રાજકોટના ચુનારાવાડમાં રહેતા અને લાપાસરી રોડ પર ઇટુની ભઠી ચલાવી વેપાર કરતા રસિકભાઇ લાલજીભાઇ જાદવએ 30 હજારની ચોરી અંગે અજાણ્યા શખ્સ સામે આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું હતું કે ગત 23 તારીખે સવારે હું આ મારા દિકરાનુ એકેટિવા લઇને લાપાસરી રોડ ખાતે આવેલ ઈટુના ભઠા ખાતે ગયો હતો. ત્યારે આ એક્ટિવાની ડેકીમા 30,000 મજુરોની ચુકવણી માટે રાખેલ હતા. અને ત્યાર બાદ હું સાંજના પાચેક વાગ્યાની આસપાસ મજુરોને મજુરીના પૈસા આપવા માટે એક્ટિવાની ડેકી ખોલતા જેમા રાખેલ રુપિયા 30,000 જોવામા આવેલ નહિ ત્યાર બાદ મે આસપાસ તપાસ કરતા પૈસા મળી આવેલ નહિ તેમજ આજદિન સુધી પૈસા બાબતે શોધખોળ કરતા મળી આવેલ ન હોય જેથી ફરિયાદ નોંધાવી હતી.
કુવાડવા પંથકમાંથી સગીરાનું કારમાં અપહરણ : ફરિયાદ
- Advertisement -
મૂળ અમરેલી પંથકના હાલ કુવાડવા પંથકમાં ગાયો-ભેંસોના તબેલામાં પરિવાર સાથે રહેતા અને મજૂરી કરતા વ્યક્તિએ તેની 17 વર્ષીય દીકરીના અપહરણ અંગે અજાણ્યા કારચાલક સામે કુવાડવા રોડ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 26 તારીખે રાત્રે જમીને હુ વાડીમા આવેલ મકાનના ફળીયામા સુતો હતો ત્યારે રાત્રીના આશરે બે વાગ્યાની આસપાસ મારી પત્ની જાગેલ ત્યારે મારી દિકરીએ જાગીને કહેલ કે મને પેટમા દુખે છે. અને ઉંઘ આવતી નથી. ત્યારે હું પણ જાગી ગયો હતો અને થોડીવારમા હું સુઇ ગયો હતો બાદ રાત્રીના અઢી વાગ્યાની આસપાસ પત્ની તથા બે બાળકોએ દેકારા કરી રાડો પાડીને મને ઉઠાડીને કહ્યું કે દીકરી ઘરમા નથી ક્યાંક જતી રહેલ છે જેથી મેં આજુબાજુ જોતા એક અજાણી ફોરવ્હીલ ગાડી સ્પીડમા જતી જોયેલ અને આ મારી દિકરીને આ અજાણ્યા ફોરવ્હીલ ચાલક બેસાડી અપહરણ કરી લઇ ગયેલ હોય જેથી ફરીયાદ નોંધાવી હતી.
ગોકુલધામ પાસેથી 33.51 ગ્રામ ગાંજા સાથે શખ્સની ધરપકડ
રાજકોટમાં માદક પદાર્થોની હેરાફેરી કરતા શખ્સો ઉપર ખાસ વોચ રાખવાની સૂચના અન્વયે માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ એસ ડી ફૂલતરીયાની રાહબરીમાં પીએસઆઇ જે જે ગોહિલ સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે ગોકુલધામ આવાસ યોજનાના ક્વાટર પાસે દરોડો પાડી કોઠારીયાના આસોપાલવ પાર્કમાં રહેતા આર્યન હર્ષદભાઈ મકવાણાને અટકાયતમાં લઇ જડતી લેતા તેની પાસેથી 1675 રૂપિયાનો 33.51 ગ્રામ ગાંજો મળી આવતા તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી ગાંજો અને બે મોબાઈલ સહીત 7675 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.




