રહેલ હતા અને શ્રમદાન કરવામાં આવ્યું હતુ.
- Advertisement -
‘સ્વચ્છતા હી સેવા-2025’ અંતર્ગત તા.17 સપ્ટેમ્બરથી 31 ઓક્ટોબર સુધી સ્વચ્છોત્સવ કાર્યક્રમની ઉજવણી થશે



