સીસીટીવી, સ્વયંસેવકો, પાર્કિંગ, એન્ટ્રી ઇમરજન્સી એક્ઝિટ ગેટ રાખવા આયોજકોને સૂચના
શી ટિમ લવરમુછિયાઓ ઉપર વોચ રાખશે : નાઈટ પેટ્રોલિંગ ઉપર ભાર મુકાશે : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
માં જગદંબાની આરાધના કરવાનું પર્વ એટલે નવરાત્રી આમ તો માતાજીના નવ નોરતા જ હોય છે પરંતુ રાજકોટની તાસીર કંઈક જુદી છે અહીં નવરાત્રી પૂર્વે વેલકમ નવરાત્રી, નવરાત્રી પૂર્ણ થયા પછી બાય બાય નવરાત્રી અને છેક શરદ પૂર્ણિમા સુધી નવરાત્રીનો માહોલ જામેલો જોવા મળતો હોય છે આ ઉપરાંત વિવિધ સમાજ, સંગઠન દ્વારા એક દિવસીય નવરાત્રીના આયોજનો તો થતા જ હોય છે જેથી રાજકોટમાં નવરાત્રી માત્ર નવ દિવસ નહિ પરંતુ છેક દિવાળી સુધી ચાલતી હોય છે.
શહેરમાં પ્રાચીન, અર્વાચીન અને શેરી ગરબી સહિત 678 ગરબાના આયોજનો થયા છે માતાજીના આ આરાધનાના પર્વમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શહેર પોલીસ સજ્જ થઇ ગઈ છે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગાઈડલાઈન અને નિયમો જાહેર કરવામાં આવ્યા છે જે મુજબ દરેક ગરબા આયોજન સ્થળે સીસીટીવી કેમેરા તેમજ સ્વયંસેવકો રાખવાનું ફરજિયાત બનાવાયું છે અસામાજિક તત્વો અને રોમિયો જેવા શખસો બહેનો-દીકરીઓની છેડતી ન કરે તે માટે પોલીસની જઇંઊ ટીમ તૈનાત રહેશે બ્લેક સ્પોટ પર પોલીસનું સતત પેટ્રોલિંગ રહેશે તેમજ માઇક અને લાઉડ સ્પીકરનો સરકારે નિયત કરેલા નિયમ મુજબ જ ઉપયોગ કરવાનું જાહેર કરાયુ છે.
રાજકોટ ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે 22મી સપ્ટેમ્બરથી નવરાત્રિમાં ગરબાનું આયોજન કરવામાં આવનાર છે. જેમાં આ વખતે 32 અર્વાચીન, 73 પ્રાચીન અને 573 જેટલી શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે કુલ 678 ગરબાનું આયોજન રાજકોટમાં થનાર છે
આ તમામ આયોજનોમાં પોલીસ કમિશનર બ્રિજેશ કુમાર ઝા અને એડિશનલ પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયાના નેતૃત્વ હેઠળ પોલીસ, હોમગાર્ડ અને જછઙના 1000 કરતા વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં તૈનાત રહેશે તમામ આયોજકોને ગરબાના આયોજનમાં સ્વયંસેવકો રાખવાના રહેશે આ સાથે જ પૂરતી સંખ્યામાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટની સાથે એક ઇમરજન્સી એક્ઝિટ ગેટ પણ રાખવાનો રહેશે આયોજકોને આયોજન સ્થળે અને ગેઇટ પર સીસીટીવી રાખવાના રહેશે અને તેના ફૂટેજ પણ સાચવવા ફરજિયાત છે તમામ આયોજકોએ ગુજરાત સેફટી એક્ટની તમામ જોગવાઈઓનું પાલન કરવાનું રહેશે. આયોજકોએ પાર્કિંગ માટે પૂરતી જગ્યા અને વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. સરકારની ગાઈડલાઇન મુજબ માઈક અને લાઉડ સ્પીકરનો ઉપયોગ કરવાનો રહેશે. નિયત સમય પછી માઈક વગાડવાનું રહેશે નહીં. સામાજિક અને સાંપ્રદાયિક સૌહાર્દ ન બગડે તેની સંપૂર્ણ જવાબદારી આયોજકોની રહેશે.
તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટરસાયકલ અને સરકારી વાહનો દ્વારા પોલીસનું પેટ્રોલિંગ સતત ચાલુ રહેશે અવાવરુ જગ્યામાં અઘટિત બનાવ ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.



