શેરી-ગલીમાં થતાં નાનાં ગેરકાયદે બાંધકામ તંત્રને દેખાય છે, મેઈન રોડ પર ખડકાયેલાં કાયદા વિરૂદ્ધના બાંધકામ કેમ દેખાતાં નથી?
સેલર પણ આપ્યું નથી, આવી સ્થિતિમાં મંજૂરી મળી કેવી રીતે?
- Advertisement -
ગ્રાઉન્ડ ફલોર પ્લસ 2 માળની મંજૂરી મળી હતી, બિલ્ડરે તંત્રને ઉલ્લુ બનાવી ગ્રાઉન્ડ + ચાર માળ ખડકી દીધાં!
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં બેફામ ગેરકાયદે બાંધકામ થઈ રહ્યું છે. હાલમાં શહેરના એસ્ટ્રોન ચોક સર્કલથી અમીન માર્ગ તરફ જવાના રસ્તે એક બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યું હોવાનું માલૂમ પડી રહ્યું છે. જાણવા મળતી વિગત મુજબ એસ્ટ્રોન સર્કલ પાસે આવેલા સાર્થક સ્કવેર કોમર્શિયલ કોમ્પલેક્સમાં મનપા ટાઉન પ્લાનિંગમાંથી ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોરની મંજૂરી મેળવી ગ્રાઉન્ડ પ્લસ 4 ફ્લોર ખડકી નાખવામાં આવેલા છે.
પ્રાપ્ત વિગત મુજબ સાર્થક સ્કવેરના બિલ્ડરો દ્વારા મનપા ટાઉન પ્લાનિંગ શાખામાં ઓનલાઈન ગ્રાઉન્ડ પ્લસ 2 ફ્લોરની મંજૂરી મેળવવામાં આવી હતી. ત્યારબાદ સાર્થક સ્કવેરના બિલ્ડર દ્વારા ચાલાકીપૂર્વક એફએસઆઈ વધારી, એફએસઆઈનો દુરુપયોગ કરીને ડબલ હાઈટ મેળવી ગેરકાયદે એક વધારાનો ફ્લોર ખડકી નાખવામાં આવ્યો છે. બિલ્ડર દ્વારા વારંવાર બિલ્ડિંગ પ્લાન રિવાઈઝ કરીને સાર્થક સ્કવેર કોમર્શિયલ કોમ્પલેક્સમાં ગ્રાઉન્ડ પ્લસ 4 ફલોર બનાવી તો નાખવામાં આવ્યા છે પરંતુ બાંધકામ અધિનિયમ મુજબ જો ગ્રાઉન્ડ પ્લસ 4 ફ્લોર હોય તો સેલર પાર્કિંગ હોવું અનિવાર્ય છે. સાર્થક સ્કવેરમાં સેલર તો ઠીક જનરલ પાર્કિંગ પણ ન હોય બિલ્ડર દ્વારા કરાયેલું ગેરકાયદે બાંધકામ ઉડીને આંખે વળગે છે.
- Advertisement -
મેઈન રોડ પર જ ગેરકાયદે બાંધકામ!
જાણવા મળતી વિગત મુજબ બિલ્ડરે ‘સાર્થક સ્કવેર’ માટે ગ્રાઉન્ડ પ્લસ 2 માળની મંજૂરી લીધી હતી. પરંતુ ચૂપકીદીથી ગ્રાઉન્ડ ફ્લોર પર બીજા ચાર માળ ખડકી દીધાં છે. શું આ બાંધકામ કાયદેસર હોઈ શકે? જાણકારો કહે છે કે, આ બાંધકામ ગેરકાયદે જ ગણાય. બીજી તરફ બિલ્ડરે પાર્કિંગ માટે સેલર પણ બનાવ્યું નથી.
શું સેલર વગર ગ્રાઉન્ડ + 4 માળની મંજૂરી મળી શકે?
ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ચાર માળનું બિલ્ડિંગ બનાવવા માટે પાર્કિંગનું સેલર બનાવવું અનિવાર્ય છે. બિલ્ડરે આ બિલ્ડિંગમાં તંત્રના આંખે ઊંધા ચશ્માં પહેરાવ્યા છે. આ બિલ્ડિંગમાં સેલર બનાવાયું જ નથી. આવી સ્થિતિમાં આ ઈમારત સંપૂર્ણપણે કાયદા વિરૂદ્ધ ગણી શકાય.