કે.એલ. રાહુલના શાનદાર 136 રન, શુભમન ગિલ 98 રને આઉટ : ત્રીજા દિવસના અંતે ભારતનો સ્કોર 4 વિકેટે 486 રન
ભારતે વેલિંગ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે ન્યૂઝીલેન્ડ સામે મજબૂત પકડ જમાવતા ૧૧૮ રનની મહત્વપૂર્ણ લીડ મેળવી લીધી છે. શનિવારે સ્ટમ્પ્સ સુધીમાં ટીમ ઈન્ડિયાએ ૪ વિકેટના નુકસાને ૪૮૬ રન બનાવી લીધા છે, જેમાં રિષભ પંત ૫૫ રને અને નાઇટ વોચમેન અંશુલ કંબોજ શૂન્ય રને અણનમ રહ્યા છે. અગાઉ ન્યૂઝીલેન્ડ પ્રથમ ઇનિંગમાં ૩૬૮ રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું, જેમાં ભારત તરફથી જસપ્રીત બુમરાહે ૪, આકાશ દીપે ૩, અંશુલ કંબોજે ૨ અને પ્રસિદ્ધ ક્રિષ્નાએ ૧ વિકેટ ઝડપી હતી. ભારતીય બેટિંગમાં કે.એલ. રાહુલે શાનદાર ૧૩૬ રન અને દેવદત્ત પડિકલે ૮૦ રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું. કેપ્ટન શુભમન ગિલ અને રિષભ પંત વચ્ચે સદીની ભાગીદારી નોંધાઈ હતી, પરંતુ દિવસની રમત પૂરી થવાના ઠીક પહેલાં ૧૨૫મી ઓવરમાં જેકબ ડફીના બોલ પર ગિલ ૯૮ રન બનાવી બોલ્ડ થતાં માત્ર ૨ રનથી સદી ચૂકી ગયો હતો. ગિલે ૧૪૬ બોલની ઇનિંગમાં ૯ ચોગ્ગા અને ૨ છગ્ગા ફટકાર્યા હતા.



