રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા એકમ(વાસ્મો) દ્વારા વીંછીયા તાલુકાના ૧૧ ગામોની પીવાના પાણીની રીવાઇઝડ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે.
વીંછીયા તાલુકાના રેવાણીયા, અજમેર, સમઢિયાળા, ફુલઝર, આંકડીયા, જનડા, ભડલી, મોટા માત્રા, મોઢુકા, ઓરી અને પીપરડી ગામોની કુલ રૂ. ૪ કરોડ ૯૧ લાખ ૭૨ હજાર ૭૫ ની કિંમતની પીવાના પાણીની સુધારેલી યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે. કલેકટર કચેરી ખાતે યોજાયેલી બેઠકમાં આ યોજનાઓને મંજૂરી આપવામાં આવી છે, તેમ રાજકોટ જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિના સભ્ય સચિવ અને કાર્યપાલક ઇજનેરશ્રી એન.જે.રૂપારેલની યાદીમાં જણાવાયું છે.


