વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસ ઉજવણી અંતર્ગત વિવિધ કાર્યક્રમોની હારમાળા
5 હજારથી વધુ યુવક-યુવતીઓ જોડાશે: બહુમાળી ભવનથી સવારે 6 કલાકે પ્રસ્થાન થશે: વિશાળ સંખ્યામાં યુવાનોને જોડાવવા અનુરોધ કરતા હરેન્દ્રસિંહ ગોહિલ, કિશન ટીલવા, સહદેવ ડોડીયા ‘નમો યુવા રન’ – નશામુકત ભારત’ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકોને ટી-શર્ટ અને સર્ટીફીકેટ આપવામાં આવશે
- Advertisement -
ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપાધ્યક્ષ હરેન્દ્રસિંહ ગોહિલ, રાજકોટ શહેર યુવા ભાજપ પ્રમુખ કિશન ટીંલવા, મહામંત્રી સહદેવ ડોડીયા, જયકિશન ઝાલા, કિશન પટેલ, ધ્રુવ કાકડીયા, જય બોરીચા, સુનીલ ગોહેલ, વ્યોમ વ્યાસ ખાસ ખબર પ્રેસની મુલાકાતે આવ્યા હતા જ્યાં તેમણે મેરેથોન વિશે સમગ્ર માહિતી આપી હતી
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ અને રાજકોટ ’નમો યુવા મેરેથોન’ના ઈન્ચાર્જ હરેન્દ્રસિંહ ગોહિલ, ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી મિલન લીંબાશીયા,સહદેવ ડોડીયાની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવ્યું છે કે દેશને વૈશ્વિક વિકાસની નવી ઉંચાઈઓ તરફ લઈ જનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ અંતર્ગત દેશભરમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપ યુવા મોરચાના પ્રમુખ ડો.પ્રશાંત કોરાટની આગેવાનીમાં ગુજરાતમાં ’સેવા પખવાડિયા’ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ, મેરેથોન જેવા વિવિધ કાર્યક્રમો યોજાનાર છે તે અંતર્ગત ભારતીય જનતા પાર્ટી દ્વારા એક જ સમયે એક જ તારીખે સમગ્ર દેશમાં 75 સ્થળ પર મેરેથોન યોજાશે, જેમાં ગુજરાતમાં 10 મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે, તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવાના નેતૃત્વમાં આગામી રવિવારે સવારે 6 કલાકે કેન્દ્રીય અગ્રણીઓ, પ્રદેશ અગ્રણીઓ, શહેરના આગેવાનો તેમજ વિવિધ સામાજિક અગ્રણીઓની ઉપસ્થિતિમાં ’નમો યુવા રન’ મેરથોન-નશામુકત ભારત’ અંતર્ગત યોજવામાં આવશે. જેમાં યુવાનોને ’નશામુકત ભારત’ નો સંદેશ આપવામાં આવશે.
આ ’નશામુક્ત ભારત અંતર્ગત ’નમો યુવા રન’ મેરેથોન બહુમાળી ભવન થી પ્રસ્થાન થઈ, પોલીસ હેડ કવાર્ટર સર્કલ, કિસાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ચોક સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પાસે સમાપન થશે. આ મેરેથોનમાં પાંચ હજારથી પણ વધુ સ્પર્ધકો ભાગ લેશે.
ભાગ લેનાર સ્પર્ધકોને ટી-શર્ટ અને સર્ટીફીકેટ આપવામાં આવશે. તેમજ મેરેથોનમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય આવેલ સ્પર્ધકને શીલ્ડ આપી સન્માનીત કરવામાં આવશે
- Advertisement -
આ તકે કિશન ટીલવાએ જણાવેલ કે ’નમો યુવા રન’ – નશામુકત ભારત’ નો હેતુ યુવાશકિતને રાષ્ટ્રનિર્માણ માટે પ્રેરિત કરવાનો છે.
દેશના પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીના સપના સાકાર કરવા પ્રતિબદ્ધતા દર્શાવવી અને સ્વસ્થ આત્મનિર્ભર ભારતના સંકલ્પને મજબૂત કરવો છે. ત્યારે ‘નમો યુવા રન’ માત્ર દોડ નહી પરંતુ યુવાનોમાં દેશપ્રેમની લાગણી જગાવતો એક મહોત્સવ સાબિત થશે.
યુવાનોની ઉર્જા એટલે રાષ્ટ્રની શકિત,પ્રધાનસેવક નરેન્દ્ર મોદીજીના જન્મદિવસે આ ઉર્જા એક અનોખા રૂપે ઝળહળતી જોવા મળશે.
આ મેરેથોનમાં વિશાળ સંખ્યામાં તમામ યુવાનો-યુવતીઓને જોડાવવા શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ કિશન ટીલવા, મહામંત્રી સહદેવ ડોડીયાએ જાહેર અનુરોધ કર્યો છે.



