By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન
    1 day ago
    વેનેઝૂએલા ભૂકંપમાં અત્યાર સુધીમાં 235નાં મોતની પુષ્ટી : 39000 લોકો ગુમ
    2 days ago
    LPG-LNGની મુસીબત ખતમ! : 30 જહાજ હોર્મુઝ ક્રોસ કરી ભારત પહોંચ્યા, હવે 26 બાકી રહ્યા
    3 days ago
    દક્ષિણ અમેરિકાના વેનેઝુએલા દેશ માં 7.2 અને 7.5 તીવ્રતાના બે ભૂકંપના આંચકા
    3 days ago
    યુરોપ બન્યુ ભઠ્ઠી : 26 દેશમાં હીટવેવ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પરીક્ષાના એક દિવસ અગાઉ પેપર લીક થતાં મહારાષ્ટ્ર TET એક્ઝામ મોકૂફ, ટૂંક સમયમાં જાહેર કરાશે નવી તારીખ
    1 day ago
    આસામના હાઇવે પર લંગડાતી મળેલી હાથણી માણકીની પીડાનો આવ્યો અંત : સારવાર માટે વનતારા લવાઇ
    2 days ago
     1 જુલાઈથી પાસપોર્ટ બનશે મોંઘો : કેન્દ્ર સરકારે ચાર્જમાં રૂ.2,000 સુધીનો વધાર્યો કર્યો
    2 days ago
    રામ મંદિર ચોરી કેસ, FIR શંકાના પરિઘમાં : મુખ્ય ખલનાયકોને બચાવી લેવાયા, ટટપૂજિંયા સાગરિતોને ફસાવી દેવાયા
    2 days ago
    5 લાખ ફોલોઅર્સ એટલે હવે ‘સેલિબ્રિટી’નો દરજ્જો!
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    હવે મેડલ જીતે કે ન જીતે, તમામ એથ્લેટ્સને 10,000 અમેરિકન ડોલર(રૂ.9,43,600) અપાશે
    2 days ago
    વિરાટ કોહલીના ‘One8’ શૂઝ માત્ર 24 કલાકમાં જ વેચાઈ ગયા 140 કરોડના શૂઝ!
    3 days ago
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    5 days ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    1 week ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    1 day ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 days ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 days ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    1 week ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 days ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    લાખાપરના નિરાધાર વૃધ્ધ દંપતીની નવ વીઘા જમીન બોગસ દસ્તાવેજ બનાવી ચાર શખ્સે પડાવી લીધી
    3 days ago
    લગ્ન બાદ આધારકાર્ડમાં નામ બદલાવા બારકોડ મેરેજ સર્ટિફિકેટની માંગ પરંતુ પંચાયતમાંથી બારકોડ વિનાનું જ નીકળે છે મેરેજ સર્ટિફિકેટ
    3 days ago
    અંજારના સતાપરમાં ડુપ્લિકેટ જામુન દારૂની ફેક્ટરી ઝડપાઈ
    3 days ago
    રાજકોટ બાર એસો.ની કારોબારીમાં નિર્ણય : સોમવારે તમામ કોર્ટમાં હડતાલ
    3 days ago
    10 વર્ષમાં 88 પેપર લીક થતા 48 પરીક્ષા ફરીથી લેવાઈ : ડૉ. રાજદીપસિંહ જાડેજા
    4 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કાળની ગર્તામાં ખોવાયેલી દ્વારવતી: પૌરાણિક દ્વારકાનું રહસ્ય!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Parakh Bhatt > કાળની ગર્તામાં ખોવાયેલી દ્વારવતી: પૌરાણિક દ્વારકાનું રહસ્ય!
AuthorParakh Bhattધર્મ

કાળની ગર્તામાં ખોવાયેલી દ્વારવતી: પૌરાણિક દ્વારકાનું રહસ્ય!

Khaskhabar Editor
Last updated: 2021/08/28 at 4:21 PM
Khaskhabar Editor 5 years ago
Share
7 Min Read
SHARE

મહાભારત પૂર્ણ થયા બાદ ગાંધારીનાં શ્રાપને કારણે યદુવંશનો સર્વનાશ નિશ્ચિત હતો, કૃષ્ણ પણ હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થ કરવા ઇચ્છતાં હતાં, તેમણે યાદવોને દ્વારકા છોડી અન્યત્ર સ્થળાંતર કરી જવાની સલાહ આપી, કારણકે તેઓ જાણતાં હતાં કે ખૂબ ટૂંકા ગાળાની અંદર આખી નગરી સમુદ્રની આગોશમાં સમાઈ જવાની છે 

– પરખ ભટ્ટ

ગુજરાતીઓ માટે દ્વારકા એ કોઇ તીર્થસ્થળ નહી, પરંતુ પોતાનાં અત્યંત માનીતાં ભગવાન કૃષ્ણનાં હાજરાહજૂર હોવાનું પ્રમાણ છે. આ એવું નગર છે; જેણે વિષ્ણુપુરાણ, મહાભારત તેમજ ભગવદપુરાણની સત્યતા સાબિત કરવા પાછળ ઘણો મહત્વનો ભાગ ભજવ્યો છે. થોડા દાયકા પહેલા સુધી પશ્ચિમી આક્રમણનાં પ્રભાવમાં આવી જઈને આપણે કૃષ્ણ અને તેનાં અસ્તિત્વને ભયજનક રીતે નકારી રહ્યાં હતાં. અંગ્રેજોએ આપણી આંખે એવી પટ્ટીઓ બાંધી હતી જેની અસર હેઠળ આપણે પૌરાણિક ગ્રંથોને કથા-માન્યતાનું સ્વરૂપ આપવાનું શરૂ કરી દીધું. પરંતુ પુરાતત્વશાસ્ત્રીઓની જિજ્ઞાસાએ 5000 વર્ષ પહેલાનાં ઇતિહાસને પુન:સજીવન કર્યો.

Contents
મહાભારત પૂર્ણ થયા બાદ ગાંધારીનાં શ્રાપને કારણે યદુવંશનો સર્વનાશ નિશ્ચિત હતો, કૃષ્ણ પણ હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થ કરવા ઇચ્છતાં હતાં, તેમણે યાદવોને દ્વારકા છોડી અન્યત્ર સ્થળાંતર કરી જવાની સલાહ આપી, કારણકે તેઓ જાણતાં હતાં કે ખૂબ ટૂંકા ગાળાની અંદર આખી નગરી સમુદ્રની આગોશમાં સમાઈ જવાની છે – પરખ ભટ્ટસંશોધકોએ દાવા સાથે કહ્યું કે દ્વારકાને અનેક વખત તોડીને તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. દરિયામાંથી ઇસુનાં જન્મ પછીની પહેલી અને નવમી સદીમાં બનાવાયેલા મંદિરો મળી આવ્યા. તેમની શોધ પરથી પુરવાર થયું કે દ્વારકા ફક્ત કપોળ-કલ્પિત મગજની ઉપજ નહીં, પરંતુ વાસ્તવિક નગર હતું, જેને સુનામી જેવી કોઇક કુદરતી આફત પોતાની સાથે તાણી ગઈ!વિશાળકાય પથ્થરો પર ઉભી કરવામાં આવેલી મોટી-મોટી દીવાલો, એ વાતની ખાતરી આપે છે કે દ્વારકાનાં ચણતર માટે દરિયાકિનારાની જમીનનો પણ ઉપયોગ થયો હતો.

ઇતિહાસકારો, પુરાતત્વશાસ્રીઓ, વૈજ્ઞાનિકો અને તત્વચિંતકોનો મુખ્ય મુદ્દો બની ચૂકેલી દ્વારકાનું મહત્વ સવિશેષ એટલા માટે છે કારણકે જરાસંઘનાં ત્રાસથી પોતાની પ્રજાને બચાવવા માટે સ્વયં લીલાધરે, ભગવાન વિશ્વકર્માને અહીં ‘નગર’ ખડું કરવાનો આદેશ આપ્યો હતો. 17 વખત મથુરા પર આક્રમણ કરીને કારમો પરાજય જોઇ ચૂકેલ જરાસંઘ હજુ પણ અટકવાનું નામ નહોતો લઈ રહ્યો. કૃષ્ણને થયું કે આવું જ ચાલતું રહ્યું તો એક દિવસ તેની પ્રજાનું ભવિષ્ય જોખમમાં મૂકાઈ જશે. આથી તેમણે પોતાનાં નગરજનોને ગુજરાતનાં દરિયાકિનારે એક શહેર ઉભું કરી ત્યાં સ્થળાંતર કરવાનો આદેશ આપ્યો. યાદવો માટે ભવ્ય નગર ઉભું કરવા કૃષ્ણે વિશ્વકર્માને તેનું બાંધકામ કરવા જણાવ્યું. પરંતુ સમસ્યા એ હતી કે દ્વારકાનાં નિર્માણ માટે 12 યોજન જમીનની આવશ્યકતા હતી, જે દરિયામાં ગરકાવ થયેલી હતી. કૃષ્ણે સમુદ્રદેવ પાસે પોતાને જમીન ફાળવવા માટે યાચના કરી. ફળસ્વરૂપ, સોના, હીરા-મોતી-માણેકથી મઢેલ ભવ્યાતિભવ્ય નગરીનું બાંધકામ શરૂ થયું.

- Advertisement -

મહાભારત પૂર્ણ થયા બાદ ગાંધારીનાં શ્રાપને કારણે યદુવંશનો સર્વનાશ નિશ્ચિત હતો. કૃષ્ણ પણ હવે સાંસારિક જીવનનો ત્યાગ કરી વાનપ્રસ્થ કરવા ઇચ્છતાં હતાં. તેમણે યાદવોને દ્વારકા છોડી અન્યત્ર સ્થળાંતર કરી જવાની સલાહ આપી, કારણકે તેઓ જાણતાં હતાં કે ખૂબ ટૂંકા ગાળાની અંદર આખી નગરી સમુદ્રની આગોશમાં સમાઈ જવાની છે.

સંશોધકોએ દાવા સાથે કહ્યું કે દ્વારકાને અનેક વખત તોડીને તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. દરિયામાંથી ઇસુનાં જન્મ પછીની પહેલી અને નવમી સદીમાં બનાવાયેલા મંદિરો મળી આવ્યા. તેમની શોધ પરથી પુરવાર થયું કે દ્વારકા ફક્ત કપોળ-કલ્પિત મગજની ઉપજ નહીં, પરંતુ વાસ્તવિક નગર હતું, જેને સુનામી જેવી કોઇક કુદરતી આફત પોતાની સાથે તાણી ગઈ!

વીસમી સદીમાં દ્વારકા પર અઢળક સંશોધનો હાથ ધરાયા. નિષ્ણાંતો દ્વારા મહાભારત અને હરિવંશ પુરાણનો અભ્યાસ કરાવીને તેમાંથી દ્વારકા-નગરીનું સાચું લોકેશન જાણવાનાં પ્રયાસો ચાલુ થયા. પૂર્વમાં પિન્દતથી શરૂ કરી, દક્ષિણમાં ઓખામઢી સુધી! ઉત્તરમાં શંખોધરા શહેર સુધી શોધખોળ આદરવામાં આવી. આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા (એ.એસ.આઇ.), નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓશિયોનોગ્રાફી (એન.આઇ.ઓ) અને મરિન આર્કિયોલોજી યુનિટ (એમ.એ.યુ.)નાં સંયુક્ત પ્રયાસો વડે આખરે સમુદ્રમાં ગરકાવ થઈ ચૂકેલી દ્વારકા નગરીનાં પુષ્કળ અવશેષો પ્રાપ્ત થયા.
નિષ્ણાંતોની દેખરેખ હેઠળ પ્રશિક્ષણ પામેલા મરજીવાઓ, ફોટોગ્રાફર્સ, દરિયામાં ઉંડે સુધી જઈ જૂની-પુરાણી ઇમારતોની શોધખોળ આદરી શકે તેવા પુરાતત્વશાસ્ત્રીઓની આખી ટીમને સમુદ્રનાં પાણીમાં ઉતારાઈ. 1983થી 1992 સુધી ચાલેલા આ પ્રોજેક્ટમાં પુરાતત્વશાસ્ત્રીઓને હાથ લાગેલા તમામ પુરાવાઓ અને કિંમતી વસ્તુઓને લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલવામાં આવી. કાર્બન ડેટિંગ, થર્મો લ્યુમિનેસન્સ અને તેનાં જેવી અન્ય આધુનિક તકનિકીઓની મદદ વડે ઇમારતોની ઇંટ તથા ધાતુની ઉંમર જાણવાની પ્રક્રિયા ચાલુ થઈ. પ્રોજેક્ટ-હેડ મરિન આર્કિયોલોજિસ્ટ ડોક્ટર રાવ દ્વારા ‘લોસ્ટ સિટી ઓફ દ્વારકા’ નામે એક રિસર્ચ-પેપર રજૂ કરવામાં આવ્યું. જેમાં તેઓએ જણાવ્યું હતું કે દરિયામાંથી પ્રાપ્ત થયેલ તમામ ચીજ-વસ્તુ અને બાંધકામનાં નમૂનાઓ ઇસવીસન પૂર્વે 1500ની સાલ (આજથી લગભગ 3500 વર્ષ પહેલાનાં) છે! સદીઓ પહેલા અહીં દ્વારકા વાસ્તવમાં નિર્માણ પામી હતી! (પાણીનાં પ્રવાહને લીધે ઘસાઈ ગયેલા) વિશાળકાય પથ્થરો પર ઉભી કરવામાં આવેલી મોટી-મોટી દીવાલો, એ વાતની ખાતરી આપે છે કે દ્વારકાનાં ચણતર માટે દરિયાકિનારાની જમીનનો પણ ઉપયોગ થયો હતો.

વિશાળકાય પથ્થરો પર ઉભી કરવામાં આવેલી મોટી-મોટી દીવાલો, એ વાતની ખાતરી આપે છે કે દ્વારકાનાં ચણતર માટે દરિયાકિનારાની જમીનનો પણ ઉપયોગ થયો હતો.

દરિયામાં પ્રાપ્ત થયેલી ચીજ-વસ્તુઓ પર ઉંડાણપૂર્વક પ્રયોગો થતાં દ્વારકાની સમૃધ્ધિ વિશેની કેટલીક બાબતો પણ જાણી શકાઈ. સોના-ચાંદી-હીરા-મોતી અને અન્ય કેટલુંક રાચરચીલું બરામત થયું. સંશોધકોએ દાવા સાથે કહ્યું કે દ્વારકાને અનેક વખત તોડીને તેનું પુન:નિર્માણ કરવામાં આવ્યું હતું. એમ.એસ.મેટ (M.S.Mate) અને ઝેડ.અંસારી (Z.Ansari) જેવા મહાન પુરાતત્વશાસ્ત્રીઓની તનતોડ મહેનત જાણે રંગ લાવી રહી હોય એમ, દરિયામાંથી ઇસુનાં જન્મ પછીની પહેલી અને નવમી સદીમાં બનાવાયેલા મંદિરો મળી આવ્યા. તેમની શોધ પરથી પુરવાર થયું કે દ્વારકા ફક્ત કપોળ-કલ્પિત મગજની ઉપજ નહીં, પરંતુ વાસ્તવિક નગર હતું, જેને સુનામી જેવી કોઇક કુદરતી આફત પોતાની સાથે તાણી ગઈ!

- Advertisement -

લેબોરેટરીમાં મોકલાયેલા પથ્થરનાં ટુકડા પરથી વૈજ્ઞાનિકો દ્વારકાની સાચી ઉંમર જાણી શક્યા. ભારત સરકાર સમક્ષ પેશ થયેલા રિપોર્ટમાં જણાવાયું કે, દ્વારકાનું અસ્તિત્વ ફક્ત 60-70 વર્ષનું જ હતું. બહુ ટૂંકાગાળા માટે વસાવવામાં આવેલી આ નગરી ઇસવીસન-પૂર્વે 1443ની સાલમાં પૂરને લીધે વિનાશ પામી! (અહીં આપણું વિજ્ઞાન, ધર્મગ્રંથો કરતાં થોડુંક અલગ પડે છે. ઋષિમુનિઓનાં લખાણ મુજબ, શ્રીકૃષ્ણ જ્યારે દ્વારકા છોડીને ગયા ત્યારે દ્વાપર-યુગનો અંત અને કળિયુગની શરૂઆત થવાની હતી. આથી થોડું ઉંડાણપૂર્વક વિચારીએ તો, આજની તારીખ-પધ્ધતિ પ્રમાણે તે ઇસવીસન-પૂર્વે 3102નો સમયગાળો ગણી શકાય! જેનો સીધો મતલબ એમ થાય કે દ્વારકા ઓછામાં ઓછા 5000 વર્ષ પહેલા તો અસ્તિત્વ ધરાવતી હતી!) દ્વારકાની ખોજ થકી એટલું તો સાબિત થઈ જ ગયું કે પૌરાણિક સંસ્કૃતિ અને મહાભારત એ આપણા દેશની સૌથી મહાન વિરાસત છે.

શોધખોળ દરમિયાન પુરાતત્વશાસ્ત્રીઓને એમાંથી ત્રણ મોઢાવાળા પ્રાણીની આકૃતિ ધરાવતું સીલ મળી આવ્યું છે, જેને પુરાણકાણમાં દ્વારકાનાં નાગરિકોને અપાતું હતું. ઉપરાંત, ઇસવીસન-પૂર્વે 3000ની સાલનો એક ઘડો પણ હાથમાં આવ્યો! આ બંને ચીજ-વસ્તુઓનો ઉલ્લેખ મહાભારતમાં થયેલો છે. ડોક્ટર રાવે પોતે સ્વીકાર્યુ છે કે કૃષ્ણનું વ્યક્તિત્વ એક સમયે ખરેખર આ ધરતી પર શ્વાસ લેતું હતું! તદુપરાંત, શ્રીકૃષ્ણે યાદવોને આપેલ ચેતવણી અંગે વિગતવાર ખુલાસો કરતાં તેમણે જણાવ્યું કે આખું નગર પાણીમાં ગરકાવ થતાં પહેલા તેને ખાલી કરી દેવામાં આવ્યું હતું. મત્સ્ય પુરાણ, ભગવત પુરાણ અને હરિવંશ પુરાણમાં પણ જણાવાયું છે કે દ્વારકાને પૂર આવતાં પહેલાનાં સાત દિવસ અગાઉથી જ ખાલી કરી દેવાઈ હતી.

તમામ પુરાવાઓને ધ્યાનથી ચકાસીએ તો સમજાય કે, દ્વારકામાં આવી રહેલ પૂરને શ્રી કૃષ્ણ ઘણા દિવસો અગાઉથી જ પારખી ગયા હતાં. આથી તેમણે પોતાનાં નગરજનોને દ્વારકા છોડી અન્ય કોઇ ગામમાં વસી જવાની સલાહ આપી. પરંતુ ગાંધારીનો શ્રાપ સાચો પડતાંની સાથે જ યાદવકુળનો દરેક વ્યક્તિ એકબીજાનાં લોહીનો તરસ્યો બની ગયો અને જેનાં કારણે રચાઈ યાદવાસ્થળી..!!

You Might Also Like

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

બ્યૂરોક્રેસીમાં ‘ગાંધીનગર લોબી’ મજબૂત : ગુજરાતમાં 18 GASના IASને પ્રમોશન માસ્ટરસ્ટ્રોક

આઇકોનિક અમેરિકન ટેક્નોલોજી જાયન્ટ ઝેરોક્ષ કોર્પોરેશનનો ઇતિહાસ, તેનું વૈશ્વિક યોગદાન અને તેની આજ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article બરફના પાણીથી ચહેરો ધોવાના ફાયદા છે અનેક, ત્વચા રહે છે ચમકતી જાણો વધુ..
Next Article હિંમતનગરનો સાહસિક યુવાન ૧૬ દિવસમાં ૧૮૪૨ કિલોમીટરની સાયકલથી સફર કરી રેકોર્ડ બનાવ્યો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ટ્રમ્પ ભારત આવશે, અમેરિકી વિદેશ મંત્રી રૂબિયોનું નિવેદન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ગાંધીનગરમાં અમિત શાહના હસ્તે ‘ભારત ટેક્સી’નો શુભારંભ: કહ્યું-બે વર્ષમાં ભારત ટેક્સી 500 શહેર-ગામડાઓમાં પહોંચશે
લીંબુડીવાડીમાં ઓફિસના તાળા તોડી તિજોરી ચોરી લેનાર 2 ઝડપાયા : 10.65 લાખનો મુદ્દામાલ કબજે
નર્મદામાં ભારે વરસાદ, નદીઓમાં પૂર: ઉ.ગુજરાતમાં ચોમાસું આગળ વધ્યું, દ.ગુજરાત-સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
JOYBIZZ : ગુજરાતની પ્રથમ એવી સંસ્થા, જે બિઝનેસ ગ્રોથ સાથે સ્પિરિચ્યુઅલ ડેવલપમેન્ટ પર આપે છે માર્ગદર્શન
લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લીલાછમ નિઃશબ્દતાની વચ્ચે કુદરતની ચંચળતા એમેઝોનના જંગલોમાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

દર્દીએ ગ્રાહક અને તબીબી સારવાર એ સેવા ગણાશે : સુપ્રીમ કોર્ટનો ચુકાદો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
Author

300 વર્ષ જૂની ક્લાસિક નવલકથાનો નવો આયામ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?