રાજયમાં દુકાળની હાલતના કારણે કેબીનેટ બેઠકમાં ખેડુતોને રાહત આપવાનો નિર્ણય
રાજયમાં દુકાળ જેવી હાલત જોઈને મહારાષ્ટ્રની ફડનવિસ સરકારે ગરીબ ખેડૂતોને રાહત આપવાનો મોટો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવિસની અધ્યક્ષતામાં ૨૫ નવેમ્બરે થયેલી કેબીનેટ બેઠકમાં દુષ્કાળગ્રસ્ત ૩૩ જિલ્લામાં આગામી ૩ મહિના સુધી મફત રાશન આપવાના પ્રસ્તાવને મંજુરી આપવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી ૪૨.૩૦ લાખ ગરીબી રેખાથી નીચે (બીપીએલ)ના ખેડુતોને ફાયદો થશે. કેબીનેટના આ નિર્ણયથી આ યોજના અંતર્ગત પ્રત્યેક પાત્ર ખેડૂતને દર મહિને ૫ કિલો મફત અનાજ આપવામાં આવશે, જેમાં ૩ કિલો ચોખા અને ર કિલો ઘઉં સામેલ છે. આ યોજના એ ખેડુતો માટે છે, જે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાનૂન (એનએફએલએ) અંતર્ગત રજીસ્ટર્ડ છે. રાજયમાં હાલ નેશનલ ખાદ્ય સુરક્ષા યોજના અંતર્ગત ૫.૭૯ કરોડથી વધુ લાભાર્થીઓને મફતમાં અનાજ આપવામાં આવી રહ્યું છે. સાથે-સાથે ૧૪ આત્મહત્યા અસરગ્રસ્ત જિલ્લામાં ૨૧ લાખ ૬૦ હજાર ૬૮૨ ખેડુતોને દર મહિને ૧૭૦ રૂપિયા આપવામાં આવી રહ્યા છે.



