લોભ, લાલચ કે બળજબરીથી ઓળખ છૂપાવીને ધર્મ પરિવર્તન હવે ગેરકાયદે ગણાશે, ઉત્તર પ્રદેશ અને મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જેહાદ કાયદો ૧૫ જૂનથી અમલમાં આવ્યો છે, આ ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમને રાજ્યપાલની મંજૂરી મળ્યા પછી ગુજરાત સરકારે તેનો વિધિવત્ અમલ શરૂ કરી દીધો છે. આ કાયદાને જીલ્લા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, જીલ્લા મહામંત્રીઓ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા વિગેરે આવકારી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને અભિનંદન પાઠવ્યા છે.
માત્ર ધર્મ પરિવર્તનના હેતુથી કરેલા લગ્નન ફેમિલી કોર્ટ અથવા ન્યાય ક્ષેત્ર ધરાવતી કોર્ટ દ્વારા રદ કરવામાં આવશે. આ કેસ સાબિત કરવાની જવાબદારી પણ આરોપી અને તેના સહાયકો ઉપર રહેશે. આરોપીને આ ગુના બદલ ૩ થી પાંચ વર્ષની કેદ અને બે લાખ કે તેથી વધુ દંડની રકમની જોગવાઈ કાયદામાં કરવામાં આવી છે. આ ઉપરાંત ભોગ બનેલી યુવતી માતા-પિતા, લોહીની સગાઈ ધરાવતા કોઈપણ સ્વજન અથવા દત્તક લેનાર પણ આવા ધર્મ પરિવર્તન કરાવનાર સામે એફઆઈઆર દાખલ કરાવી શકશે.
- Advertisement -
આ કાયદાથી આ પ્રકારના ગુનામાં ડીવાયએસપી થી ઉતરતી કક્ષાના અધિકારી દ્વારા તપાસ કરી શકાશે નહીં, ધર્મ પરિવર્તનની વિધિ કરાવનારએ મેજિસ્ટ્રેટની મંજૂરી પણ લેવી પડશે.
જ્યારે સગીર, મહિલા, અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિની વ્યક્તિ સાથે સબંધના કેસમાં ચાર થી સાત વર્ષ સુધીની કેદ અને ત્રણ લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે.
એટલું જ નહીં, કાયદાની જોગવાઈનું પાલન નહી કરનાર સંસ્થાનું રજીસ્ટ્રેશન રદ કરવામાં આવશે તેમજ રૂપિયા પાંચ લાખ સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. આ ઉપરાંત સંસ્થાને નાણાકીય મદદનુ દાન મળી શકશે નહીં. તેમ અંતમાં જણાવ્યું છે.


