11 લાખનું ઝુંમર, 30 લાખનું ડાઈનિંગ ટેબલ, 5 લાખના પડદા
દિલ્હીની ભાજપ સરકારે શુક્રવારે પૂર્વ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલના સરકારી મકાનને સામાન્ય લોકો માટે ખોલ્યું છે. બંગલાની બહાર ‘શીશ મહેલ’ નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે. સાથે જ દાવો કરવામાં આવી રહ્યો છે કે બંગલાની કુલ કિંમત ૫૮ કરોડ ૮૩ લાખ ૬૬ હજાર ૩૧૪ રૂપિયા છે. બંગલામાં એકથી એક ચઢિયાતી અને ઈમ્પોર્ટેડ વસ્તુઓ લગાવવામાં આવી છે. આ વસ્તુઓની બાજુમાં તેના ભાવ પણ લખેલા છે. એટલે કે બેડ, સોફા, ડાયનિંગ ટેબલ વગેરે પર એક પ્રાઈઝ ટેગ લગવવામાં આવ્યું છે. જેમાં ડાયનિંગ ટેબલ-ખુરશીની કિંમત ૩૦.૫૨ લાખ રૂપિયામાં જણાવવામાં આવી છે. જ્યારે પડદાની કિંમત ૫ લાખ રૂપિયા જણાવવામાં આવી છે. બંગલામાં ઝુંમર પણ લાગેલા છે, જેની કિંમત ૧૧ લાખ રૂપિયા જણાવવામાં આવી છે. જ્યારે Reclinerની કિંમત ૮૦,૯૫૫ રૂપિયા, Centre Tableની કિંમત ૬,૭૯,૬૫૫ રૂપિયા, Two-Seater Sofaની કિંમત ૫,૪૭,૯૯૩ રૂપિયા અને Floor Lampની કિંમત ૮૫,૬૦૮ રૂપિયા લખેલી છે. આ ચારેય વસ્તુઓની કુલ કિંમત ૭,૭૭,૧૭૧ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અરવિંદ કેજરીવાલ જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી હતી, ત્યારે વર્ષ ૨૦૧૫થી ૨૦૨૪ સુધી આ બંગલામાં જેને સત્તાધારી પક્ષ ‘શીશ મહેલ’ કહે છે, તેમાં પરિવાર સાથે રહેતા હતા. કેજરીવાલ જે બંગલામાં રહેતા હતા, તેમાં ઈમ્પોર્ટેડ વસ્તુઓ લગાવવામાં આવી છે. આ બંગાલમાં ૧૯.૫ લાખ રૂપિયાની સ્માર્ટ LED લાઈટ્સ લગાવવામાં આવી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જ્યારે જીમ અને સ્પાના ઈક્વિપમેન્ટ પાછળ ૩૫ લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ મકાનમાં ૧.૯ કરોડ રૂપિયાની માર્બલ ગ્રેનાઈટ લગાવવામાં આવી છે. તો બાથરૂમમાં ઘણું મોંઘું જકુજી (બાથટબ) લગાવવામાં આવ્યું છે. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના આ બંગલાની ચર્ચા ઘણા સમયથી ચાલી રહી છે. જેમાં મોટું કૌભાંડ થયું હોવાના આરોપો પણ લાગ્યા છે. વર્ષ ર૦રરમાં દિલ્હી ગવર્નર વીકે સક્સેનાના નિર્દેશ પર દિલ્હી સરકારના વિજેલેન્સ ડિપાર્ટમેન્ટે તેના રિનોવેશનમાં ગડબડની અને કિંમત કરતા વધારે ખર્ચની તપાસ કરી હતી.



